શાહરુખના સમર્થનમાં આવ્યા મુકેશ ખન્ના:કહ્યું- 40 વર્ષની મહેનતને એવોર્ડ મળ્યો તેમાં ખોટું શું છે?; સાઉથ એક્ટ્રેસ ઉર્વશીએ વાંધો ઉઠાવ્યો હતો

એક્ટર શાહરુખ ખાનને પહેલીવાર રાષ્ટ્રીય પુરસ્કાર મળવાના સમાચાર તેમના ચાહકો માટે ખાસ હતા, પરંતુ કેટલાક લોકોએ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા, ત્યારબાદ હવે એક્ટર મુકેશ ખન્ના શાહરુખના સમર્થનમાં સામે આવ્યા છે. મુકેશ ખન્નાએ IANS સાથે વાત કરતા કહ્યું, આ એવોર્ડ દક્ષિણના કોઈ એક્ટરને મળવો જોઈતો હતો એમ કહેવું પણ રાજકીય છે. લોકો કહી રહ્યા છે કે તેમને આ એવોર્ડ 'જવાન' માટે નહીં, 'સ્વદેશ' માટે મળવો જોઈતો હતો, પરંતુ યાદ રાખવું જોઈએ કે એ.આર. રહેમાનને પણ 'જય હો' માટે ઓસ્કાર મળ્યો હતો, તેમના અગાઉના શાનદાર ગીતો માટે નહીં. મુકેશ ખન્નાએ વધુમાં કહ્યું કે શાહરુખ છેલ્લા 40 વર્ષથી સખત મહેનત કરી રહ્યો છે. તો જો તેને હવે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, તો તેમાં શું ખોટું છે? એક્ટ્રેસ ઉર્વશીએ રાષ્ટ્રીય પુરસ્કાર પર સવાલ ઉઠાવ્યા હતા નોંધનીય છે કે સાઉથ એક્ટ્રેસ ઉર્વશીને ફિલ્મ 'ઉલ્લોઝુક્કુ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો હતો. ઉર્વશીએ રાષ્ટ્રીય પુરસ્કાર પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. એશિયાનેટ ન્યૂઝ સાથે વાત કરતા, તેમણે પૂછ્યું કે શાહરુખ ખાનને બેસ્ટ એક્ટર તરીકે પસંદ કરવા માટેના માપદંડ શું હતા? અને વિજયરાઘવનને સપોર્ટિંગ એક્ટર તરીકે કેમ પસંદ કરવામાં આવ્યા? 71મા રાષ્ટ્રીય પુરસ્કારોમાં શાહરુખ ખાન અને વિક્રાંત મેસીને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. શાહરુખને તેની ફિલ્મ 'જવાન' માટે અને વિક્રાંતને '12th ફેલ' માટે એવોર્ડ મળ્યો છે. 'જવાન' એક એક્શન થ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મમાં શાહરુખ ડબલ રોલમાં જોવા મળ્યો હતો. જ્યારે વિક્રાંતની ફિલ્મ એક બાયોગ્રાફિકલ ડ્રામા હતી. આ ફિલ્મ IPS ઓફિસર મનોજ કુમાર શર્મા અને તેમની પત્ની IRS ઓફિસર શ્રદ્ધા જોશીના જીવનથી પ્રેરિત હતી. પહેલી વાર રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરવા પર, શાહરુખ ખાને એક વીડિયો શેર કર્યો અને કહ્યું, "નમસ્કાર અને આદાબ. મને એમ કહેવાની જરૂર નથી કે આ ક્ષણે હું કૃતજ્ઞતા, ગર્વ અને નમ્રતાથી ગદગદિ્ત છું. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થવું એ મારા માટે એક એવી ક્ષણ છે, જેને હું મારા આખા જીવન દરમ્યાન સાચવીશ. જ્યુરી, ચેરમેન, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને તે બધા લોકોનો હૃદયપૂર્વક આભાર કે જેમણે મને આ સન્માન માટે લાયક માન્યો." શાહરુખે એમ પણ કહ્યું કે 'આ એવોર્ડ મારા માટે યાદ અપાવે છે કે એક્ટિંગ એ ફક્ત એક કામ નથી, તે એક જવાબદારી છે. હું પડદા પર સત્ય બતાવવાની જવાબદારી અને બધાના પ્રેમ માટે આભારી છું. આ સન્માન માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર. અંતે, હું મારા ચાહકોને કહેવા માગું છું કે બધાના ઉત્સાહ, આંસુ અને મને જોવા માટે તમારા સ્ક્રોલિંગને રોકવા બદલ આભાર.'

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow