ફિલ્મ 'વિશ્વગુરુ' પહેલી ઓગસ્ટે રિલીઝ થશે:મુકેશ ખન્ના પહેલી જ વાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે, દમદાર ડાયલોગથી ચાહકોમાં છવાઈ જશે
ગુજરાતી ફિલ્મ 'વિશ્વગુરુ' પહેલી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 'રાષ્ટ્ર સામે ઊભા થયેલા આંતરિક દુશ્મનો સામેનો ચેતનાત્મક સંઘર્ષ' પર આધારિત છે. આ ફિલ્મ રાષ્ટ્રવિરોધી વિચારધારા સામે કેવી રીતે જીત મેળવવામાં આવે છે તેની વાત કરે છે. સુક્રિત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર્સ પ્રોડક્શને બનાવેલી આ ફિલ્મનું ડિરેક્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનારે કર્યું છે, જ્યારે પ્રોડ્યુસર સતીશ પટેલ અને રાઇટર કીર્તિભાઈ-અતુલ સોની છે. ફિલ્મમાં દેશના બિઝેસમેન રોકી દલાલને કેવી રીતે હાથો બનાવવામાં આવ્યો છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. મુકેશ ખન્ના દેશને ઉગારવા માગે છે અને તેઓ આ યુદ્ધ શસ્ત્રથી નહીં, શાસ્ત્રથી જીતાશે તેમ માને છે. યોગનો અભ્યાસુ એક્ટર કૃષ્ણ ભારદ્વાજ આ દેશવિરોધી શક્તિ સામે લડે છે અને તે કેવી રીતે દેશને બચાવશે તે જોવું રસપ્રદ થઈ રહેશે. ફિલ્મમાં ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભારદ્વાજ, મુકેશ ખન્ના, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, સોનુ ચંદ્રપાલ, હિના જયકિશન, રાજીવ મહેતા, ધર્મેશ વ્યાસ, ભાવિની જાની, ચેતન દૈયા, સોનાલી લેલે અને કુરૂષ દેબૂ સહિત અનેક જાણીતા કલાકારો જોવા મળશે. ફિલ્મમાં મેહુલ સુરતીએ સંગીત આપ્યું છે અને ગીતો આનંદી જોશી તથા હરિ ઓમ ગઢવીએ ગાયાં છે. ગીતકાર પાર્થ તર્પારા છે. 'વિશ્વગુરુ' માત્ર એક ફિલ્મ નથી, તે ભારતના વિશ્વગુરુ બનવાના વિઝનને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી એક વિચારધારા છે.

What's Your Reaction?






