'અમે બાપ દીકરો સુસાઇડ કરવાના છીએ, જવાબદાર ચેતન અને સોનલ':દિકરા, દીકરી અને પતિને છોડી પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ; પતિએ રડતા રડતા વીડિયો બનાવ્યો
સુરતમાં વધુ એક પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પતિએ રડતા રડતા બનાવેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ કે જણાવ્યું છે કે, તેની પત્ની, દીકરા દીકરી અને પોતાને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ છે. આ સાથે જ તેનો પ્રેમી ધમકીઓ પણ આપી રહ્યો છે. જેથી તેઓ આપઘાત કરી લેશે અને તેના જવાબદાર પત્ની સોનલ અને તેનો પ્રેમી ચેતન પાટીલ રહેશે તેવું પણ જણાવી રહ્યો છે. આ મામલે ડીંડોલી પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે જોકે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું પણ યુવક જણાવી રહ્યો છે. 'વારે તહેવારે ઝઘડાઓ કરીને પિયર જતી રહેતી' મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી વિસ્તારમાં વિક્રમ (નામ બદલ્યું છે) દીકરા અને દીકરી સાથે છેલ્લા ચાર મહિનાથી રહે છે. 2022માં તેના સોનલ નામની મહિલા સાથે લગ્ન થયા હતા. વિક્રમના પહેલા લગ્ન છે અને સોનલના બીજા લગ્ન છે. સોનલના પહેલા લગ્નથી એક દીકરી છે, જ્યારે વિક્રમ સાથે લગ્ન બાદ તેમને એક અઢી વર્ષનો દીકરો છે. લગ્ન બાદ પત્નીને ખૂબ જ સારી રીતે રાખતા વિક્રમ સાથે પણ કોઈ માન મર્યાદા રાખતી ન હતી અને વારે તહેવારે ઝઘડાઓ કરીને પિયર જતી રહેતી હતી. 'મારે સાથે રહેવું નથી, જબરજસ્તી કરશો તો હું મારા પતિને જાનથી મારી નાખીશ' જ્યારે પણ પત્ની પિયર જતી ત્યારે તેની માતા પણ તેમને સમજાવતી હતી અને માતાને કહેતી હતી કે મારે વિક્રમ સાથે રહેવું નથી, તમે મને જબરજસ્તી કરશો તો હું મારા પતિને જાનથી મારી નાખીશ. જેથી પિયર પક્ષવાળા પણ ગભરાઈ ગયા હતા. દરમિયાન પત્ની ખૂબ જ ફોનમાં વાતો કરતી અને ચેટિંગ કરતી હોવાથી પૂછપરછ કરતા તેની બહેનપણી અને મમ્મી હોવાના બહાનાઓ બતાવતી હતી. દરમિયાન તેને ટાઈફોડ થતા પિયર ગઈ હતી અને ત્યારે પણ તેની માતાએ વિક્રમને કહ્યું હતું કે, સોનલને ખૂબ જ ફોન આવે છે ,જેથી તમે તેનો ફોન ચેક કરજો અને તેની પર નજર રાખજો. પત્ની રોકડ અને ઘરેણા લઈને ફરાર થઈ ટાઈફોડની બીમારીથી સાજા થયા બાદ સોનલ નવ એપ્રિલ 2025ના રોજ ઘરે આવી હતી. ત્યારે પતિ ઘરે હાજર ન હતો અને પત્ની સોનલ કબાટમાં બચત કરીને મુકેલા 35000 રોકડા અને 2.50 લાખ રૂપિયાના ઘરેણા સાથે મેરેજ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, પાનકાર્ડ વધુ એક બેગમાં લઈને તેના પ્રેમી ચેતન સાથે ભાગી ગઈ હતી. 'જો કોઈને આ વાત કહીશ તો તારું ગળું દબાવી મારી નાખીશું' દરમિયાન તેની દીકરી પણ ઘરે હાજર હતી. તેને પણ ધમકી આપી હતી કે, જો કોઈને આ વાત કહે છે તો તારું ગળું દબાવી મારી નાખીશું. ત્યારબાદ સોનલ તેના પ્રેમી ચેતન પાટીલ સાથે ભાગી ગઈ હતી. 'હવે સુસાઇડ કરવા સિવાય કોઈ છૂટકો નથી' પતિએ કહ્યું કે, છેલ્લા ચાર મહિનાથી પત્ની સોનલ અને તેનો પ્રેમી ચેતન પાટીલ ધમકીઓ આપી રહ્યા છે અને તારે સુસાઈડ જ કરવું પડશે તેવું કહી રહ્યા છે. છેલ્લા ચાર મહિનાથી એટલા ત્રાસી ગયા છીએ કે, હવે સુસાઇડ કરવા સિવાય કોઈ છૂટકો નથી. ગવર્મેન્ટને પણ એટલી જ અરજી છે કે આ બંનેને સજા કરજો જેથી બીજા કોઈ સાથે આવું ન થાય. છેલ્લા ચાર મહિનાથી પત્ની અને પ્રેમીથી પતિ પરેશાન અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનાથી આ યુવક પત્ની અને તેના પ્રેમીથી હેરાન પરેશાન થઈ રહ્યો છે. 22 જુલાઈના રોજ યુવકે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ અરજી કરી હતી. જોકે હાલ આ વીડીયો જે વાયરલ થઈ રહ્યો છે. આ મામલે ડીંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરી રહ્યા છીએ. 'આપઘાતનું પગલું ન ભરું તે માટે મને સમજાવવામાં આવ્યો' ડીંડોલી પોલીસ દ્વારા આ મામલે યુવકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. યુવક પોલીસ સ્ટેશનમાં પહોંચી જણાવ્યું હતું કે, ચાર મહિનાથી ડિપ્રેશનમાં છું મારી પત્નીના કારણે. જેથી મેં મારા દીકરા સાથે સુસાઇડ કરવાના પગલા ભરવાનું વિચાર્યું હતું અને એક વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા અમને મદદ કરવામાં આવી છે અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાની સાંત્વના આપી છે. તપાસ કરવામાં સાથ સહકાર આપ્યો છે. આપઘાતનું પગલું ન ભરું તે માટે મને સમજાવવામાં આવી રહ્યો છે. ડિપ્રેશનમાં હોવાથી મને પણ કંઈ સમજ નથી પડી રહી. જેથી હું આવું પગલું ભરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પોલીસ ટીમ મને સમજ આપી રહ્યા છે અને આવું પગલું ન ભરવા માટે હિંમત આપી રહ્યા છે.

What's Your Reaction?






