5 લાખ હત્યાના અને ઘરમાંથી બીજા 9 લાખ લૂંટવાની લાલચ:વ્યાજે લીધેલા રૂ.2.50 લાખ પાછા માગ્યા તો બદલામાં મોત મળ્યું, રાજકોટમાં હત્યા માટે MPથી બે લોકોને બોલાવ્યા

ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે રાજકોટમાં આવેલી મેટોડા GIDC નજીક વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં એક મહિલાની ભરબપોરે હત્યા થઈ ગઈ હતી. મૃતક મહિલા આસિફા પોતાના 15 વર્ષના દીકરા અબ્રાહમ સાથે રહેતી હતી. વ્યાજ વટાવના ધંધા સાથે સંકળાયેલી આસિફાનાં અગાઉ 3 વખત લગ્ન થયાં હતાં, જેમાંથી બે પતિ સાથે તલાક થઈ ગયા હતા, જ્યારે ત્રીજા પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હતો. અબ્રાહમ તેના પ્રથમ લગ્ન થકી જન્મ્યો હતો. આ કેસમાં શંકાસ્પદ ઘણા બધા લોકો હતા. આસિફાના ત્રણ પૂર્વ પતિ, વ્યાજ વટાવના ધંધાના કારણે તેને ધમકી આપનારા બે લોકો તેમજ હંમેશાં તેની સાથે રહેતો ડ્રાઇવર મહેશ જોશી. હત્યાના દિવસે મહેશ જોશી અને આસિફાનો દીકરો અબ્રાહમ કાર લઈને ટિફિન લેવા માટે ગયા હતા. એ દરમિયાન કોઈકે આવીને આસિફાની હત્યા કરી નાખી હતી. પોલીસને તમામ શંકાસ્પદો કરતાં મહેશની સંડોવણી આ કેસમાં હોવાની સૌથી પ્રબળ લાગતી હતી, જોકે મહેશ મગનું નામ મરી પાડવા માટે પણ તૈયાર નહોતો. ક્રાઇમ ફાઇલ્સનો ભાગ-1 વાંચવા માટે નીચે ક્લિક કરો હોટલથી કિશોર ટિફિન લઈને આવ્યો ને ઘરમાં માતાની લાશ મળી:3 લગ્ન બાદ એકલી રહેતી મહિલાની હત્યા, પડછાયો બનીને રહેતો ડ્રાઇવર કેમ આવ્યો શંકાના ઘેરામાં? લગભગ ત્રણેક વખત લાંબા સમય સુધી પૂછપરછ બાદ મહેશને જવા દેવામાં આવ્યો હતો, પરંતુ આખરે પોલીસને આસિફાના નામે 20 દિવસ પહેલાં એક્ટિવ થયેલા એક મોબાઇલ નંબર થકી એક કડી મળી અને મહેશ પર ગાળિયો કસાયો. આ વખતે પોલીસે મહેશની આકરી પૂછપરછ કરી, તેની પાસે સત્ય બોલવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. હવે વાંચો, આગળનો ઘટનાક્રમ. 30 વર્ષના મહેશ જોશીની કબૂલાત મુજબ તે મેટોડા નજીક મોટાવડા ગામનો વતની છે. તેણે અગાઉ આસિફા પાસેથી અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રૂપિયા તેણે અન્ય વ્યક્તિઓને વધુ ઊંચા વ્યાજે આપ્યા હતા. આમ તેણે કમાણીનો ગજબનો ધંધો શરૂ કરી દીધો હતો. આટલું જ નહીં, મોટી રકમ વ્યાજે લેવા ઇચ્છતા લોકોનો પણ તે આસિફા સાથે કોન્ટેક્ટ કરાવી આપતો હતો. એટલે આ રીતે આસિફા અને મહેશ જોશી વચ્ચે ધંધાકીય સંતુલન ચાલી રહ્યું હતું, પણ થોડા સમય પહેલાં આ સંતુલન એક કારણે બગડી ગયું. એક દિવસ આસિફાએ મહેશને અઢી લાખ રૂપિયાની મૂડી પાછી આપી દેવા માટે કહ્યું. જે-તે સમયે મહેશ પાસે આટલા રૂપિયા ન હતા. એટલે તે મૂંઝાઈ ગયો હતો. બીજી તરફ અઢી લાખ પરત આપી દેવા માટે આસિફા સતત દબાણ કરતી હતી. ઘણીવાર એવું પણ બન્યું કે તેણે ઉઘરાણી સમયે મહેશને અપમાનિત કરી નાખ્યો, પરંતુ પોતે લાચાર હોવાથી સમસમીને બેસી રહ્યો હતો. મોટા ભાગે આખો દિવસ આસિફાની સાથે જ રહેતો હતો, પરંતુ આસિફાએ આ વાતનો જરા પણ મલાજો ન રાખ્યો અને એક દિવસ આકરા શબ્દોમાં ધમકી આપી હતી કે ‘અઢી લાખ રૂપિયા ચૂકવી ન શકે ત્યાં સુધી તારે મારા ડ્રાઇવર તરીકે જ રહેવાનું છે.’ આસિફાના આ શબ્દો જાણે કે મહેશના હૃદયમાં તીરની જેમ ખૂંપી ગયા હતા. ધૂંઆપૂંઆ થયેલા મહેશે એ જ સમયે આસિફાને 'સબક' શિખવવાનો નિર્ણય લઇ લીધો હતો. આ માટે તે યોગ્ય મોકો મળે એની રાહ જોઈ રહ્યો હતો હતી. એક વર્ષથી આસિફાના ડ્રાઈવર તરીકે સતત સાથે રહેતો હોવાથી તે દરેક વહીવટથી વાકેફ હતો. એટલે અપમાનનો બદલો કેવી રીતે લેવો એ વિચારતાં-વિચારતાં મહેશના મનમાં એક ચહેરો ઊપસી આવ્યો. મહેશને લાગ્યું કે આ જ વ્યક્તિ મારું કામ કરી શકે છે અને બદલાની આગની આંચ મારા સુધી નહીં પહોંચે. મહેશ થોડાં વર્ષ પહેલાં વીરડા વાજડીમાં એક વાડી વાવતો હતો. ત્યારે અડધી વાડી મધ્યપ્રદેશનો એક ખેતમજૂર માંગુ ભમભ્રાએ વાવવા રાખી હતી, એટલે બન્ને હજુ સુધી સારાએવા પરિચયમાં હતા. આસિફાની હત્યા માટે તેણે માંગુ ભમભ્રા સાથે હત્યાના એકાદ અઠવાડિયા પહેલાં મુલાકાત કરી. માંગુને હત્યા માટે મનાવવા તેણે 5 લાખ રૂપિયા સોપારી પેટે આપવાની પણ વાત કરી હતી. ડીલ મુજબ, 5 લાખ રૂપિયા કામ પતે એના એક અઠવાડિયા પછી આપવાની વાત હતી. એટલું જ નહીં, મહેશે માંગુને બીજી પણ એક લાલચ આપી હતી. હત્યા પછી આસિફાના કબાટમાંથી જેટલી પણ રોકડ રકમ મળે એ પણ લૂંટી લેવી. આખરે માંગુ હત્યા માટે તૈયાર થયો હતો. માંગુએ તેના ભાઈ જાંગુ, મામાના દીકરા રાકેશ ડામોર સાથે મળીને સોપારી ફોડવાનું નક્કી કરી લીધું. મહેશે આ કેસમાં પોતાની ક્યાંય સંડોવણી ન આવે એ માટે આસિફાના ડોક્યુમેન્ટના આધારે નવું સિમકાર્ડ લીધું હતું. નવા નંબર પરથી જ તે માંગુ સાથે વાતચીત કરતો હતો અને આસિફાની હત્યા ક્યારે કરવી એ બાબતે ચર્ચા થતી. પોલીસને આટલી માહિતી આપ્યા પછી મહેશ ચૂપ થઈ ગયો. થોડીવાર ઇન્ટ્રોગેશન રૂમમાં સન્નાટો છવાયેલો રહ્યો. પોલીસકર્મીઓ પણ મહેશના હાવભાવ પર નજર રાખી રહ્યા હતા. ત્યારે આશ્ચર્યજનક રીતે મહેશે પીએસઆઇની સામે જોયું અને ઇશારાથી ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરી. હત્યાના આરોપીની આ ઇચ્છા પૂરી કરવા જેવું પોલીસને પણ લાગ્યું. થોડી જ વારમાં ચા મગાવી લેવામાં આવી. ચાનો ઘૂંટડો ભરતાં-ભરતાં મહેશે પોતાની વાત આગળ વધારી. મહેશે માહિતી આપી કે થોડા દિવસ પહેલાં આસિફાએ એક મકાન વેચ્યું હતું. એ મકાનના વેચાણ પેટે આવેલા 9 લાખ રૂપિયા ઘરમાં પડ્યા હતા. બનાવના દિવસે આસિફાએ દીકરા અબ્રાહમને ટિફિન લાવવાનું કહ્યું. એ જ સમયે મહેશનું મગજ શેતાનની જેમ કામ કરવા લાગ્યું. અબ્રાહમ સાથે કાર લઇને હોટલ સુધી પહોંચે ત્યાં સુધીમાં આખો પ્લાન તૈયાર કરી નાખ્યો. અબ્રાહમ જમવા બેઠો એ સમયે પોતે ફોન રિપેર કરાવવાના બહાને બહાર નીકળ્યો અને હોટલથી થોડે દૂર જઈને માંગુને ફોન લગાવીને મળવા માટે બોલાવ્યો. મહેશે કહ્યું,‘અત્યારે કામ તમામ કરવાનો પૂરો મોકો છે, એક પણ મિનિટ મોડું કર્યા વિના નીકળી જજો. તમારી પાસે માત્ર અડધા કલાકનો સમય છે. આટલા સમયમાં આસિફાને પતાવી દેજો અને કબાટમાં જેટલા પૈસા પડ્યા હોય એ લઇને ભાગી જજો.’ આટલી સૂચના આપી મહેશ ફરી હોટલે આવી ગયો. બીજી તરફ માંગુ તેનો ભાઇ અને મામાના દીકરો રાકેશ બાઇક મેટોડા GIDC નજીક આવેલી વ્રજભૂમિ એપાર્ટમેન્ટ આવી ગયા. ત્રણેય શખસે ફ્લેટમાં ઘૂસી ગયા. એકે આસિફાના માથામાં સાણસી મારી દીધી. આસિફા જમીન પર ફસડાઈ પડી એટલે નાયલોનની દોરીથી ફાંસો આપી દીધો. માંડ અડધો કલાકની અંદર કામ પૂરું કરી નાખ્યું હતું. પછી કબાટમાં 9 લાખ રૂપિયા પડ્યા હોવાની માહિતી હોવાથ

Aug 6, 2025 - 14:39
 0
5 લાખ હત્યાના અને ઘરમાંથી બીજા 9 લાખ લૂંટવાની લાલચ:વ્યાજે લીધેલા રૂ.2.50 લાખ પાછા માગ્યા તો બદલામાં મોત મળ્યું, રાજકોટમાં હત્યા માટે MPથી બે લોકોને બોલાવ્યા
ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે રાજકોટમાં આવેલી મેટોડા GIDC નજીક વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં એક મહિલાની ભરબપોરે હત્યા થઈ ગઈ હતી. મૃતક મહિલા આસિફા પોતાના 15 વર્ષના દીકરા અબ્રાહમ સાથે રહેતી હતી. વ્યાજ વટાવના ધંધા સાથે સંકળાયેલી આસિફાનાં અગાઉ 3 વખત લગ્ન થયાં હતાં, જેમાંથી બે પતિ સાથે તલાક થઈ ગયા હતા, જ્યારે ત્રીજા પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હતો. અબ્રાહમ તેના પ્રથમ લગ્ન થકી જન્મ્યો હતો. આ કેસમાં શંકાસ્પદ ઘણા બધા લોકો હતા. આસિફાના ત્રણ પૂર્વ પતિ, વ્યાજ વટાવના ધંધાના કારણે તેને ધમકી આપનારા બે લોકો તેમજ હંમેશાં તેની સાથે રહેતો ડ્રાઇવર મહેશ જોશી. હત્યાના દિવસે મહેશ જોશી અને આસિફાનો દીકરો અબ્રાહમ કાર લઈને ટિફિન લેવા માટે ગયા હતા. એ દરમિયાન કોઈકે આવીને આસિફાની હત્યા કરી નાખી હતી. પોલીસને તમામ શંકાસ્પદો કરતાં મહેશની સંડોવણી આ કેસમાં હોવાની સૌથી પ્રબળ લાગતી હતી, જોકે મહેશ મગનું નામ મરી પાડવા માટે પણ તૈયાર નહોતો. ક્રાઇમ ફાઇલ્સનો ભાગ-1 વાંચવા માટે નીચે ક્લિક કરો હોટલથી કિશોર ટિફિન લઈને આવ્યો ને ઘરમાં માતાની લાશ મળી:3 લગ્ન બાદ એકલી રહેતી મહિલાની હત્યા, પડછાયો બનીને રહેતો ડ્રાઇવર કેમ આવ્યો શંકાના ઘેરામાં? લગભગ ત્રણેક વખત લાંબા સમય સુધી પૂછપરછ બાદ મહેશને જવા દેવામાં આવ્યો હતો, પરંતુ આખરે પોલીસને આસિફાના નામે 20 દિવસ પહેલાં એક્ટિવ થયેલા એક મોબાઇલ નંબર થકી એક કડી મળી અને મહેશ પર ગાળિયો કસાયો. આ વખતે પોલીસે મહેશની આકરી પૂછપરછ કરી, તેની પાસે સત્ય બોલવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. હવે વાંચો, આગળનો ઘટનાક્રમ. 30 વર્ષના મહેશ જોશીની કબૂલાત મુજબ તે મેટોડા નજીક મોટાવડા ગામનો વતની છે. તેણે અગાઉ આસિફા પાસેથી અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રૂપિયા તેણે અન્ય વ્યક્તિઓને વધુ ઊંચા વ્યાજે આપ્યા હતા. આમ તેણે કમાણીનો ગજબનો ધંધો શરૂ કરી દીધો હતો. આટલું જ નહીં, મોટી રકમ વ્યાજે લેવા ઇચ્છતા લોકોનો પણ તે આસિફા સાથે કોન્ટેક્ટ કરાવી આપતો હતો. એટલે આ રીતે આસિફા અને મહેશ જોશી વચ્ચે ધંધાકીય સંતુલન ચાલી રહ્યું હતું, પણ થોડા સમય પહેલાં આ સંતુલન એક કારણે બગડી ગયું. એક દિવસ આસિફાએ મહેશને અઢી લાખ રૂપિયાની મૂડી પાછી આપી દેવા માટે કહ્યું. જે-તે સમયે મહેશ પાસે આટલા રૂપિયા ન હતા. એટલે તે મૂંઝાઈ ગયો હતો. બીજી તરફ અઢી લાખ પરત આપી દેવા માટે આસિફા સતત દબાણ કરતી હતી. ઘણીવાર એવું પણ બન્યું કે તેણે ઉઘરાણી સમયે મહેશને અપમાનિત કરી નાખ્યો, પરંતુ પોતે લાચાર હોવાથી સમસમીને બેસી રહ્યો હતો. મોટા ભાગે આખો દિવસ આસિફાની સાથે જ રહેતો હતો, પરંતુ આસિફાએ આ વાતનો જરા પણ મલાજો ન રાખ્યો અને એક દિવસ આકરા શબ્દોમાં ધમકી આપી હતી કે ‘અઢી લાખ રૂપિયા ચૂકવી ન શકે ત્યાં સુધી તારે મારા ડ્રાઇવર તરીકે જ રહેવાનું છે.’ આસિફાના આ શબ્દો જાણે કે મહેશના હૃદયમાં તીરની જેમ ખૂંપી ગયા હતા. ધૂંઆપૂંઆ થયેલા મહેશે એ જ સમયે આસિફાને 'સબક' શિખવવાનો નિર્ણય લઇ લીધો હતો. આ માટે તે યોગ્ય મોકો મળે એની રાહ જોઈ રહ્યો હતો હતી. એક વર્ષથી આસિફાના ડ્રાઈવર તરીકે સતત સાથે રહેતો હોવાથી તે દરેક વહીવટથી વાકેફ હતો. એટલે અપમાનનો બદલો કેવી રીતે લેવો એ વિચારતાં-વિચારતાં મહેશના મનમાં એક ચહેરો ઊપસી આવ્યો. મહેશને લાગ્યું કે આ જ વ્યક્તિ મારું કામ કરી શકે છે અને બદલાની આગની આંચ મારા સુધી નહીં પહોંચે. મહેશ થોડાં વર્ષ પહેલાં વીરડા વાજડીમાં એક વાડી વાવતો હતો. ત્યારે અડધી વાડી મધ્યપ્રદેશનો એક ખેતમજૂર માંગુ ભમભ્રાએ વાવવા રાખી હતી, એટલે બન્ને હજુ સુધી સારાએવા પરિચયમાં હતા. આસિફાની હત્યા માટે તેણે માંગુ ભમભ્રા સાથે હત્યાના એકાદ અઠવાડિયા પહેલાં મુલાકાત કરી. માંગુને હત્યા માટે મનાવવા તેણે 5 લાખ રૂપિયા સોપારી પેટે આપવાની પણ વાત કરી હતી. ડીલ મુજબ, 5 લાખ રૂપિયા કામ પતે એના એક અઠવાડિયા પછી આપવાની વાત હતી. એટલું જ નહીં, મહેશે માંગુને બીજી પણ એક લાલચ આપી હતી. હત્યા પછી આસિફાના કબાટમાંથી જેટલી પણ રોકડ રકમ મળે એ પણ લૂંટી લેવી. આખરે માંગુ હત્યા માટે તૈયાર થયો હતો. માંગુએ તેના ભાઈ જાંગુ, મામાના દીકરા રાકેશ ડામોર સાથે મળીને સોપારી ફોડવાનું નક્કી કરી લીધું. મહેશે આ કેસમાં પોતાની ક્યાંય સંડોવણી ન આવે એ માટે આસિફાના ડોક્યુમેન્ટના આધારે નવું સિમકાર્ડ લીધું હતું. નવા નંબર પરથી જ તે માંગુ સાથે વાતચીત કરતો હતો અને આસિફાની હત્યા ક્યારે કરવી એ બાબતે ચર્ચા થતી. પોલીસને આટલી માહિતી આપ્યા પછી મહેશ ચૂપ થઈ ગયો. થોડીવાર ઇન્ટ્રોગેશન રૂમમાં સન્નાટો છવાયેલો રહ્યો. પોલીસકર્મીઓ પણ મહેશના હાવભાવ પર નજર રાખી રહ્યા હતા. ત્યારે આશ્ચર્યજનક રીતે મહેશે પીએસઆઇની સામે જોયું અને ઇશારાથી ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરી. હત્યાના આરોપીની આ ઇચ્છા પૂરી કરવા જેવું પોલીસને પણ લાગ્યું. થોડી જ વારમાં ચા મગાવી લેવામાં આવી. ચાનો ઘૂંટડો ભરતાં-ભરતાં મહેશે પોતાની વાત આગળ વધારી. મહેશે માહિતી આપી કે થોડા દિવસ પહેલાં આસિફાએ એક મકાન વેચ્યું હતું. એ મકાનના વેચાણ પેટે આવેલા 9 લાખ રૂપિયા ઘરમાં પડ્યા હતા. બનાવના દિવસે આસિફાએ દીકરા અબ્રાહમને ટિફિન લાવવાનું કહ્યું. એ જ સમયે મહેશનું મગજ શેતાનની જેમ કામ કરવા લાગ્યું. અબ્રાહમ સાથે કાર લઇને હોટલ સુધી પહોંચે ત્યાં સુધીમાં આખો પ્લાન તૈયાર કરી નાખ્યો. અબ્રાહમ જમવા બેઠો એ સમયે પોતે ફોન રિપેર કરાવવાના બહાને બહાર નીકળ્યો અને હોટલથી થોડે દૂર જઈને માંગુને ફોન લગાવીને મળવા માટે બોલાવ્યો. મહેશે કહ્યું,‘અત્યારે કામ તમામ કરવાનો પૂરો મોકો છે, એક પણ મિનિટ મોડું કર્યા વિના નીકળી જજો. તમારી પાસે માત્ર અડધા કલાકનો સમય છે. આટલા સમયમાં આસિફાને પતાવી દેજો અને કબાટમાં જેટલા પૈસા પડ્યા હોય એ લઇને ભાગી જજો.’ આટલી સૂચના આપી મહેશ ફરી હોટલે આવી ગયો. બીજી તરફ માંગુ તેનો ભાઇ અને મામાના દીકરો રાકેશ બાઇક મેટોડા GIDC નજીક આવેલી વ્રજભૂમિ એપાર્ટમેન્ટ આવી ગયા. ત્રણેય શખસે ફ્લેટમાં ઘૂસી ગયા. એકે આસિફાના માથામાં સાણસી મારી દીધી. આસિફા જમીન પર ફસડાઈ પડી એટલે નાયલોનની દોરીથી ફાંસો આપી દીધો. માંડ અડધો કલાકની અંદર કામ પૂરું કરી નાખ્યું હતું. પછી કબાટમાં 9 લાખ રૂપિયા પડ્યા હોવાની માહિતી હોવાથી ઘરના અલગ-અલગ રૂમમાં રાખેલા ત્રણ કબાટ ઉતાવળે ફેંદી નાખ્યા, પરંતુ પૈસા મળ્યા ન હતા, જોકે દિવસનો સમય હોવાથી કોઈ આવી જશે એવો ડર પણ હતો, એટલે પૈસાની વધારે શોધખોળ કર્યા વગર ત્રણેય ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસની બચવા માટે તમામ આરોપીઓ ગણતરીના કલાકોમાં પોતાના વતન મધ્યપ્રદેશ પહોંચી ગયા હતા. બનાવના દિવસે મહેશ અને માંગુ જે હોટલ પાસે મળ્યા હતા એ સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા, એટલે મહેશે કરેલી કબૂલાતનો એક મજબૂત પુરાવો હતો. મહેશ તો પોલીસ કસ્ટડીમાં હતો જ. થોડા દિવસોમાં માંગુની પણ પોલીસે ધરપકડ કરી લીધી હતી, જ્યારે બાકીના બે આરોપીઓ હાથમાં ન આવતાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. એ બન્ને આરોપીને કદાચ લાગ્યું હશે કે આ કેસની ફાઇલ હવે સરકારી તિજોરીમાં મૂકી દેવામાં આવી હશે, જોકે પોલીસ સતત વોચ રાખી રહી હતી. થોડા મહિનાઓ બાદ આરોપીઓ પડધરીમાં ખેતીકામ માટે આવ્યા ત્યારે પોલીસે બન્નેને ઝડપી લીધા. આમ, હત્યાના કેસમાં ચારેય આરોપી જેલહવાલે થઈ ગયા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow