લીંબડી સર્કિટ હાઉસ જર્જરીત હોવાથી બંધ કરાયું:રાજકોટ-અમદાવાદ હાઈવે પરની ઐતિહાસિક ઇમારતમાં સળિયા દેખાવા લાગ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલું લીંબડી સર્કિટ હાઉસ જર્જરીત હાલતને કારણે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. આ સર્કિટ હાઉસની ઇમારતોમાં અનેક જગ્યાએ સળિયા બહાર દેખાવા લાગ્યા છે. સાથે દીવાલોના પોપડા પણ પડવા લાગ્યા છે. આ સ્થિતિ જોતાં કહી શકાય કે ખુદ સર્કિટ હાઉસ હવે સારવારની રાહ જોઈ રહ્યું છે. સરકારી ઇમારત આટલી જર્જરીત હાલતમાં હોવાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. લીંબડી શહેરમાં આવેલી અન્ય જર્જરિત અને ભયજનક ઇમારતો પણ બંધ કરવામાં આવે અથવા તોડી પાડવામાં આવે તેવી વ્યાપક લોક માંગ ઉઠી છે. હાલ પૂરતું તંત્ર દ્વારા લીંબડી સર્કિટ હાઉસને જર્જરીત હાલતને કારણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow