મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો:5 ઓગસ્ટે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં યોજાશે, 18થી 45 વર્ષની મહિલાઓ ભાગ લઈ શકશે
પાટણ જિલ્લાની રોજગારવાંચ્છુ મહિલાઓ માટે એક સારા સમાચાર છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મહિલા અને બાળ અધિકારી કચેરી, પાટણ દ્વારા 5 ઓગસ્ટ, 2025ના રોજ મંગળવારે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના રંગભવન હોલ ખાતે સવારે 9:00 કલાકે યોજાશે. મેળામાં ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતી 18થી 45 વર્ષની મહિલાઓ ભાગ લઈ શકશે. આ રોજગાર ભરતી મેળામાં દિવ્યમ એન્ટરપ્રાઇઝ (પાટણ), શારદા સન્સ (પાટણ) અને જીઓ.ફેશ ઓગેનીક (સિદ્ધપુર) જેવા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહેશે. તેઓ પ્રોડકટ મેનેજર, પૅકિંગ, ટેલીકોલિંગ અને પ્રોડકશન ક્વોલિટી ચેકની જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરશે. ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. તેમણે તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો, બે ફોટોગ્રાફ તેમજ 3થી 4 નકલ બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે. રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવી મહિલાઓ પણ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે https://www.anubandham.gujarat.gov.in વેબસાઈટ પર સંપર્ક કરવા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.

What's Your Reaction?






