હજારો ભક્તો ઉમટ્યા:નવસારી સ્વામિનારાયણ મંદિરે અ.નિ. આચાર્યસ્વામીને શ્રદ્ધાસુમન
નવસારી અક્ષર નિવાસી આચાર્ય સ્વામીએ દક્ષિણ ગુજરાતમાં માનવ ઉત્કર્ષ, હરિભક્તોના શ્રેય તેમજ સત્સંગના પ્રવર્તન માટે આયખુ સમર્પિત કરી દીધું હતું. દેહની પરવા કર્યા વિના દ.ગુ.માં. ભીડાભર્યું વિચરણ કરી વનવાસીઓની માંડીને ગ્રામ્ય, શહેરી વિસ્તારોના હરિભક્તો પથ ભૂલેલાઓના ભલા માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી આધ્યાત્મિક કાર્યો કરતા હતા. સારંગપુરમાં અત્યારે ચાલતા સંત તાલીમ કેન્દ્રનો વિચાર આચાર્ય સ્વામીનો હતો. સામૈયા પ્રસંગે ભજન કુટિરમાં ભજન કિર્તન થાય તે પણ આચાર્ય સ્વામીની દેન છે. તેઓ પ્રમુખસ્વામી મહારાજ તથા મહંતસ્વામી મહારાજના અત્યંત કૃપાપાત્ર સંત હતા. સુખાભાવ-આત્મીય ભાવ ધરાવતા હતા. ઉપરોક્ત શબ્દો પૂ. ભક્તિસાગર સ્વામીએ નવસારી સ્વામિનારાયણ મંદિરે અક્ષર નિવાસી આચાર્ય સ્વામીને શ્રદ્ધાસુમન અર્પતા ઉચ્ચાર્યા હતા. તેમણે સંખ્યાબંધ પ્રસંગો વર્ણવી અ.નિ. આચાર્ય સ્વામીની સાધુતા, પંચવર્તમાનની દૃઢતા, નિ:સ્વાદીપણુ, બધાને પ્રેમથી વશ કરી લેવાની કળા આચાર્ય સ્વામી પાસે હતી. એમના અંતિમ દર્શન માટે દ.ગુ.ના દૂરદૂરના વિસ્તારમાંથી પાંચ-સાત હજાર હરિભક્તો ઉમટી પડેલા તે એની પ્રતીતિ કરાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી હૃદયની બિમારી, પાર્કિસન્સની બિમારીને કારણે વેદના અનુભવતા છતાં સ્થિતપ્રજ્ઞ હતા. આચાર્યસ્વામી મહામુક્ત હતા એમ પૂ. મહંતસ્વામીએ કહ્યું છે. આચાર્ય સ્વામી જેવા ગુણો આપણામાં આવે એજ સાચી શ્રદ્ધાંજલિ.

What's Your Reaction?






