આયોજન:કસ્બાપાર હાઇસ્કૂલમાં "વિશ્વશાંતિ યજ્ઞ’ થકી છાત્રોમાં સંસ્કારનું સિંચન
કસ્બાપાર વિભાગ કેળવણી મંડળ સંચાલિત વી.વી.પી.પી.વિદ્યાલય અને વી.એસ.પટેલ ઉ.મા. વિદ્યાલયમાં શ્રાવણ માસમાં શ્રાવણી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન અને સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે એવી ભાવનાર્થે વિશ્વશાંતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. શાળાના પ્રમુખ અને શાળા પરિવારે યજ્ઞના દેવોને વૈદિક મંત્રોચ્ચારથી આહુતિ અર્પણ કરી હતી. કછોલી આર્ય સમાજ મંદિરથી પધારેલા આચાર્ય કુલદીપજીએ આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ડો.ઉદયભાઇ નાયકના માર્ગદર્શન હેઠળ થયું હતું.

What's Your Reaction?






