સૈયદપુરા ગ્રામપંચાયતના તલાટીનું મનસ્વી વર્તન:સરપંચ અને ગ્રામજનોએ તલાટીની બદલી અને કાયદાકીય પગલાંની માગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સૈયદપુરા ગામમાં તલાટી ગૌરાંગના બેદરકારીભર્યા અને અસભ્ય વર્તન સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. સરપંચ દિલિપ સોલંકી અને ગ્રામજનોએ તલાટીની બદલી કરવા અને તેમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, તલાટી ગૌરાંગે ગત તારીખ 29 જુલાઈ, 2025ના રોજ ગ્રામ પંચાયત ખાતે સરપંચ સાથે અસભ્ય વર્તન કર્યું હતું. તેમણે પંચાયતની કચેરીને પોતાના ઘરેથી લાવેલા તાળા વડે બંધ કરી દીધી હતી. વધુમાં, તેમણે સરપંચના સિક્કા પણ લઈ લીધા હતા અને અરજદારોને કચેરીની બહાર કાઢી મૂક્યા હતા. સરપંચે આરોપ લગાવ્યો છે કે, તલાટી નિયમિત સમયસર કચેરીમાં આવતા નથી, જેના કારણે ગ્રામજનોના અને વિકાસના અનેક કામો અટવાયા છે. સૈયદપુરા ગામના સામાજિક કાર્યકર મહેન્દ્ર તળપદાએ જણાવ્યું કે, તલાટી ગૌરાંગને પંચાયત ધારા મુજબના નિયમો અને કાયદાની કોઈ જાણકારી નથી. તેઓ પંચાયતમાં આવતા અરજદારો કે સરપંચને પણ ગણકારતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, તલાટી જાણે પોતાને ગામના કલેક્ટર સમજતા હોય તેવું વર્તન કરે છે. પંચાયતને તાળું મારવું, સરપંચના સિક્કા લઈ લેવા અને બાઈક પર ભાગી જવું - આવું વર્તન સ્વીકાર્ય નથી. તલાટીના આવા વર્તનને કારણે ગ્રામજનોના અનેક કામો અટવાયા છે. સરપંચ અને ગ્રામજનોએ આવેદનપત્રમાં તલાટીને "અભિમાની અને ઘમંડી" ગણાવ્યા છે અને તેમની વિરુદ્ધ કાયદાકીય તેમજ ખાતાકીય પગલાં લેવાની માગ કરી છે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow