'દુશ્મન કહી ભી હો, હોંક દિયા જાયેગા':મોદીએ કાનપુરિયા અંદાજમાં આતંકીઓને પડકાર ફેંક્યો; પહેલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમના પરિવારને મળી ભાવુક થયા
શુક્રવારે કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભા યોજી હતી. પોતાના 45 મિનિટના ભાષણમાં તેમણે આતંકવાદ વિશે જોરદાર સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે 'આપણી સેનાએ એવું પરાક્રમ કર્યું કે પાકિસ્તાની સેનાને યુદ્ધ બંધ કરવા માટે ભીખ માગવાની ફરજ પડી.' 'જો હું કાનપુરિયા અંદાજમાં કહું તો- દુશ્મન કહી ભી હો, હોંક દિયા જાયેગા. આપણા ભારતીય શસ્ત્રો અને બ્રહ્મોસ મિસાઇલોએ દુશ્મનનાં ઘરમાં ઘૂસીને વિનાશ વેર્યો છે. સેંકડો માઇલ અંદર જઈને આતંકવાદીઓનાં ઠેકાણાંનો નાશ કરવામાં આવ્યો હતો.' આ પહેલાં મોદી કાનપુર એરપોર્ટ પર શુભમ દ્વિવેદીના પરિવારને મળ્યા હતા. મોદી શુભમ દ્વિવેદીની પત્ની એશન્યા, માતા સીમા અને પિતા સંજય દ્વિવેદીને મળ્યા હતા. શુભમના કાકા મનોજ દ્વિવેદીએ જણાવ્યું હતું કે પરિવારને મળ્યા બાદ પીએમ ભાવુક થઈ ગયા હતા. જ્યારે એશન્યા અને શુભમના પિતાની આંખોમાંથી આંસુ નીકળી ગયાં ત્યારે પીએમએ તેમને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર બંધ થઈ ગયું, પણ એ સમાપ્ત થયું નથી. ભવિષ્યમાં પણ એ ચાલુ રહેશે. અમે ભવિષ્યમાં પણ તમને મળતા રહીશું. નરવાલ એસડીએમ શુભમના પરિવારને કાર દ્વારા ચકેરી એરપોર્ટ લઈ ગયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો... પીએમનું સંપૂર્ણ ભાષણ 4 મુદ્દામાં પીએમ મોદીના કાર્યક્રમનાં ક્ષણ-ક્ષણ અપડેટ્સ માટે, લાઇવ બ્લોગ જુઓ...

What's Your Reaction?






