IPL ફાઇનલના એક દિવસ પહેલાં કોહલીની મુશ્કેલી વધી:બેંગલુરુનાં One8 Commune પબ્સ અને રેસ્ટોરન્ટ્સ પર પોલીસની કાર્યવાહી; જાણો કયા આરોપમાં કેસ નોંધાયો?

IPL ફાઇનલ મેચના એક દિવસ પહેલાં વિરાટ કોહલી એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. કોહલીનાં બેંગલુરુ સ્થિત One8 Commune પબ્સ અને રેસ્ટોરન્ટ્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે. બેંગલુરુ પોલીસે ક્રિકેટર વિરાટ કોહલીનાં પબ્સ અને રેસ્ટોરન્ટ્સ સામે આ કાર્યવાહી કરી છે. પોલીસે કોહલીના One8 Commune પબ્સ અને રેસ્ટોરન્ટ્સ સામે કેસ નોંધ્યો છે, કારણ કે એમાં કોઈ સ્મોકિંગ ઝોન નથી. આ મામલે ક્રિકેટર કે રેસ્ટોરન્ટ્સ દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની ટીમ બેંગલુરુ IPLની ફાઇનલ મેચમાં પહોંચી ગઈ છે. ફાઇનલ મેચ 3 જૂને રમાશે, જ્યાં બેંગલુરુનો મુકાબલો શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની પંજાબ સામે થશે. આ દરમિયાન વિરાટ કોહલીની મુશ્કેલી વધી ગઈ છે. પબમાં નો-સ્મોકિંગ ઝોન નહોતો બેંગલુરુની કબ્બન પાર્ક પોલીસે એક ખાસ ઝુંબેશ દરમિયાન કુલ 5 બાર અને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરી છે, જેમાં વિરાટ કોહલીની માલિકીનાં One8 Commune પબ્સ અને રેસ્ટોરન્ટ્સનો પણ સમાવેશ થાય છે. પોલીસે શોધી કાઢ્યું કે પબમાં નો-સ્મોકિંગ ઝોન નહોતો, તેથી સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ (COTPA)ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ સુઓમોટો નોંધવામાં આવ્યો છે. મોડીરાત સુધી પબ ચાલુ પેટ્રોલિંગ પોલીસ ટીમને ફરિયાદ મળી હતી કે One8 Commune પબ મોડીરાત સુધી ખુલ્લું રહે છે, જ્યારે પોલીસ ટીમ 1:20 વાગ્યે પબ પર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે એ સમયે પણ પબ ગ્રાહકોને સેવા આપી રહ્યું હતું, જેના આધારે FIR નોંધવામાં આવી હતી. નિયમો તોડવા બદલ પબ સામે કાર્યવાહી કોહલીના પબ સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હોય એવું આ પહેલીવાર નથી. ગયા વર્ષે જુલાઈમાં One8 Commune પબ્સ અને રેસ્ટોરન્ટ્સ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જુલાઈ 2024માં One8 Commune પબના મેનેજર સામે બંધ થવાના સમયના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધવામાં આવી હતી. કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અનુસાર, કસ્તુરબા રોડ પર સ્થિત One8 Commune પબ 6 જુલાઈના રોજ બંધ થવાના સમય પછી સવારે 1:20 વાગ્યે ખુલ્લું હતું અને ગ્રાહકોને સેવા આપી રહ્યું હતું. દિલ્હી, મુંબઈ અને પુણેમાં પણ રેસ્ટોરન્ટની બ્રાન્ચ તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી One8 Communeનો માલિક છે. તેની બ્રાન્ચો દિલ્હી, મુંબઈ, પુણે, બેંગલુરુ, કોલકાતા, ગુરુગ્રામ જેવાં શહેરોમાં છે. આ રેસ્ટોરન્ટ ડિસેમ્બર 2023માં જ બેંગલુરુમાં ખોલવામાં આવી હતી. પબ સામેની કાર્યવાહીના આ સમાચાર પણ વાંચો... કોહલીના પબ પર બેંગલુરુ પોલીસની કાર્યવાહી: મોડીરાત સુધી એને ખુલ્લું રાખવા બદલ FIR નોંધાઈ; લાઉડ મ્યુઝિક વગાડવાની પણ ફરિયાદ થઈ 11 મહિના પહેલાં કર્ણાટકની બેંગલુરુ પોલીસે મોડીરાત સુધી પબ ચાલુ રાખવા સામે કાર્યવાહી કરી હતી. ઘણા પબના મેનેજમેન્ટ સામે FIR નોંધવામાં આવી હતી. ક્રિકેટર વિરાટ કોહલીની માલિકીનું એક પબ પણ એમાં સામેલ હતું. સંપૂર્ણ સમાચાર વાંચો...

Jun 3, 2025 - 17:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow