ગુજરાત રાજ્યના ફિલ્મ એવોર્ડ્સ જાહેર:'કર્મ', 'શુભયાત્રા', 'કચ્છ એક્સપ્રેસ', 'બચુભાઈ' જેવી ફિલ્મોએ બાજી મારી

ગુજરાત સરકાર દ્વારા ફિલ્મ એવોર્ડ્સ 2023ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ કલાકારોને વિવિધ 46 કેટેગરી પૈકી 40 કેટેગરીમાં રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ્સ આપવામાં આવે છે. બેસ્ટ ફિલ્મમાં 'કર્મ', બેસ્ટ ફેમસ ફિલ્મમાં 'શુભયાત્રા'એ બાજી મારી છે. હીરો અને હિરોઈનની વાત કરવામાં આવે તો, બેસ્ટ એક્ટરનો એવોર્ડ ચેતનકુમાર ધાનાની (ફિલ્મ:કર્મ) અને બેસ્ટ એક્ટ્રેસ બ્રિન્દા ત્રિવેદી (ફિલ્મ:કર્મ)ને મળ્યો છે. આ તબક્કે ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મ માટે શ્રેષ્ઠ પટકથા લેખક તરીકેનો પુરસ્કાર મેળવનારા યુવા લેખક રામ મોરીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આ એવોર્ડ માટેનો સંપૂર્ણ શ્રેય હું અમારા ડિરેક્ટર વિરલ શાહ અને નિર્માતાઓ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલને આપીશ. તેમણે મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા માટે સંપૂર્ણ ફ્રીડમ આપી હતી. મારી સામે ચેલેન્જ એ પણ હતી કે મારે કચ્છની પૃષ્ઠભૂમાં આકાર લેતી ફિલ્મ લખવાની હતી, કચ્છી ફિલ્મ નહીં. મને આનંદ છે કે હું આ કામ સુપેરે પાર પાડી શક્યો. આ ફિલ્મ લખવા માટે મને મારું સાહિત્યનું બેકગ્રાઉન્ડ ખાસ્સું ઉપયોગી નીવડ્યું. મારા માટે આ સાહિત્ય અને સિનેમાનો સંગમ છે. હું આ એવોર્ડથી ખૂબ જ ખુશ છું. આ લિસ્ટમાં મનીષ સૈનીનું નામ પણ સામેલ છે. ગુજરાતના ફેમસ ડિરેક્ટર-પ્રોડ્યુસર મનીષ સૈનીને 'શુભયાત્રા' માટે બેસ્ટ ફેમસ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જેને હાલમાં જાહેરાત થયેલા 71માં નેશનલ એવોર્ડ્સમાં પણ 'ગિદ્ધ ધ સ્કેવેન્જર' માટે બેસ્ટ શોર્ટ નોન ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. કઈ ફિલ્મને કેટલા એવોર્ડ્સ મળ્યાં? ઉલ્લેખનીય છે કે, થોડા જ દિવસો પહેલા 71માં નેશનલ એવોર્ડ્સની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જાનકી બોડીવાલા સ્ટારર ‘વશ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો અને એક્ટ્રેસને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. શાહરુખ ખાનને ફિલ્મ 'જવાન' માટે અને વિક્રાંત મેસીને '12th ફેલ' માટે સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાની મુખર્જીને ફિલ્મ 'મિસેઝ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે શ્રેષ્ઠ એક્ટ્રેસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Aug 8, 2025 - 07:06
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow