'તું પણ લાચાર છે અને હું પણ દીકરા':સિદ્ધુ મૂસેવાલાના પિતાનું દર્દ છલકાયું, કહ્યું- 'સત્યનો માર્ગ હવે પગમાં દુખાવો કરાવી રહ્યો છે'
દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહનું દુઃખ ફરી એકવાર બહાર આવ્યું છે. બલકૌર સિંહે સોશિયલ મીડિયા પર મૂસેવાલાની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ તેમની પ્રતિમાની મૂછે વળ આપી રહ્યા છે. તેમણે વાતવાતમાં ઘણા લોકો પર નિશાન સાધ્યું છે. તેમજ સોશિયલ મીડિયા પર દીકરા સિદ્ધુ મૂસેવાલાને લખેલો એક પત્ર પણ શેર કર્યો છે. બલકૌર સિંહે પત્રમાં લખ્યું, 'સાંભળ દીકરા, આજે હું ફરી તારી પાસે આવ્યો છું. હું તને કહેતો હતો કે દીકરા, ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય તો પણ સત્યના માર્ગ પર ચાલ. હું હજુ પણ એ જ માર્ગ પર ચાલી રહ્યો છું. બસ હવે તે રસ્તો પગના નિશાનોને ખૂબ પીડા આપી રહ્યા છે. તને અકાલ પુરખ (ભગવાન)ને સોંપ્યા પછી, મારી પાસે ફક્ત તારી મહેનત અને તારો માનમરતબો જ બાકી રહ્યો હતો. જે મારા જીવન જીવવાનું સાધન હતું, પરંતુ સમયને આ પણ મંજૂર નહોતું.' તેમણે આગળ લખ્યું, 'તારા અધૂરા અને કેટલાક પૂરા થયેલાં કાર્યો, જેમને તારા જેવી જ રીતે રજૂ કરવાના હતા. એ ઉપરાંત તારા કેટલાક હિસ્સા પર મારો કોઈ હક માનતું નથી અને દીકરા, કોઈ મારી વાત સાંભળવાવાળું પણ નથી. હું ઈચ્છું છું કે, દીકરા, જે તારું છે, તે તારા પછી તારા માટે જીવંત રહે, પણ હવે ત્યાં ન તો તારું નામ લાગે છે અને ન તો અમારો હક.' 'જે સન્માન, જે કદર અને જે વિશ્વાસ મેં તારા પછી તારા પર કર્યો હતો, તે એ જ રીતે જળવાઈ રહ્યો નથી દીકરા, અને આ દુઃખ તારા ગયા જેટલું જ દુઃખદાયક છે. મને ખબર છે કે તું બોલી નથી શકતો પણ તું મને સાંભળી રહ્યો છે. સમજી રહ્યો છે. તું પણ લાચાર છે અને હું પણ દીકરા. શુભદીપ દીકરા, તું અમને કઈ જવાબદારીઓમાં મૂકી ગયો છે?' 3 વર્ષ પહેલા હત્યા થઈ હતી સિદ્ધુ મૂસેવાલાની હત્યા 29 મે, 2022ના રોજ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામમાં થઈ હતી. તે બે મિત્રો સાથે તેની થાર કારમાં જઈ રહ્યો હતો, ત્યારે હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો. હુમલાખોરોમાં 6 શૂટર્સનો સમાવેશ થાય છે, જે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના હતા. આ હત્યાનું આયોજન કેનેડાના ગોલ્ડી બ્રારે કર્યું હતું, જેમાં લોરેન્સનો ભાઈ અનમોલ અને ભત્રીજો સચિન થાપન પણ સામેલ હતા.

What's Your Reaction?






