દેવપગલી અમદાવાદના નિકોલમાં ગરબાની ધૂમ મચાવશે:વસાણી ફાર્મમાં રંગ રાત્રિ પ્રોગ્રામનું આયોજન, દસ દિવસના પાસની કિંમત 999 રૂપિયા
આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે નિકોલના વસાણી ફાર્મમાં સિંગર દેવપગલી પોતાના પગલી બેન્ડ સાથે ધમાલ મચાવશે. પગલી બેન્ડમાં સાક્ષી કાસ્ટા, કાજલ પંડ્યા તથા દીપક બારોટના સથવારે 10 દિવસ સુધી ધમાલ મચાવશે.વસાણી ફાર્મમાં રંગ રાત્રીથી ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. શોના પાસની કિંમત શરૂઆતમાં 10 દિવસની 999 રૂપિયા છે અને પાસ વેચાવાના શરૂ પણ થઈ ગયા છે. આ પ્રસંગે દેવ પગલીએ કહ્યું હતું કે ગરબા રાતના નવ વાગ્યે શરૂ થઈ જશે અને દસે દસ દિવસ તેઓ આગવી સ્ટાઇલમાં ખૈલેયાઓને ગરબાના તાલે રમાડશે.

What's Your Reaction?






