અંકિતા લોખંડેની કામવાળીની દીકરી બે દિવસથી ગુમ:એક્ટ્રેસ અને તેના પતિએ મુંબઈ પોલીસ, લોકોને મદદ કરવા અપીલ કરી, કહ્યું- 'તે અમારો પરિવાર છે'

ટીવીના પોપ્યુલર કપલ અંકિતા લોખંડે અને વિક્કી જૈનની કામવાળીની દીકરી અને તેની બહેનપણી ત્રણ દિવસથી ગુમ છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારે એક્ટ્રેસ અને તેના પતિએ સોશિયલ મીડિયા પર બંને છોકરીઓના ફોટો શેર કરીને મુંબઈ પોલીસ અને યુઝર્સને આ મુદ્દે મદદ કરવા અપીલ કરી છે. 'પવિત્ર રિશ્તા' ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડેના કામવાળા બહેનની દીકરી ગુમ થઈ ગઈ છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી સમગ્ર બનાવ વિશે માહિતી આપી છે. એક્ટ્રેસે બે છોકરીઓનો ફોટો શેર કરીને લખ્યું છે, 'અમારી હેલ્પર કાંતાની દીકરી અને તેની બહેનપણી, સલોની અને નેહા, 31 જુલાઈના રોજ સવારે 10 વાગ્યાથી ગુમ છે. બંનેને છેલ્લે વકોલા વિસ્તાર પાસે જોવામાં આવ્યાં હતાં. માલવાની પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે, પણ હજુ સુધી તેમની કોઈ જાણકારી મળી નથી.' સાથે જ એક્ટ્રેસે એફઆઈઆરનો ફોટો પણ શેર કર્યો છે. અંકિતાએ ચિંતિત થઈને લખ્યું, 'તેઓ ન માત્ર અમારા ઘરનો ભાગ છે, પણ પરિવાર છે. અમે ખૂબ જ પરેશાન છીએ. ખાસ મુંબઈ પોલીસ અને મુંબઈના લોકોને અપીલ કરીએ છીએ કે, આ સમાચારને ફેલાવવામાં અમારી મદદ કરો અને કોઈપણ રીતે બંનેને સુરક્ષિત રીતે ઘરે પાછી પહોંચાડવામાં મદદ કરો. જો કોઈએ કંઈ જોયું કે સાંભળ્યું હોય તો, તાત્કાલિક સંપર્ક કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપો. તમારો સહયોગ અને પ્રાર્થના આ સમયે વધુ મહત્વ ધરાવે છે.' અંકિતાએ મુંબઈ પોલીસની સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર સહિતના અન્ય લોકોને ટેગ કરીને મદદ માંગી છે. કપલ 'લાફ્ટરશેફ'માં જોવા મળ્યું હતું અંકિતા અને વિક્કી કલર્સ ટીવી પર આવતા કુકિંગ-કોમેડી રિયાલિટી શો 'લાફ્ટરશેફ'ની બંને સિઝનમાં જોવા મળ્યાં હતાં. શોને કોમેડિયન ભારતી સિંહે હોસ્ટ કર્યો હતો. શોમાં કોમેડિયન કૃષ્ણા અભિષેક પત્ની કાશ્મિરા સાથે જોવા મળ્યો હતો. ઉપરાંત કોમેડિયન સુદેશ લેહરી, એક્ટ્રેસ નિયા શર્મા, રુબિના દિલૈક, રિમ, જન્નત, એક્ટર અલી ગોની, કરણ કુંદ્રા, અર્જુન બીજલાની, સિંગર રાહુલ વૈદ્ય સહિતના કલાકારો જોવા મળ્યાં હતાં.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow