11 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી પંજાબ:મુંબઈને 5 વિકેટે હરાવ્યું; કેપ્ટન અય્યરની જબરદસ્ત ઇનિંગ, 87 રન ફટકાર્યા; હવે RCB સામે ટાઇટલ મેચ રમશે

IPL 2025ના ક્વોલિફાયર-2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું. આ સાથે, ટીમ 11 વર્ષ પછી IPLના ફાઈનલમાં પ્રવેશ કરી છે. અગાઉ, ટીમે 2014 સીઝનની ટાઇટલ મેચ રમી હતી. હવે ફાઈનલ 3 જૂને અમદાવાદમાં પંજાબ અને બેંગલુરુ વચ્ચે રમાશે. રવિવારે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબે 19 ઓવરમાં 204 રનના ટાર્ગેટને ચેઝ કર્યો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય તરફ દોરી. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રેયસ ઉપરાંત, નેહલ વાઢેરાએ 48 અને જોશ ઇંગ્લિસે 38 રન બનાવ્યા. MI માટે અશ્વની કુમારે બે વિકેટ લીધી. ટૉસ હારતા બેટિંગ કરતા મુંબઈ તરફથી તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 44-44 રનની ઇનિંગ રમી. જોની બેયરસ્ટોએ 38 રન બનાવ્યા. પંજાબ તરફથી અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​2 વિકેટ મેળવી. ત્રણ ટીમને ફાઈનલમાં લઈ જનાર પહેલો કેપ્ટન અય્યર બન્યો શ્રેયસ અય્યર ત્રણ અલગ-અલગ ટીમને ફાઈનલમાં પહોંચાડનાર પહેલો કેપ્ટન બન્યો છે. તેણે 2020માં દિલ્હીની કેપ્ટનશિપ કરતા ફાઈનલમાં પહોંચાડ્યું હતું. ત્યારપછી ગયા વર્ષે 2024માં કોલકાતાને ફાઈનલમાં પહોંચાડ્યું હતું; સાથે જ ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. હવે પંજાબને 11 વર્ષે ફાઈનલમાં પહોંચાડ્યું છે. એક તસવીર, બે ઇમોશન

Jun 2, 2025 - 03:47
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow