વિસાવદર અને ધારી પંથકમાં ધોધમાર વરસાદ:ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો પાણીથી તરબોળ, આજે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, 9 જૂનથી જોર ઘટશે
હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 9 જૂનથી વરસાદનું જોર ઘટશે. પવન દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફથી ફૂંકાશે. ત્યારે આજે વિસાવદર અને ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે. આ ઉપરાંત ગોંડલ અને કોટડા સાંગાણી પંથકમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. આજે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે આજે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે આ જિલ્લામાં વરસાદની આગાહી આવતીકાલે એટલે કે 7 જૂનના રોજ પણ દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

What's Your Reaction?






