જયરાજસિંહના ઈશારે પોલીસનું નિખિલ દોંગા વિરુદ્ધ ષડ્યંત્ર:બન્ની ગજેરાકેસને લઈ પીયૂષ રાદડિયાના આક્ષેપ, કહ્યું- હેરાનગતિ સામે સરકાર-હાઇકોર્ટમાં રજૂઆત કરીશું

રાજકોટમાં યુટ્યૂબર બન્ની ગજેરા ઉર્ફે ભાવિન ગજેરા વિરુદ્ધ નોંધાયેલા અલગ અલગ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન પીયૂષ રાદડિયા ઉપરાંત મુખ્ય સૂત્રધાર તરીકે ગુજસીટોકના ગુનામાં જામીન પર મુક્ત નિખિલ દોંગાનું નામ ખુલવા પામ્યું છે. જેને લઈ પોલીસ દ્વારા નિખિલ દોંગાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. નિખિલ દોંગા બન્ની ગજેરાને આર્થિક રીતે મદદ કરતો હોવાનું અને બન્ની ગજેરાને રૂપિયા આપી વીડિયો બનાવવા પ્રોત્સાહિત કરતો હોવાનું સામે આવતા બન્ની વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસમાં નિખિલ દોંગા હાલ ફરાર છે. ત્યારે દિવ્ય ભાસ્કરે આ જ કેસમાં પોલીસે અગાઉ જેની ધરપકડ કરી તેવા પીયૂષ રાદડિયાની મુલાકાત કરી હતી અને ખાસ વાતચીત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે બન્ની ગજેરાને અને નિખિલ દોંગાને કોઈ પણ પ્રકારના સંબંધો હોય તેવું મારા ધ્યાનમાં નથી પરંતુ ખોટી રીતે મને અને નિખિલ દોંગાને ફસાવવા માટેનું ષડ્યંત્ર છે અને આ કાવતરું પોલીસ રાજકીય આગેવાન જયરાજસિંહ અને અલ્પેશના ઈશારે કરી રહી છે. ‘બન્ની ગજેરા પહેલાંથી વીડિયો બનાવતો હતો’ પીયૂષ રાદડિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે મારા એક સાથી મિત્ર હતા. તેમને મારી ઓળખાણ બન્ની ગજેરા સાથે કરાવી હતી. બન્ની ગજેરા પહેલાથી જ વીડિયો બનાવતો હતો દરમિયાન તેમને ત્યાં પોલીસ ગઈ હતી. બન્ની વિરુદ્ધ કોઈએ અરજી કરી હતી જેના અનુસંધાને પોલીસ ત્યાં ગઈ હતી. બન્નીને અલ્પેશ ઢોલરિયા ઉપર શંકા હતી. બન્નીને કાયદાકીય મદદ મળી રહે તે માટે હું એડવોકેટ લઈને ત્યાં પહોંચ્યો હતો ત્યારથી બન્ની ગજેરા સાથે મારો સંપર્ક થયેલો હતો. ‘રૂપિયાની આવક થાય એ માટે વીડિયો બનાવતો હતો’ બન્ની ગજેરા એમ નેમ વીડિયો બનાવતો હોય છે સેલિબ્રિટીના વીડિયો બનાવે છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પણ વીડિયો બનાવે છે એટલે એમને કોઈ સપોર્ટ કરતો હોય તેવું હું નથી માનતો. વીડિયોના માધ્યમથી એને રૂપિયાની આવક થાય છે એટલે એ વીડિયો બનાવતો હોય છે. ‘નિખિલ દોંગાનું નામ ખોલાવવા માટે જ મને ખોટી રીતે આ બધા કેસમાં સંડોવ્યો’ તેમને વધુમાં જણાવ્યું હતું કે હાલમાં મારા ધ્યાનમાં કહી નથી, કારણ કે ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે એને લઈને આવ્યા ત્યારે એક વખત પોલીસે બન્નીને મારી સામે બેસાડ્યો હતો. આ પછી અમારે કોઈ સંપર્ક થયો નથી. જે દિવસે મારી તબિયત લથડી હતી ત્યારપછી સરકારી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ બીજા જ દિવસથી હું કહેતો આવું છું કે, આખું કાવતરું ગોંડલના રાજકીય આગેવાન જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરીયા, અને એમના મળતિયાઓ દ્વારા જ રાજકોટ જિલ્લા પોલીસવડા, એલસીબી પોલીસને સાથે રાખી એક ષડ્યંત્રના ભાગ રૂપે નિખિલ દોંગાનું નામ ખોલાવવા માટે જ મને ખોટી રીતે આ બધા કેસમાં સંડોવવામાં આવ્યો હતો. ‘અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ મને સંડોવી દેવો હતો’ રીબડાના અમિત ખુંટ નામના યુવાનના આત્મહત્યા કેસમાં પણ મને સંડોવી દેવો હતો. એમાં પણ મને નોટિસ આપી હતી એમાં મારા વિરુદ્ધ કશું ન મળ્યું એટલે ખોટી રીતે આ કેસમાં મારુ નામ ખોલી દીધું છે. ‘ખોટી રીતે નિખિલ દોંગાને સંડોવી રહ્યા છે’ નિખિલ દોંગા અને બન્ની ગજેરાને સંબંધ હોય તેવું મારા ધ્યાનમાં ક્યારે પણ આવ્યું નથી. મને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન લઇ ગયા ત્યારે મેં મારુ નિવેદન લખાવતા સમયે પોલીસના કોમ્પ્યુટરમાં બન્ની ગજેરાનું નિવેદન જોયું હતું. બન્ની ગજેરાના નિવેદનમાં એવું લખેલું હતું કે, પીયૂષ રાદડિયા અને એડવોકેટ દિનેશ પાતર બન્ને નિખિલ દોંગાના માણસો છે નિખિલ દોંગાના કહેવાથી વીડિયો બનાવ્યા છે. એટલે કાવતરું ઘડી બન્ની ગજેરા પાસે નામ લખાવડાવી ખોટી રીતે નિખિલ દોંગાની સંડોવણી બતાવવામાં આવી રહી છે. ‘મારી ગેરહાજરીમાં મારાં પરિવારજનોને પણ હેરાન કરે છે’ નિખિલ દોંગા અને દિનેશ પાતરને ફસાવવાનું આ આખું કાવતરું છે. આટલી બધી ફરિયાદો મેં કરી છે, કોર્ટમાં પણ ફરિયાદ અરજી કરી છે આગામી દિવસોમાં હું હાઇકોર્ટમાં પણ ફરિયાદ અરજી કરવાનો છું. આટલું થવા છતાં ગોંડલ તાલુકાની પોલીસ અટકતી નથી. પોલીસ મારા મિત્રોને પણ કોઈ રીતે હેરાન કરી રહી છે. મારી ગેરહાજરીમાં મારા પરિવારજનોને પણ હેરાન કરે છે અને રાત્રે જ નોટિસ આપવા પહોંચે છે. ‘હેરાનગતિ બંધ નહીં કરે તો પાટીદાર સંસ્થાનો સાથ લઈશું’ હેરાનગતિ બંધ નથી થતી પણ આગામી દિવસોમાં સરકારને પણ રજૂઆત કરીશું. અમને હેરાન કરવાનું બંધ નહિં કરે તો પાસ, SPG સહિત તમામ પાટીદાર સંસ્થા તેમજ આગેવાનોને સાથે લઇ ચાલશું અને અમને ન્યાય નહિ મળે તો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચીશું અને અનામત આંદોલન જેવું આંદોલન કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. આ પણ વાંચો: જિગીષા-બન્નીની કથિત ઓડિયો મામલે ખોડલધામ સામે આવ્યું ‘રાત્રે પોલીસ મારી ઘરે આવે છે પણ અમે દબાવવાના નથી’ મારા વોઇસ સેમ્પલ લેવા, મારા ફોન 30-30 કલાક ચેક કરવા લેવા, આમ ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે. માત્રને માત્ર અમને હેરાન કરવા માટે પોલીસ કામ કરી રહી છે. મેં કોર્ટમાં અરજી કરી છે એટલે હવે મને દબાવવા માટે પ્રયત્ન કરી મને નોટિસ મોકલવામાં આવે છે. રાત્રે પોલીસ મારી ઘરે આવે છે પણ પોલીસ કાન ખોલીને સાંભળી લે અમે દબાવવાના નથી અમને કોર્ટના માધ્યમથી ન્યાય મળશે મળશે અને મળશે જ. બન્ની વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ઉલ્લેખનીય છે બન્ની ગજેરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં, ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એક સાથે તારીખ 15.05.2025ના રોજ અલગ અલગ ફરિયાદ નોંધાવામાં આવી છે. આ પછી 20.05.2025ના રોજ ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી એક ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભરતભાઇ લાલજીભાઇ ઢોલરિયાએ ફરીયાદ નોંધાવી જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, બન્ની એમના પરિવારની સ્ત્રીઓ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી વીડિયો વાઇરલ કર્યા છે. 2021ના કેસમાં અમરાઈવાડી પોલીસે બન્નીની અટકાયત કરી બન્ની ગજેરાને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા બાદ ગઇકાલે(5 જૂન) ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલ ગુનામાં પોલીસે તેની અટકાયત કરી હતી. જે બાદ અમદાવાદના અમરાઈ

Jun 6, 2025 - 20:21
 0
જયરાજસિંહના ઈશારે પોલીસનું નિખિલ દોંગા વિરુદ્ધ ષડ્યંત્ર:બન્ની ગજેરાકેસને લઈ પીયૂષ રાદડિયાના આક્ષેપ, કહ્યું- હેરાનગતિ સામે સરકાર-હાઇકોર્ટમાં રજૂઆત કરીશું
રાજકોટમાં યુટ્યૂબર બન્ની ગજેરા ઉર્ફે ભાવિન ગજેરા વિરુદ્ધ નોંધાયેલા અલગ અલગ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન પીયૂષ રાદડિયા ઉપરાંત મુખ્ય સૂત્રધાર તરીકે ગુજસીટોકના ગુનામાં જામીન પર મુક્ત નિખિલ દોંગાનું નામ ખુલવા પામ્યું છે. જેને લઈ પોલીસ દ્વારા નિખિલ દોંગાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. નિખિલ દોંગા બન્ની ગજેરાને આર્થિક રીતે મદદ કરતો હોવાનું અને બન્ની ગજેરાને રૂપિયા આપી વીડિયો બનાવવા પ્રોત્સાહિત કરતો હોવાનું સામે આવતા બન્ની વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસમાં નિખિલ દોંગા હાલ ફરાર છે. ત્યારે દિવ્ય ભાસ્કરે આ જ કેસમાં પોલીસે અગાઉ જેની ધરપકડ કરી તેવા પીયૂષ રાદડિયાની મુલાકાત કરી હતી અને ખાસ વાતચીત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે બન્ની ગજેરાને અને નિખિલ દોંગાને કોઈ પણ પ્રકારના સંબંધો હોય તેવું મારા ધ્યાનમાં નથી પરંતુ ખોટી રીતે મને અને નિખિલ દોંગાને ફસાવવા માટેનું ષડ્યંત્ર છે અને આ કાવતરું પોલીસ રાજકીય આગેવાન જયરાજસિંહ અને અલ્પેશના ઈશારે કરી રહી છે. ‘બન્ની ગજેરા પહેલાંથી વીડિયો બનાવતો હતો’ પીયૂષ રાદડિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે મારા એક સાથી મિત્ર હતા. તેમને મારી ઓળખાણ બન્ની ગજેરા સાથે કરાવી હતી. બન્ની ગજેરા પહેલાથી જ વીડિયો બનાવતો હતો દરમિયાન તેમને ત્યાં પોલીસ ગઈ હતી. બન્ની વિરુદ્ધ કોઈએ અરજી કરી હતી જેના અનુસંધાને પોલીસ ત્યાં ગઈ હતી. બન્નીને અલ્પેશ ઢોલરિયા ઉપર શંકા હતી. બન્નીને કાયદાકીય મદદ મળી રહે તે માટે હું એડવોકેટ લઈને ત્યાં પહોંચ્યો હતો ત્યારથી બન્ની ગજેરા સાથે મારો સંપર્ક થયેલો હતો. ‘રૂપિયાની આવક થાય એ માટે વીડિયો બનાવતો હતો’ બન્ની ગજેરા એમ નેમ વીડિયો બનાવતો હોય છે સેલિબ્રિટીના વીડિયો બનાવે છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પણ વીડિયો બનાવે છે એટલે એમને કોઈ સપોર્ટ કરતો હોય તેવું હું નથી માનતો. વીડિયોના માધ્યમથી એને રૂપિયાની આવક થાય છે એટલે એ વીડિયો બનાવતો હોય છે. ‘નિખિલ દોંગાનું નામ ખોલાવવા માટે જ મને ખોટી રીતે આ બધા કેસમાં સંડોવ્યો’ તેમને વધુમાં જણાવ્યું હતું કે હાલમાં મારા ધ્યાનમાં કહી નથી, કારણ કે ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે એને લઈને આવ્યા ત્યારે એક વખત પોલીસે બન્નીને મારી સામે બેસાડ્યો હતો. આ પછી અમારે કોઈ સંપર્ક થયો નથી. જે દિવસે મારી તબિયત લથડી હતી ત્યારપછી સરકારી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ બીજા જ દિવસથી હું કહેતો આવું છું કે, આખું કાવતરું ગોંડલના રાજકીય આગેવાન જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરીયા, અને એમના મળતિયાઓ દ્વારા જ રાજકોટ જિલ્લા પોલીસવડા, એલસીબી પોલીસને સાથે રાખી એક ષડ્યંત્રના ભાગ રૂપે નિખિલ દોંગાનું નામ ખોલાવવા માટે જ મને ખોટી રીતે આ બધા કેસમાં સંડોવવામાં આવ્યો હતો. ‘અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ મને સંડોવી દેવો હતો’ રીબડાના અમિત ખુંટ નામના યુવાનના આત્મહત્યા કેસમાં પણ મને સંડોવી દેવો હતો. એમાં પણ મને નોટિસ આપી હતી એમાં મારા વિરુદ્ધ કશું ન મળ્યું એટલે ખોટી રીતે આ કેસમાં મારુ નામ ખોલી દીધું છે. ‘ખોટી રીતે નિખિલ દોંગાને સંડોવી રહ્યા છે’ નિખિલ દોંગા અને બન્ની ગજેરાને સંબંધ હોય તેવું મારા ધ્યાનમાં ક્યારે પણ આવ્યું નથી. મને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન લઇ ગયા ત્યારે મેં મારુ નિવેદન લખાવતા સમયે પોલીસના કોમ્પ્યુટરમાં બન્ની ગજેરાનું નિવેદન જોયું હતું. બન્ની ગજેરાના નિવેદનમાં એવું લખેલું હતું કે, પીયૂષ રાદડિયા અને એડવોકેટ દિનેશ પાતર બન્ને નિખિલ દોંગાના માણસો છે નિખિલ દોંગાના કહેવાથી વીડિયો બનાવ્યા છે. એટલે કાવતરું ઘડી બન્ની ગજેરા પાસે નામ લખાવડાવી ખોટી રીતે નિખિલ દોંગાની સંડોવણી બતાવવામાં આવી રહી છે. ‘મારી ગેરહાજરીમાં મારાં પરિવારજનોને પણ હેરાન કરે છે’ નિખિલ દોંગા અને દિનેશ પાતરને ફસાવવાનું આ આખું કાવતરું છે. આટલી બધી ફરિયાદો મેં કરી છે, કોર્ટમાં પણ ફરિયાદ અરજી કરી છે આગામી દિવસોમાં હું હાઇકોર્ટમાં પણ ફરિયાદ અરજી કરવાનો છું. આટલું થવા છતાં ગોંડલ તાલુકાની પોલીસ અટકતી નથી. પોલીસ મારા મિત્રોને પણ કોઈ રીતે હેરાન કરી રહી છે. મારી ગેરહાજરીમાં મારા પરિવારજનોને પણ હેરાન કરે છે અને રાત્રે જ નોટિસ આપવા પહોંચે છે. ‘હેરાનગતિ બંધ નહીં કરે તો પાટીદાર સંસ્થાનો સાથ લઈશું’ હેરાનગતિ બંધ નથી થતી પણ આગામી દિવસોમાં સરકારને પણ રજૂઆત કરીશું. અમને હેરાન કરવાનું બંધ નહિં કરે તો પાસ, SPG સહિત તમામ પાટીદાર સંસ્થા તેમજ આગેવાનોને સાથે લઇ ચાલશું અને અમને ન્યાય નહિ મળે તો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચીશું અને અનામત આંદોલન જેવું આંદોલન કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. આ પણ વાંચો: જિગીષા-બન્નીની કથિત ઓડિયો મામલે ખોડલધામ સામે આવ્યું ‘રાત્રે પોલીસ મારી ઘરે આવે છે પણ અમે દબાવવાના નથી’ મારા વોઇસ સેમ્પલ લેવા, મારા ફોન 30-30 કલાક ચેક કરવા લેવા, આમ ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે. માત્રને માત્ર અમને હેરાન કરવા માટે પોલીસ કામ કરી રહી છે. મેં કોર્ટમાં અરજી કરી છે એટલે હવે મને દબાવવા માટે પ્રયત્ન કરી મને નોટિસ મોકલવામાં આવે છે. રાત્રે પોલીસ મારી ઘરે આવે છે પણ પોલીસ કાન ખોલીને સાંભળી લે અમે દબાવવાના નથી અમને કોર્ટના માધ્યમથી ન્યાય મળશે મળશે અને મળશે જ. બન્ની વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ઉલ્લેખનીય છે બન્ની ગજેરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં, ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એક સાથે તારીખ 15.05.2025ના રોજ અલગ અલગ ફરિયાદ નોંધાવામાં આવી છે. આ પછી 20.05.2025ના રોજ ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી એક ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભરતભાઇ લાલજીભાઇ ઢોલરિયાએ ફરીયાદ નોંધાવી જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, બન્ની એમના પરિવારની સ્ત્રીઓ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી વીડિયો વાઇરલ કર્યા છે. 2021ના કેસમાં અમરાઈવાડી પોલીસે બન્નીની અટકાયત કરી બન્ની ગજેરાને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા બાદ ગઇકાલે(5 જૂન) ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલ ગુનામાં પોલીસે તેની અટકાયત કરી હતી. જે બાદ અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં થયેલ 2021ના કેસમાં બિનજામીનલાયક ગુનામાં વોરંટ ઇસ્યુ થવા છતાં પોલીસ સમક્ષ હાજર થયેલ ન હોવાથી આ કેસમાં ગઈકાલે અમરાઈવાડી પોલીસે બન્નીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow