છૂટાછેડા પછી બાળક ઉદાસ રહે છે?:કૉ-પેરેન્ટિંગ મદદરૂપ થશે? નવો સંબંધ સ્વીકારવતા કેટલો સમય લાગે? રિલેશનશિપ એક્સપર્ટ પાસેથી જાણો તમામ જવાબ

પ્રશ્ન- હું નવી દિલ્હીમાં રહું છું. મારી ઉંમર 38 વર્ષની છે. પહેલા મારા અરેન્જ મેરેજ થયાં હતાં. હું એ લગ્નથી બિલકુલ ખુશ નહતી. લગ્નના થોડા મહિના પછી જ મારા પતિ સાથે મારે અવારનવાર ઝઘડા થતાં હતાં. લાંબા સમય સુધી સંબંધને સાચવતા સાચવતા મારી ધીરજ ખૂટી ગઈ અને પછી મેં છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા સમયે મારો દીકરો પાંચ વર્ષનો હતો. અત્યારે તે 10 વર્ષનો છે. છૂટાછેડા લીધા બાદ થોડા વર્ષો પછી મેં બીજા લગ્ન કર્યાં. મારા બીજા પતિ ખૂબ જ સારા છે પણ બીજા લગ્ન પછી મારો દીકરો ચૂપચાપ અને ઉદાસ રહેવા લાગ્યો છે. મને લાગે છે કે તે મારા નવા સંબંધથી ખુશ નથી. જોકે તે ખૂબ જ શાંત, ખૂબ જ વ્હાલો અને ખૂબ જ સારા દિલનો છે. પણ મને તેની ઉદાસી દેખાય છે. અમે બંને તેને કમ્ફર્ટેબલ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ. પણ તે એટલો ખુશ રહેતો નથી. આની અસર તેના અભ્યાસ પર પણ પડી રહી છે. મારા પહેલા પતિ સાથે મારા સારા સંબંધો નહોતા, પણ તે એક સારા પિતા હતા. મારો દીકરો તેના પિતા સાથે ખૂબ જ લગાવ ધરાવે છે. જોકે હું ક્યારેય મારા દીકરાને તેના પિતાને મળવાથી રોકતી નથી. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ જે વિકસી રહી છે, તેનો સામનો કરવા માટે મારે શું કરવું જોઈએ? નિષ્ણાત: ડૉ. અમિતા શ્રૃંગી, સાઇકોલોજિસ્ટ, ફેમિલી એન્ડ ચાઇલ્ડ કાઉન્સેલર, જયપુર જવાબ- તમારી ચિંતા વાજબી છે. શક્ય છે કે, દીકરો આ નવા સંબંધમાં અસહજ અનુભવી રહ્યો હોય. પરંતુ આ માટે, સૌ પ્રથમ તમારે એ સમજવાની જરૂર છે કે, બાળક જે ઉંમરે આ ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે, તે માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે ખૂબ જ સંવેદનશીલ તબક્કો છે. તમે કહ્યું હતું કે, પતિ-પત્ની તરીકે તમારા સંબંધો સારા નહોતા પરંતુ તે એક સારા પિતા હતા. કદાચ આ જ કારણ છે કે, બાળક તેના પિતા સાથે જોડાયેલું છે. તમારા છૂટાછેડા સમયે, બાળક ખૂબ નાનું હતું, તેથી તમને કોર્ટ તરફથી કસ્ટડી મળી ગઈ. ભલે બાળક તમારા પ્રત્યે એટલું જ લગાવ ધરાવે છે, છતાં પણ તેના પિતાથી અલગ થયા પછી તેના મનને દુઃખ પહોંચ્યું છે, તેને આઘાત લાગ્યો છે. પિતાથી અલગ થયા પછી બાળક 'સેન્સ ઓફ લોસ'થી પિડિત તે હજુ એટલો મોટો નથી થયો કે, પોતાની લાગણીઓ પર નિયંત્રણ મેળવી શકે. તેવામાં તમારો દીકરો 'સેન્સ ઓફ લોસ'માંથી પસાર થઈ રહ્યો છે. આ કોઈ પ્રિય વ્યક્તિ, વસ્તુ અથવા પરિસ્થિતિ ગુમાવ્યા પછી જે ભાવનાત્મક પીડા અને ઉદાસીની લાગણી છે. 'સેન્સ ઓફ લોસ'માં દુઃખ, ઉદાસી, ગુસ્સો, નિરાશા, એકલતા, અપરાધભાવ અને ચિંતા જેવી લાગણીઓનો અનુભવ થઈ શકે છે. કારણ કે બાળકોને પોતાના માતા-પિતા સાથે સૌથી વધુ અને પ્રાથમિક જોડાણ હોય છે, માટે તેઓ તેમાંથી બહાર નીકળી નથી શકતા. બાળકની લાગણીઓને સમજવી જરૂરી છે અહીં તમારે એ સમજવાની જરૂર છે કે, તેનું દુઃખ, તેનું ઉદાસ થવું અને એકલા રહેવું એ કોઈ વ્યક્તિ તેની સાથે ખરાબ વર્તન કરી રહ્યું હોવાથી કે તેની સાથે કોઈ દુખદ ઘટનાઓ બની રહી હોવાથી નથી. બલ્કે તે ડીપ 'સેન્સ ઓફ લોસ'માં છે. તે હજુ બાળક છે, જેથી તેની લાગણીઓને સમજવી અને તેને વ્યક્ત કરવી તેના માટે સરળ નથી. આવા સમયે બાળકની લાગણીઓ સાથે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ. બાળકને તેના પિતાથી અલગ ન કરો તમારા પ્રશ્ન પરથી એવું લાગે છે કે, તમે આ પરિસ્થિતિને સમજવા અને ઉકેલવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છો. આ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, બાળકને તેના પિતા પ્રત્યેના તેના લગાવ વિશે ક્યારેય પ્રશ્ન ન કરો. તેને ક્યારેય એવું ન કહો કે 'તે હવે તારા પિતા નથી', 'તારે હવે તેમને મળવાનું નથી', 'તે ખરાબ છે'. આવી કોઈ નકારાત્મક વાતો ન કહેવી જોઈએ, કારણ કે તે એક સારા પિતા છે. બાળક અને પિતાનો સંબંધ સુંદર હોય છે, તેથી બીજા કોઈએ તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. બાળકના બાયોલૉજિકલ પિતા સાથે મળીને કૉ-પેરેન્ટિંગ કરો બાળકના પિતા સાથે મળીને કૉ-પેરેન્ટિંગ કરવું જોઈએ. તેમને પણ તેમાં સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત, ત્રણેય સાથે મળીને કાઉન્સેલિંગ માટે થેરેપિસ્ટ પાસે પણ જઈ શકો છો. ઉપરાંત, બાયોલૉજિકલ પિતાને દીકરા સાથે થોડો વધુ સમય વિતાવવા માટે કહો. જરૂરી નથી કે તે દિવસમાં 24 કલાક તેની સાથે રહે પરંતુ તેને અઠવાડિયામાં એક કે બે વાર તેની સાથે વીકેન્ડ વિતાવવા માટે કહો. એકંદરે, સમજો કે બાળકના માતા-પિતા તેના પ્રાથમિક સંબંધો છે, તેથી તે બંને સાથે સ્વસ્થ સંબંધ હોવો જોઈએ. તો જ આ સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે. નવા પિતાએ આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ આ ઉપરાંત નવા પિતાએ બાળક સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. બાળકને પ્રેમ કરે અને તેની સંભાળ રાખવી જોઈએ પરંતુ જો બાળક તેની સાથે પિતા જેવો વ્યવહાર ન કરતું હોય, તો તેને 'પિતા' કહેવા માટે દબાણ ન કરો. બાળકને સંબંધ સમજવા માટે પૂરતો સમય આપો ઘણી વખત પુખ્ત વયના લોકો બાળક પર પોતાનો આઘાત (ટ્રોમા) અલગ અલગ સ્વરૂપે લાદી દે છે, જે તેમણે ન કરવું જોઈએ. તમે સમજદાર છો, તેથી તેને આ સંબંધ સમજવા માટે પૂરતો સમય આપો. શક્ય છે કે, સમય જતાં બંને વચ્ચેનો સંબંધ કુદરતી રીતે વિકસિત થાય. પરંતુ બાળક પર આ પરિવર્તન તરત જ ન લાદો. તેને એવું ન કહો કે, 'તે તારા પિતા નથી, હવે અમે બંને જ તારા માતા-પિતા છીએ'- બાળકને સમય આપો. જ્યારે બાળક દુઃખી હોય અથવા તેના પિતાને યાદ કરે, ત્યારે તેની લાગણીઓને અવગણશો નહીં, પરંતુ તેની લાગણીઓને સમજો. તેને કહો, 'હું સમજું છું, તું તારા પિતાને યાદ કરી રહ્યો છે.' તેનાથી તે તમારી સાથે ખૂલીને તેની લાગણીઓ શેર કરશે. અહીં કૉ-પેરેન્ટિંગ માટે ત્રણેય (માતા-પિતા અને નવા પિતા)ને સામેલ થવું જરૂરી છે. બાળકને તેના વાસ્તવિક પિતાથી અલગ ન રાખવું જોઈએ પરંતુ તેના સેન્સ ઓફ લોસને સંબોધિત કરવી જોઈએ. આ સાથે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. જેમ તમે કહ્યું હતું કે, બાળકનું આ વર્તન તેના અભ્યાસ પર પણ અસર કરી રહ્યું છે, તેથી આ વિશે સ્કૂલના ટીચર સાથે વાત કરો. શાળામાં તેનું વર્તન કેવું છે, શું તે તેના મિત્રોને મળે છે કે એકલો રહે છે. આ બાબતો વિશે માહિતી મેળવો. તેનાથી તમને બાળકની માનસિક સ્થિતિ વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે. જો જરૂર પડે તો, તમે કાઉન્સેલરની મદદ પણ લઈ શકો છો. અંતમાં, હું કહીશ કે, બાળક નવા સંબંધને ક્યારે અને કેવી રીતે

Jun 6, 2025 - 20:15
 0
છૂટાછેડા પછી બાળક ઉદાસ રહે છે?:કૉ-પેરેન્ટિંગ મદદરૂપ થશે? નવો સંબંધ સ્વીકારવતા કેટલો સમય લાગે? રિલેશનશિપ એક્સપર્ટ પાસેથી જાણો તમામ જવાબ
પ્રશ્ન- હું નવી દિલ્હીમાં રહું છું. મારી ઉંમર 38 વર્ષની છે. પહેલા મારા અરેન્જ મેરેજ થયાં હતાં. હું એ લગ્નથી બિલકુલ ખુશ નહતી. લગ્નના થોડા મહિના પછી જ મારા પતિ સાથે મારે અવારનવાર ઝઘડા થતાં હતાં. લાંબા સમય સુધી સંબંધને સાચવતા સાચવતા મારી ધીરજ ખૂટી ગઈ અને પછી મેં છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા સમયે મારો દીકરો પાંચ વર્ષનો હતો. અત્યારે તે 10 વર્ષનો છે. છૂટાછેડા લીધા બાદ થોડા વર્ષો પછી મેં બીજા લગ્ન કર્યાં. મારા બીજા પતિ ખૂબ જ સારા છે પણ બીજા લગ્ન પછી મારો દીકરો ચૂપચાપ અને ઉદાસ રહેવા લાગ્યો છે. મને લાગે છે કે તે મારા નવા સંબંધથી ખુશ નથી. જોકે તે ખૂબ જ શાંત, ખૂબ જ વ્હાલો અને ખૂબ જ સારા દિલનો છે. પણ મને તેની ઉદાસી દેખાય છે. અમે બંને તેને કમ્ફર્ટેબલ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ. પણ તે એટલો ખુશ રહેતો નથી. આની અસર તેના અભ્યાસ પર પણ પડી રહી છે. મારા પહેલા પતિ સાથે મારા સારા સંબંધો નહોતા, પણ તે એક સારા પિતા હતા. મારો દીકરો તેના પિતા સાથે ખૂબ જ લગાવ ધરાવે છે. જોકે હું ક્યારેય મારા દીકરાને તેના પિતાને મળવાથી રોકતી નથી. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ જે વિકસી રહી છે, તેનો સામનો કરવા માટે મારે શું કરવું જોઈએ? નિષ્ણાત: ડૉ. અમિતા શ્રૃંગી, સાઇકોલોજિસ્ટ, ફેમિલી એન્ડ ચાઇલ્ડ કાઉન્સેલર, જયપુર જવાબ- તમારી ચિંતા વાજબી છે. શક્ય છે કે, દીકરો આ નવા સંબંધમાં અસહજ અનુભવી રહ્યો હોય. પરંતુ આ માટે, સૌ પ્રથમ તમારે એ સમજવાની જરૂર છે કે, બાળક જે ઉંમરે આ ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે, તે માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે ખૂબ જ સંવેદનશીલ તબક્કો છે. તમે કહ્યું હતું કે, પતિ-પત્ની તરીકે તમારા સંબંધો સારા નહોતા પરંતુ તે એક સારા પિતા હતા. કદાચ આ જ કારણ છે કે, બાળક તેના પિતા સાથે જોડાયેલું છે. તમારા છૂટાછેડા સમયે, બાળક ખૂબ નાનું હતું, તેથી તમને કોર્ટ તરફથી કસ્ટડી મળી ગઈ. ભલે બાળક તમારા પ્રત્યે એટલું જ લગાવ ધરાવે છે, છતાં પણ તેના પિતાથી અલગ થયા પછી તેના મનને દુઃખ પહોંચ્યું છે, તેને આઘાત લાગ્યો છે. પિતાથી અલગ થયા પછી બાળક 'સેન્સ ઓફ લોસ'થી પિડિત તે હજુ એટલો મોટો નથી થયો કે, પોતાની લાગણીઓ પર નિયંત્રણ મેળવી શકે. તેવામાં તમારો દીકરો 'સેન્સ ઓફ લોસ'માંથી પસાર થઈ રહ્યો છે. આ કોઈ પ્રિય વ્યક્તિ, વસ્તુ અથવા પરિસ્થિતિ ગુમાવ્યા પછી જે ભાવનાત્મક પીડા અને ઉદાસીની લાગણી છે. 'સેન્સ ઓફ લોસ'માં દુઃખ, ઉદાસી, ગુસ્સો, નિરાશા, એકલતા, અપરાધભાવ અને ચિંતા જેવી લાગણીઓનો અનુભવ થઈ શકે છે. કારણ કે બાળકોને પોતાના માતા-પિતા સાથે સૌથી વધુ અને પ્રાથમિક જોડાણ હોય છે, માટે તેઓ તેમાંથી બહાર નીકળી નથી શકતા. બાળકની લાગણીઓને સમજવી જરૂરી છે અહીં તમારે એ સમજવાની જરૂર છે કે, તેનું દુઃખ, તેનું ઉદાસ થવું અને એકલા રહેવું એ કોઈ વ્યક્તિ તેની સાથે ખરાબ વર્તન કરી રહ્યું હોવાથી કે તેની સાથે કોઈ દુખદ ઘટનાઓ બની રહી હોવાથી નથી. બલ્કે તે ડીપ 'સેન્સ ઓફ લોસ'માં છે. તે હજુ બાળક છે, જેથી તેની લાગણીઓને સમજવી અને તેને વ્યક્ત કરવી તેના માટે સરળ નથી. આવા સમયે બાળકની લાગણીઓ સાથે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ. બાળકને તેના પિતાથી અલગ ન કરો તમારા પ્રશ્ન પરથી એવું લાગે છે કે, તમે આ પરિસ્થિતિને સમજવા અને ઉકેલવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છો. આ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, બાળકને તેના પિતા પ્રત્યેના તેના લગાવ વિશે ક્યારેય પ્રશ્ન ન કરો. તેને ક્યારેય એવું ન કહો કે 'તે હવે તારા પિતા નથી', 'તારે હવે તેમને મળવાનું નથી', 'તે ખરાબ છે'. આવી કોઈ નકારાત્મક વાતો ન કહેવી જોઈએ, કારણ કે તે એક સારા પિતા છે. બાળક અને પિતાનો સંબંધ સુંદર હોય છે, તેથી બીજા કોઈએ તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. બાળકના બાયોલૉજિકલ પિતા સાથે મળીને કૉ-પેરેન્ટિંગ કરો બાળકના પિતા સાથે મળીને કૉ-પેરેન્ટિંગ કરવું જોઈએ. તેમને પણ તેમાં સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત, ત્રણેય સાથે મળીને કાઉન્સેલિંગ માટે થેરેપિસ્ટ પાસે પણ જઈ શકો છો. ઉપરાંત, બાયોલૉજિકલ પિતાને દીકરા સાથે થોડો વધુ સમય વિતાવવા માટે કહો. જરૂરી નથી કે તે દિવસમાં 24 કલાક તેની સાથે રહે પરંતુ તેને અઠવાડિયામાં એક કે બે વાર તેની સાથે વીકેન્ડ વિતાવવા માટે કહો. એકંદરે, સમજો કે બાળકના માતા-પિતા તેના પ્રાથમિક સંબંધો છે, તેથી તે બંને સાથે સ્વસ્થ સંબંધ હોવો જોઈએ. તો જ આ સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે. નવા પિતાએ આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ આ ઉપરાંત નવા પિતાએ બાળક સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. બાળકને પ્રેમ કરે અને તેની સંભાળ રાખવી જોઈએ પરંતુ જો બાળક તેની સાથે પિતા જેવો વ્યવહાર ન કરતું હોય, તો તેને 'પિતા' કહેવા માટે દબાણ ન કરો. બાળકને સંબંધ સમજવા માટે પૂરતો સમય આપો ઘણી વખત પુખ્ત વયના લોકો બાળક પર પોતાનો આઘાત (ટ્રોમા) અલગ અલગ સ્વરૂપે લાદી દે છે, જે તેમણે ન કરવું જોઈએ. તમે સમજદાર છો, તેથી તેને આ સંબંધ સમજવા માટે પૂરતો સમય આપો. શક્ય છે કે, સમય જતાં બંને વચ્ચેનો સંબંધ કુદરતી રીતે વિકસિત થાય. પરંતુ બાળક પર આ પરિવર્તન તરત જ ન લાદો. તેને એવું ન કહો કે, 'તે તારા પિતા નથી, હવે અમે બંને જ તારા માતા-પિતા છીએ'- બાળકને સમય આપો. જ્યારે બાળક દુઃખી હોય અથવા તેના પિતાને યાદ કરે, ત્યારે તેની લાગણીઓને અવગણશો નહીં, પરંતુ તેની લાગણીઓને સમજો. તેને કહો, 'હું સમજું છું, તું તારા પિતાને યાદ કરી રહ્યો છે.' તેનાથી તે તમારી સાથે ખૂલીને તેની લાગણીઓ શેર કરશે. અહીં કૉ-પેરેન્ટિંગ માટે ત્રણેય (માતા-પિતા અને નવા પિતા)ને સામેલ થવું જરૂરી છે. બાળકને તેના વાસ્તવિક પિતાથી અલગ ન રાખવું જોઈએ પરંતુ તેના સેન્સ ઓફ લોસને સંબોધિત કરવી જોઈએ. આ સાથે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. જેમ તમે કહ્યું હતું કે, બાળકનું આ વર્તન તેના અભ્યાસ પર પણ અસર કરી રહ્યું છે, તેથી આ વિશે સ્કૂલના ટીચર સાથે વાત કરો. શાળામાં તેનું વર્તન કેવું છે, શું તે તેના મિત્રોને મળે છે કે એકલો રહે છે. આ બાબતો વિશે માહિતી મેળવો. તેનાથી તમને બાળકની માનસિક સ્થિતિ વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે. જો જરૂર પડે તો, તમે કાઉન્સેલરની મદદ પણ લઈ શકો છો. અંતમાં, હું કહીશ કે, બાળક નવા સંબંધને ક્યારે અને કેવી રીતે સ્વીકારશે તેની કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી. પરંતુ તમારી ધીરજ, પ્રામાણિકતા અને સતત પ્રેમ તેને ધીમે ધીમે સહજ બનાવી શકે છે. તેથી હંમેશા બાળક સાથે જોડાયેલા રહો, તેને પુષ્કળ પ્રેમ અને સ્નેહ આપો. સમય જતાં, તે આપમેળે નવા સંબંધને સ્વીકારશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow