ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો:નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ ઉપર તેજી તરફી લક્ષ
આરબીઆઈની હાલ ચાલી રહેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટવાની અપેક્ષા તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધતાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. વધુમાં અમેરિકા અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ વ્યાજના દરોમાં ઘટાડો થવાની સંભાવના વધતા ભારતીય શેરબજારને ટેકો મળ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચાઈના સામે આક્રમક વલણ અપનાવીને સ્ટીલ સહિતની આયાત પર 50% ટેરિફ લગાવતાં બન્ને દેશો વચ્ચે તણાવ છતાં ભારતીય શેરબજારમાં આજે લોકલ ફંડોની સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ખરીદીના આકર્ષણે મજબૂતી જોવાઈ હતી. અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ 9, જુલાઈની મુદ્દત પૂર્વે થઈ જવાની અપેક્ષાએ અને ચાઈના સાથે અમેરિકાના વણસતા સંબંધોથી ભારતને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં ફ્રન્ટલાઈન ખરીદી થતાં સેન્સેક્સ, નિફટી બેઝડ સુધારો જોવાયો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વિદેશી રોકાણકારો તરફથી ડોલરની માંગ હોવા છતાં, ક્રૂડ ઓઇલના નબળા ભાવ અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડતેલની નવી માંગ ધીમી પડતા ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સેક્ટર મુવમેન્ટ બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.39% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.65% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4129 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1722 અને વધનારની સંખ્યા 2259 રહી હતી, 148 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 9 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. 4.50%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.96%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.65%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.37%, અદાણી પોર્ટ 1.35%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.12%, સન ફાર્મા 1.08%, આઈટીસી લિ. 0.72% અને હિન્દુસ્તાન યુનીલીવર 0.60% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક 1.41%, એકસિસ બેન્ક 1.06%, બજાજ ફિનસર્વ 0.63%, મારુતિ સુઝુકી 0.34%, કોટક બેન્ક 0.33%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.27%, એશિયન પેઈન્ટ 0.25% અને ટીસીએસ લિ. 0.25% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24861 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25008 પોઈન્ટના પ્રથમ અને 25088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 24808 પોઈન્ટ થી 24737 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ બજાજ ફિનસર્વ ( 1956 ) :- બજાજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1923 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1909 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1973 થી રૂ.1980 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1989 ઉપર તેજી તરફી ધ્યાન...!! ⦁ એસીસી લિ. ( 1888 ) :- રૂ.1860 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1844 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.1903 થી રૂ.1920 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ⦁ ભારતી એરટેલ ( 1883 ) :- ટેલિકોમ - સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1909 આસપાસ વેચવાલી થકી રૂ.1870 થી રૂ.1855 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1920 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!! ⦁ સન ફાર્મા ( 1687 ) :- રૂ.1707 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1717 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1670 થી રૂ.1644 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1730 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી, રૂપિયો 0.9% ઘટયો છે. મે મહિનામાં ક્રૂડના નીચા ભાવ અને 3.64 બિલિયન ડોલરના વિદેશી પોર્ટફોલિયો ઇનફ્લોએ રૂપિયાને ટેકો આપ્યો છે. ગયા અઠવાડિયે ફુગાવો ઘટતાં નિયમનકારનું ધ્યાન વૃદ્ધિ પર કેન્દ્રિત હોવાનું તેના વાર્ષિક અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું હતું. પ્રમાણમાં સૌમ્ય ફુગાવાનો માહોલ, મધ્યમ પરંતુ સ્થિર વૃદ્ધિ સાથે, નાણાકીય નીતિના વલણને યોગ્ય ઠેરવે છે જે આર્થિક વિસ્તરણને ટેકો આપે છે. ગ્રાહક ભાવ ફુગાવો એપ્રિલમાં 3.34%થી ઘટીને 3.16% થયો છે જે એક મહિના પહેલા 3.34% હતો. દેશનો જીડીપી 7.4% વધ્યો છે, જે પાછલા ક્વાર્ટરમાં 6.4% હતો. ભૂ-રાજકીય તણાવ અને વિદેશી નાણાંના પ્રવાહમાં વધારા અંગેની અનિશ્ચિતતા સ્થાનિક ચલણને અસર કરશે. કરન્સી ડીલરો નજીકના ભવિષ્યમાં રૂપિયો 85-86 ની રેન્જમાં ટ્રેડ થવાની અપેક્ષા રાખે છે. નાણાકીય નીતિ સમીક્ષામાં વ્યાજદર ઘટાડાની અપેક્ષાને કારણે નજીકના સમયગાળામાં રૂપિયો દબાણ હેઠળ રહી શકે છે. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દર ઘટાડાથી ચલણ પર ભાર પડવાની ધારણા છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ જેવા વૈશ્વિક અવરોધો ફરી ઉભરી આવ્યા છે, જેના કારણે ડોલર અને જાપાનીઝ યેન માટે સલામત-સ્વર્ગ માંગ ફરી ઉભી થતા નજીકના ગાળામાં રૂપિયો કેટલાક સમય સુધી દબાણ હેઠળ જોવા મળી શકે છે.

What's Your Reaction?






