₹500ના પગારદારથી ₹25 લાખની ફી સુધીની સફર:'ગુત્થી'ના પાત્રએ સુનીલ ગ્રોવરના જીવનને નવો વળાંક આપ્યો; ઝઘડા બાદ કપિલ સાથે અબોલા લીધા
સુનીલ ગ્રોવરનું નામ સાંભળતા જ લોકોના ચહેરા પર મોટું સ્મિત આવી જાય છે. તેણે ભજવેલું 'ગુત્થી'નું પાત્ર હોય કે પછી 'ડૉ. મશહુર ગુલાટી'નું, સુનીલે પોતાની એક્ટિંગથી દરેકના દિલ જીતી લીધા છે. તેનો અભિનય કેટલો ખાસ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 'ગજની' અને 'હીરોપંતી' જેવી ફિલ્મોમાં માત્ર થોડી મિનિટોની તેમની ભૂમિકાને આજે પણ લોકો યાદ કરે છે. સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ 1977ના રોજ હરિયાણાના સિરસા જિલ્લાના મંડી ડબવાલી ગામમાં થયો હતો. તેણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી થિયેટરમાં માસ્ટર્સ કર્યું છે. સુનીલ ગ્રોવરના પિતા જે.એન. ગ્રોવર સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુરમાં મેનેજર હતા. હવે તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે. જે. એન. ગ્રોવરને બે દીકરા અને એક દીકરી છે. સુનીલે પોતાનું શાળાકીય શિક્ષણ આર્ય વિદ્યા મંદિર ડબવાલીમાંથી કર્યું હતું, જ્યારે તેણે આગળનો અભ્યાસ ગુરુનાનક કોલેજમાંથી કર્યો હતો. સુનિલના નાના ભાઈ અનિલે પણ થિયેટરનો કોર્સ કર્યો છે 'હ્યુમન્સ ઓફ બોમ્બે' સાથેની વાતચીતમાં સુનીલે જણાવ્યું કે, તેને બાળપણથી જ અભિનય અને લોકોને હસાવવાનો શોખ હતો. જ્યારે તેણે ધોરણ 12માં એક નાટક સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારે ત્યાં હાજર મુખ્ય અતિથિએ મજાકમાં કહ્યું હતું કે, તેણે ભાગ લેવાની જરૂર નહતી કારણ કે, તે અન્ય બાળકો કરતા સારો હતો. કોલેજના પહેલા વર્ષમાં સુનીલ ગ્રોવરને ખબર પડી કે, કોમેડિયન જસપાલ ભટ્ટી એક શો માટે ઓડિશન લઈ રહ્યા છે. તેથી સુનીલ કોઈ પણ અપેક્ષા વગર સીધો ઓડિશન આપવા પહોંચી ગયો. અંદર પહોંચ્યો ત્યારે ખબર પડી કે ખુદ જસપાલ ભટ્ટી, તેમના પત્ની અને ડિરેક્ટર હાજર હતા. સુનિલે ત્રણ-ચાર પરફોર્મન્સ આપ્યા અને જ્યારે તેણે પોતાનો ફોટો આપ્યો, ત્યારે જસપાલે ફોટાની પાછળ લખ્યું હતું,'હું તેને કારકુન પ્રકારના રોલ માટે બોલાવીશ.' અહીંથી જ સુનીલની યાત્રા શરૂ થઈ. તેણે જસપાલ ભટ્ટી સાથે લાઈવ શો કરવાનું શરૂ કર્યું. સુનીલની પહેલી ટીવી એન્ટ્રી શો 'ફુલ ટેન્શન'માં થઈ હતી, જેમાં તેને ન્યૂ યર સ્પેશિયલ એપિસોડ માટે ડાકુની નાની ભૂમિકા મળી હતી. સુનીલનો આખો પરિવાર તેમના મામીના ઘરે ટીવી સામે બેઠો હતો, પરંતુ સુનીલની એક જ લાઇન હતી, 'ડાકુ આ ગયે! ડાકુ આ ગયે!'- તે સમયે જ આવી જ્યારે તેમના મામી વોશરૂમમાં ગયાં હતાં. આવી સ્થિતિમાં તેનો અડધો પરિવાર તેની પ્રથમ એન્ટ્રી ચૂકી ગયો. થિયેટરમાં માસ્ટર્સ કર્યા પછી, જ્યારે સુનીલ મુંબઈ આવ્યો, ત્યારે શરૂઆતમાં તેને લાગ્યું કે, હવે સફળતા મળવાની તૈયારીમાં જ છે. તેણે કહ્યું હતું કે, પહેલા વર્ષમાં તેણે પાર્ટીમાં ઘણો સમય પસાર કર્યો હતો કારણ કે, તેને વિશ્વાસ હતો કે વસ્તુઓ જલ્દીથી સારી થઈ જશે. તે સમયે તેમની આવક માત્ર ₹500 પ્રતિ મહિને હતી, બાકીના ખર્ચાઓ ઘરના પૈસા અને બચત દ્વારા કરવામાં આવતા હતા. પણ ધીમે ધીમે સુનીલને સમજાયું કે, મુંબઈમાં એવા ઘણા લોકો છે, જેઓ તેમના શહેરોમાં 'સુપરસ્ટાર' છે, પરંતુ અહીં દરેક 'સ્ટ્રગલર' છે. જ્યારે પૈસાનો સહારો ન રહ્યો, ત્યારે જિંદગીએ તેને એક કડવા સત્યનો સામનો કરાવ્યો. સપના છોડવાના વિચારને તિલાંજલિ આપી ફરી કામની શોધમાં લાગી ગયો આ સમય દરમિયાન તેને તેના પિતાની વાત યાદ આવી, જેઓ રેડિયો એનાઉન્સર બનવા માંગતા હતા અને તેમને ઑફર પણ મળી હતી, પરંતુ તેમના દાદાની નારાજગીને કારણે, તેમને બેંકમાં નોકરી લેવી પડી હતી, જેનો તેમને આખી જિંદગી પસ્તાવો હતો. આ વિચારીને સુનીલે તેના સપના છોડવાની ના પાડી દીધી અને ફરીથી કામ શોધવામાં લાગી ગયો. સુનીલને એક ટીવી શો માટે પસંદ કરવામાં આવ્યો હતો, 3 દિવસનું શૂટિંગ પૂર્ણ થયું હતું, પરંતુ અચાનક કોલ આવવાનું બંધ થઈ ગયું. તેણે પોતે ફોન કરીને પૂછ્યું, તો જવાબ મળ્યો કે તેને રિપ્લેસ કરી દેવામાં આવ્યો છે. જોકે સુનીલને ધીમે ધીમે વોઈસ ઓવરનું કામ મળવાનું શરૂ થઈ ગયું. તેણે કહ્યું કે, જ્યારે તેને ટીવી અને ફિલ્મોમાંથી રિજેક્શન મળતું હતું, ત્યારે વોઈસ ઓવર એક સહારો બની ગયો હ,તો જે ઘણા લોકો પાસે નહોતો. સુનીલને એક રેડિયો શો કરવાનો મોકો મળ્યો, જે માત્ર દિલ્હી માટે હતો, પરંતુ જ્યારે આ શો ઓન એર થયો, ત્યારે તે એટલો ફેમસ થઈ ગયો કે આખા દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો. આ પછી તેને રેડિયો, ટીવી અને ફિલ્મોમાં સતત કામ મળવા લાગ્યું. ટીવી સિરિયલમાં કામ કર્યું તેની કારકિર્દીની શરૂઆતમાં, સુનીલ ગ્રોવરે 'પ્રોફેસર મની પ્લાન્ટ', 'શssshhhh... કોઈ હૈ', 'કૌન બનેગા ચંપુ', 'ક્યા આપ પાંચવી ફેલ ચંપુ હૈ?' અને 'ચલા લલ્લન હીરો બનને' જેવા શોમાં કામ કર્યું હતું. તેણે ભારતના પ્રથમ સાયલન્ટ કોમેડી શો 'ગુટુર ગું'ના પહેલા 26 એપિસોડમાં પણ કામ કર્યું હતું. 1995માં કરિયરની શરૂઆત કરનાર સુનીલના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો, જ્યારે તેને 2013માં 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ'માં 'ગુત્થી'નો રોલ મળ્યો. આ શો દ્વારા તે ઘરે ઘરે જાણીતો બન્યો. સુનીલ ગ્રોવરને 'ગુત્થી'નો વિચાર કેવી રીતે આવ્યો 'જિસ્ટ'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે, તેણે 'ગુત્થી'નું પાત્ર ક્યાંયથી શીખ્યું નથી પરંતુ તેને તેની આસપાસના જીવનમાંથી લીધું છે. જોકે, 2014માં સુનીલ ગ્રોવરે થોડા સમય પછી 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ' શો છોડી દીધો હતો. આ પછી સ્ટાર પ્લસ પર તેનો શો 'મેડ ઇન ઇન્ડિયા' આવ્યો, જેમાં તેનું પાત્ર 'ગુત્થી' જેવું જ હતું, પરંતુ આ શો લાંબો સમય ચાલ્યો નહીં. ત્યારબાદ તે 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ'માં પાછો ફર્યો અને કપિલ શર્મા સાથે કામ કર્યું. જો કે, ટૂંક સમયમાં આ શો કલર્સ ટીવી પર બંધ થઈ ગયો. બાદમાં, જ્યારે સોની ટીવી પર 'ધ કપિલ શર્મા શો' શરૂ થયો, ત્યારે સુનીલ ગ્રોવર ફરીથી તેમાં જોડાયો. આ શોમાં તેણે 'ડૉ. મશહુર ગુલાટી' અને 'રિંકુ ભાભી' જેવા પાત્રો ભજવ્યા હતા, જે દર્શકોમાં ખૂબ જ પ્રિય થયા અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યા. સુનીલે મંદિરા બેદીની સાડી પહેરીને રેમ્પ વોક કર્યું 2015માં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફેમ મંદિરા બેદીએ તેની ડિઝાઇન કરેલી સાડીઓનો ફેશન શો યોજ્યો હતો. આ શોમાં પ્રોફેશનલ મોડલ્સને બદલે 'ગુત્થી' એટલે કે સુનીલ ગ્રોવર શોસ્ટોપર હતો. આ ઘટના Myntra ફેશન વીકમાં બની હતી, જ્યાં સુનીલે પિં

What's Your Reaction?






