મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:તેજસ્વીને EC નોટિસ; મહારાષ્ટ્રના ધારાસભ્યએ કહ્યું- સનાતન ધર્મે દેશને બરબાદ કર્યો; સુરતના કોર્પોરેટરે કહ્યું- 'હત્યારાને છાતીમાં ગોળી મારો'
નમસ્તે, કાલના મોટા સમાચાર આરજેડી નેતા તેજસ્વી યાદવને ચૂંટણી પંચ તરફથી નોટિસ મળવાના રહ્યા. બીજા મોટા સમાચાર NCP (શરદ જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડના વિવાદિત નિવેદન અંગેના હતા. તેમણે સનાતન ધર્મની વિચારધારાને વિકૃત ગણાવી. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી વિધાનસભાનું મોનસૂન સત્ર શરૂ થશે, જે 8 ઓગસ્ટ સુધી ચાલશે. 2. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ માર્કોસ જૂનિયર પાંચ દિવસીય ભારત મુલાકાત પર આવશે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. ???? કાલના મોટા સમાચારો 1. તેજસ્વી યાદવને ચૂંટણી પંચે નોટિસ ફટકારી:કહ્યું- પ્રેસ કોન્ફરન્સમાં બતાવેલ બીજો મતદાર કાર્ડ નંબર સત્તાવાર નથી; તેને હેન્ડઓવર કરો ચૂંટણી પંચે તેજસ્વી યાદવને નોટિસ મોકલી છે. બિહારના દિઘા વિધાનસભાના ચૂંટણી નોંધણી અધિકારીએ નોટિસમાં કહ્યું છે કે તમે પ્રેસ કોન્ફરન્સમાં EPIC નંબર RAB2916120 બતાવ્યો હતો, જે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. આ EPIC કાર્ડ અને મૂળ કાર્ડની વિગતો કમિશનને ઉપલબ્ધ કરાવવી જોઈએ જેથી સંપૂર્ણ તપાસ થઈ શકે. NDA નેતાઓએ તેજસ્વી વિરુદ્ધ તે મતદાર ID રાખવા બદલ FIR નોંધાવવાની માંગ કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. NCP-શરદના ધારાસભ્યએ કહ્યું- સનાતન ધર્મે ભારતને બરબાદ કર્યું:આવો કોઈ ધર્મ હતો જ નહીં, સનાતન ધર્મે શિવાજી મહારાજના રાજ્યાભિષેકને નકાર્યો NCP(શરદ જૂથ) ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું છે કે સનાતન ધર્મે ભારતને બરબાદ કરી દીધું છે. સનાતન ધર્મ નામનો કોઈ ધર્મ ક્યારેય નહોતો. તેની વિચારધારા વિકૃત છે. આપણે હિન્દુ ધર્મના અનુયાયીઓ છીએ. તેમણે આરોપ લગાવ્યો- આ કહેવાતા સનાતન ધર્મે આપણા છત્રપતિ શિવાજી મહારાજને રાજ્યાભિષેક નકાર્યો, છત્રપતિ સંભાજી મહારાજને બદનામ કર્યા. તેના અનુયાયીઓએ જ્યોતિરાવ ફુલેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 3. આર્મી ઓફિસરે સ્પાઇસજેટના કર્મીઓને માર્યા, VIDEO:એક્સ્ટ્રા લગેજ મુદ્દે બબાલ, એકની કરોડરજ્જુ તૂટી; બીજાનું જડબું, બેભાન કર્મીને લાત મારતો રહ્યો જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર, એકસ્ટ્રા લગેજ મામલે સેનાના એક અધિકારીએ સ્પાઇસજેટના ચાર કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. મારામારીમાં એક કર્મચારીની કરોડરજ્જુ ભાંગી ગયું. બીજાનું જડબું તૂટી ગયું. ત્રીજા કર્મચારીના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. ચોથો કર્મચારી બેભાન થઈ ગયો, તેમ છતાં આરોપી તેને લાતો મારતો રહ્યો હતો. આ ઘટના 26 જુલાઈના રોજ બની હતી. આ મામલો હવે પ્રકાશમાં આવ્યો છે. એરલાઈને પણ એક નિવેદન જારી કરીને આરોપી સૈન્ય અધિકારીને નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂક્યો છે. સેનાએ પણ આ બાબતની નોંધ લીધી છે અને કહ્યું છે કે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 4.પોતાની જ કબર ખોદી રહ્યો છે ઈઝરાયલી બંધક, VIDEO:અમેરિકાના હથિયારો મૂકવાના દાવા પર હમાસે કહ્યું - જ્યાં સુધી પેલેસ્ટિનિયન સ્વતંત્ર રાજ્ય ન બને ત્યાં સુધી અમે લડીશું ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અંગે, હમાસે શનિવારે કહ્યું હતું કે જ્યાં સુધી પેલેસ્ટિનિયન સ્વતંત્ર રાજ્ય ન બને ત્યાં સુધી તેઓ હથિયારો છોડશે નહીં. હમાસ 2007 થી ગાઝા પર નિયંત્રણ ધરાવે છે. હમાસે કહ્યું કે અમે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્ય પૂર્વના રાજદૂત સ્ટીવ વિટકોફના નિવેદનોનો જવાબ આપી રહ્યા છીએ. વિટકોફે કહ્યું હતું કે હમાસ હથિયારો મૂકવા તૈયાર છે. આ દરમિયાન, ઇઝરાયલ પર દબાણ વધારવા માટે, હમાસે શનિવારે 24 વર્ષીય ઇઝરાયલી બંધક એવ્યતાર ડેવિડનો બીજો વીડિયો બહાર પાડ્યો. આમાં, ડેવિડ ખૂબ જ નબળો અને ખાડો ખોદતો જોવા મળે છે. વીડિયોમાં, ડેવિડ કહે છે કે હું મારી કબર માટે ખાડો ખોદી રહ્યો છું. શુક્રવારે ડેવિડનો વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ટેરિફ બાદ ભારતની અમેરિકાથી તેલની આયાત બમણી:એપ્રિલ-જૂનમાં 32 હજાર કરોડનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું; છતાં ટ્રમ્પે પેનલ્ટી લગાવી એપ્રિલમાં ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કર્યા પછી ભારતે અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બમણી કરી દીધી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, વાર્ષિક ધોરણે તેમાં 114%નો વધારો થયો છે. એપ્રિલ અને જૂન 2024 વચ્ચે, ભારતે અમેરિકા પાસેથી લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું તેલ ખરીદ્યું. એપ્રિલ અને જૂન 2025 વચ્ચે, આ આંકડો બમણો થઈને 32 હજાર કરોડ રૂપિયા થયો. સમાચાર એજન્સી ANIએ તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અકસ્માતના બે શોકિંગ VIDEO:સાયકલ સવારને બચાવવા જતા રીક્ષાએ ગુલાંટી મારી, ડમ્પર નીચે આવેલો બાળક ચમત્કારિક રીતે બચ્યો સિદ્ધપુર અને આણંદમાં અકસ્માતની ઘટના બની હતી. સિદ્ધપુરના મુડાણા ગામે સાયકલ ચાલક બાળક વળાંક લેવા જતા રિક્ષા સાથે જોરદાર ટક્કર થઈ હતી. બાળકને બચાવવા જતાં મુસાફરો ભરેલી રિક્ષા ફંગોળાઈ ગઈ હતી. જેમાં બાળકને સામાન્ય ઈજા થઈ છે. તેમજ આણંદમાં સ્લિપ ખાતા સાયકલ સહિત ડમ્પરના ટાયર નીચે વિદ્યાર્થી ફસાયો હતો. જોકે, ટાયર નીચે આવી ગયેલા બાળકનો ચમત્કારીક બચાવ થયો છે. આ બન્ને અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. 'કાપડ દલાલની હત્યા કરનારને પોલીસ છાતીમાં ગોળી મારે':સુરતના BJP કોર્પોરેટરનું નિવેદન, રિકન્સ્ટ્રક્શનમાં આરોપીઓ વાંકા વળીને ચાલ્યા, પોલીસે પેન્ટ પકડવું પડ્યું 1 ઓગસ્ટની મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્રણ હત્યારા CCTVમાં કેદ થયા હતા અને પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પુછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે, અશફાક નામના યુવક સાથે મૃતકનો પહેલા ઝઘડો થયો હતો, જેની અદાવતમાં અશફાકે ત્રણ મિત્રોને કહેતા કાપડ દલાલને મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ભાજપના સ્થાનિક કોર્પોરેટર વિજય ચોમાલેએ ઘટનાને ગંભીર ગણાવી તમામ હત્યારાઓને પોલીસ છાતીમાં ગોળી મારી તાત્કાલિક એન્કાઉન્ટર કરી દે તેવી માંગણી કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો ???? આ

What's Your Reaction?






