'જો સલમાન કે સાથ કામ કરેગા વો મરેગા...':કપિલ શર્મા સહિત આખા બોલિવૂડને લોરેન્સ ગેંગની ધમકી; ઓડિયો-ક્લિપ વાઇરલ, કહ્યું- હવે ગોળી છાતી પર ઠોકીશું
કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત 'કેપ્સ કાફે' પર ગઈકાલે ફરી એકવાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હવે આ મામલે એક મોટી અપડેટ આવ્યું છે. જાણવા મળ્યું છે કે 'કેપ્સ કાફે' પર આ ફાયરિંગ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવ્યું હતું. સલમાન ખાનની નજીક હોવાથી કપિલ શર્મા માટે જીવલેણ પરિસ્થિતિ બની ગઈ છે. કપિલના કાફે પર ગોળીબાર કેમ થયો? લોરેન્સ ગ્રુપના ગેંગસ્ટર હેરી બોક્સરનો ઓડિયો સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોમેડિયને નેટફ્લિક્સ શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' સિઝન 2ના પહેલા એપિસોડમાં સલમાનને આમંત્રણ આપ્યું હતું. કપિલ દ્વારા સલમાન ખાનને તેના શોમાં મહેમાન તરીકે આમંત્રણ આપવું લોરેન્સ ગેંગને ગમ્યું નથી. આનો બદલો લેવા માટે કપિલના કાફેમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઓડિયોમાં ધમકી આપવામાં આવી છે કે 'જો સલમાન કે સાથ કામ કરેગા વો મરેગા...' આખા બોલિવૂડને ધમકી ઓડિયોમાં હેરી બોક્સરે સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ધમકાવતો જોવા મળ્યો, તેણે કહ્યું- કપિલ શર્માની રેસ્ટોરન્ટ પર બે વખત ગોળીબાર થયો, કારણ કે તેણે સલમાન ખાનને તેના શોના ઓપનિંગ માટે આમંત્રણ આપ્યું હતું. હવે પછીથી જે પણ ડિરેક્ટર, પ્રોડ્યુસર, સ્ટાર્સ કોઈપણ હશે, તેને વોર્નિંગ નહીં મળે. હવે સીધી છાતી પર ગોળી ઠોકવામાં આવશે. અમે મુંબઈનો માહોલ એટલો ખરાબ કરી દઈશું કે તમે લોકોએ વિચાર્યું પણ નહીં હોય. જો કોઈ સલમાન સાથે કામ કરશે, પછી ભલે તે નાનો કલાકાર હોય કે નાનો ડિરેક્ટર હોય, અમે કોઈને પણ છોડીશું નહીં, અમે સીધો ટપકાવી જ દઈશું. અમે તેને મારવા માટે કોઈપણ હદ સુધી જઈશું. જો કોઈ સલમાન ખાન સાથે કામ કરશે તો તે પોતાના મૃત્યુ માટે પોતે જ જવાબદાર રહેશે. હવે જાણો કપિલના કાફેમાં ક્યારે ગોળીબાર થયો હતો... 10 જુલાઈએ પહેલી વખત ફાયરિંગ થયું, વીડિયો સામે આવ્યો: 10 જુલાઈએ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં સ્થિત કપિલના કેપ્સ કાફેમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલાખોરે ગોળીબારનો વીડિયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આમાં કાફેની બહાર કારમાં બેઠેલો એક વ્યક્તિ કારની અંદરથી સતત ગોળીબાર કરતો જોવા મળે છે. ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાડીએ આની જવાબદારી લીધી. હરજીત સિંહ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) માં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલ છે. જોકે, બાદમાં BKI એ કહ્યું હતું કે આ ઘટના સાથે અમારો કોઈ સંબંધ નથી. અમે આવા કામ કરતા નથી. 07 ઓગસ્ટે બીજી વખત ફાયરિંગ થયું, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી: 7 ઓગસ્ટે કપિલના કાફેમાં ફરી ગોળીબાર થયો. કાફેની બારીઓમાંથી 6 ગોળીઓના નિશાન અને તૂટેલા કાચ મળી આવ્યા હતા. ઘટના સમયે કાફે બંધ હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આમાં, એક હુમલાખોર કારમાં બેસીને ફાયરિંગનો વીડિયો બનાવી રહ્યો હતો. જ્યારે બીજો હુમલો કરનાર લીલો ટી-શર્ટ પહેરેલો હતો અને કારમાંથી બહાર નીકળીને ફાયરિંગ શરૂ કરી દીધો. કેપ્સ કાફેમાં લગભગ 6 ગોળીઓ ચલાવવામાં આવી હતી. ગોલ્ડી ઢિલ્લોંની સોશિયલ મીડિયા પોસ્ટ... કપિલે કહ્યું હતું - હું ડરવાનો નથી કપિલ શર્માએ થોડા દિવસો પહેલા પોતાના કાફેમાં થયેલા ગોળીબાર અંગે પહેલી વાર પ્રતિક્રિયા આપી હતી. કપિલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે- અમને પ્રેમ અને સમર્થન આપવા આવેલા તમામ અધિકારીઓનો આભાર. અમે હિંસા સામે એક થઈને ઊભા છીએ. કપિલે આગળ લખ્યું કે તે અને તેનો પરિવાર ડરવાના નથી. અમે શાંતિ અને સુરક્ષાના પક્ષમાં મજબૂતીથી ઉભા રહીશું. ગયા વર્ષે કેનેડામાં સિંગર એપી ઢિલ્લોંના ઘરે ગોળીબાર થયો હતો આ પહેલાં 1 સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રે કેનેડાના વાંકુવરમાં પંજાબી ગાયક એપી ઢિલ્લોંના ઘરની બહાર ગોળીબાર થયો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ ઢિલ્લોંના ઘરની બહાર 14 ગોળી ચલાવતી જોવા મળી હતી. લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગે આ હુમલાની જવાબદારી લીધી હતી. વીડિયોમાં 'ઓલ્ડ મની' મ્યુઝિક વીડિયોમાં સલમાન ખાન સાથે ઢિલ્લોંના કામને હુમલાનું કારણ ગણાવવામાં આવ્યું હતું. ગેંગે સોશિયલ મીડિયા પર ધમકી આપી હતી કે ઢિલ્લોં સલમાન ખાનથી અંતર રાખે, નહીં તો તેને ગંભીર પરિણામો ભોગવવાં પડશે. સલમાન સાથે લોરેન્સની દુશ્મનીનું કારણ

What's Your Reaction?






