ભાસ્કર એક્સક્લુઝિવ:બળેવ પર ભાઈઓ બહેનોને ભેટમાં આપશે 10-10 લાખનાં સુરક્ષા કવચ
રક્ષાબંધનના તહેવારને વિશેષ બનાવતી એક અનોખી ઘટના આ વર્ષે બની. સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટની પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના હેઠળ રક્ષાબંધનને એક નવી સામાજિક દિશા આપવામાં આવી. આ અવસરે પાંચ પાટીદાર ભાઈઓએ પરંપરાગત ભેટ આપવાના બદલે પોતાની બહેનોને 10 લાખનું આર્થિક સુરક્ષા કવચ ભેટમાં આપ્યું. આ ભેટ માત્ર લાગણીનો અદભુત પ્રતિક નથી, પરંતુ બહેન અને તેના પરિવારના ભવિષ્ય માટેનું મજબૂત આર્થિક રક્ષણ છે.. આજના અનિશ્ચિત સમયમાં, જ્યાં ભવિષ્યના પડકારો સામે તૈયારી જરૂરી છે, ત્યાં આર્થિક સુરક્ષાનું કવચ બહેન માટે સાચો આશીર્વાદ બની રહે છે. આ યોજના પાટીદાર પરિવારોને ભવિષ્યમાં આવનારા આકસ્મિક સંજોગોમાં નાણાકીય સહારો પૂરો પાડે છે એટલું જ નહીં, પરંતુ સમાજમાં પરસ્પર સહકાર અને જવાબદારીની ભાવનાને પણ મજબૂત બનાવે છે. આ પહેલ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. રાખડી સાથે સુરક્ષાનું વચન, પ્રેમ સાથે ભવિષ્યની તૈયારી, જે ભાઈ-બહેનના પવિત્ર બંધનને નવી ઉંચાઈ આપે છે અને સમાજમાં સુરક્ષિત આવતીકાલની પ્રેરણા ફેલાવે છે. યુવા કાર્યકર મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે સમસ્ત પાટીદાર સમાજની યુવા ટીમને સંદેશો આપતાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે આપવામાં આવતી ભેટ સ્વરૂપે 250 જેટલા યુવાનોએ બહેન અને બનેવી બંનેના વિમા સુરક્ષાનું પ્રિમિયમ ભરવા માટે તૈયારી દર્શાવી છે..

What's Your Reaction?






