સલમાને શેરાના ઘરે પહોંચી સાંત્વના પાઠવી:કારમાંથી ઊતરીને શેરાને ભેટ્યો; એક્ટરના પર્સનલ બોડીગાર્ડના પિતાનું ગુરુવારે અવસાન થયું હતું
એક્ટર સલમાન ખાન ગુરુવારે મુંબઈમાં તેમના બોડીગાર્ડ શેરાના ઘરે પહોંચ્યો હતો. તે શેરાના પિતાના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો હતો. ગુરુવારે સાંજે સલમાન શેરાના ઘરે પહોંચ્યો. કારમાંથી ઉતરતાની સાથે જ તે શેરાને ભેટ્યો હતો. આ પછી, તે અંદર ગયો અને પરિવારને મળ્યો. થોડીવાર પછી, સલમાન બહાર આવ્યો અને તેની કારમાં બેસીને ચાલ્યો ગયો. સલમાનની સુરક્ષા ટીમ પણ તેની સાથે હાજર હતી. જ્યારે તે પહોંચ્યો ત્યારે શેરા ગેટ પર તેની રાહ જોઈ રહ્યો હતો. નોંધનયી છે કે, સલમાનના પર્સનલ બોડીગાર્ડના શેરાના પિતા સુંદર સિંહ જોલીનું બુધવારે 88 વર્ષની વયે કેન્સરથી અવસાન થયું હતું. ગુરુવારે ઓશિવારા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે જ શેરાએ સોશિયલ મીડિયા પર તેના પિતાના અવસાનની માહિતી આપી. તેણે લખ્યું, "મારા પિતા શ્રી સુંદર સિંહ જોલીનું આજે અવસાન થયું." નોંધનીય છે કે, શેરા 1995 થી સલમાનનો પર્સનલ બોડીગાર્ડ અને સિક્યુરિટી હેડ છે. આ ઉપરાંત, તે પોતાની સુરક્ષા કંપની "ટાઈગર સિક્યુરિટી" પણ ચલાવે છે, જે ઘણી સેલિબ્રિટીઓને સુરક્ષા પૂરી પાડે છે. 2017 માં, શેરા મુંબઈમાં જસ્ટિન બીબરના કોન્સર્ટ દરમિયાન તેની સુરક્ષાની જવાબદારી પણ સંભાળતો હતો. શેરા પહેલા બોડીબિલ્ડર હતો. તેણે 1987માં બોડીબિલ્ડિંગમાં મુંબઈ જુનિયરનો ખિતાબ જીત્યો હતો. 1988માં તે મિસ્ટર મહારાષ્ટ્ર જુનિયરમાં રનર-અપ રહ્યો હતો. 1990ના દાયકાની શરૂઆતમાં, તેણે બોડીગાર્ડ તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને પછી સલમાન સાથે જોડાયો. સલમાનની આગામી ફિલ્મો સલમાનની ફિલ્મોની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ 'સિકંદર'માં જોવા મળ્યો હતો. તેમાં રશ્મિકા મંદન્ના, કાજલ અગ્રવાલ અને સત્યરાજ પણ હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નહીં. હવે સલમાન ટૂંક સમયમાં 'બિગ બોસ 19' હોસ્ટ કરતો જોવા મળશે. આ ઉપરાંત, તે તેની આગામી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' પર પણ કામ કરી રહ્યો છે.

What's Your Reaction?






