યંગસ્ટર્સનો નવો ક્રેઝ, વર-વધૂ વિનાનાં નકલી વેડિંગ:લાખોનો ખર્ચો, 5 હજારની કંકોત્રી, બબ્બે મહિનાની તૈયારી, 700 જાનૈયા કહે, ‘સંબંધીઓ નહોતાં એટલે વધુ મજા આવી’
આજે અમે આવી પહોંચ્યા છીએ વેડિંગમાં, લગ્નમાં. હા... ચલો, આજે આપણે એક લગ્ન એન્જોય કરીએ. પગ કંટ્રોલમાં ન રહે એવા વરઘોડાથી શરૂ કરી ગર્લ્સ ફેવરિટ મહેંદી, ચટાકેદાર જમણવાર, નવા ટ્રેન્ડની જેમ ગ્લેમરસ ફોટોબૂથ અને છેલ્લે લેટ્સ ગો ફોર DJ નાઇટ! મજ્જો પડાવી દેતાં આ લગ્નની ખાસિયત એ હતી કે આમાં કોઈ વર કે વધૂ હતાં જ નહીં! હા, તમારી આંખોના નંબર બરાબર જ છે, તમે સાચું જ વાંચ્યું, ન વર કે ન વધૂ. ફક્ત જાનૈયાઓના જોરે ખોટુકલા વેડિંગ એટલે ‘ફેક વેડિંગ’ - જેન Zનો નવો ટ્રેન્ડ! બાળકો નાનાં હોય ત્યારે ઘર ઘર રમે અને તેમાં લગ્ન પણ કરે, ખોટાં લગ્ન. પણ આ ‘જેન Z’ તરીકે ઓળખાતી નવી પેઢીએ નક્કી કર્યું કે આપણે હવે ખોટાં લગ્ન તો કરીશું પણ મોટા પાયે.... હમણાં થોડા દિવસ પહેલાં જ અમદાવાદની એક પૉશ ક્લબમાં આવાં જ ફેક વેડિંગ યોજાઇ ગયાં. અહીં કોઇ જ વર કે વધૂ નહોતાં. હવે વર કન્યા વિના બોલાવવાનાં કોને કોને? તો એ માટે ટિકિટ બહાર પાડી અને જેણે જેણે આવવું હોય એ દરેક લોકોએ ટિકિટ ખરીદીને પહોંચી જવાનું. અને જેન-Z મહેરામણ ઊમટી પડ્યું. કંકોત્રી નહીં, પણ જાતે ઇન્વિટેશન લેવાનું હોય એમ હજારોની મોંઘીદાટ ટિકિટ લઈ 100-200 નહીં પૂરા 700થી વધુ જાનૈયાઓ આ ખોટા લગ્નમાં પહોંચી ગયાં! તો ફિર ચલો, જોઇએ કે આ ખોટુકલા લગ્નમાં છે શું? કઈ કઈ વિધિ કરવામાં આવે છે અને કેટલી મજા છે? પણ એ પહેલાં પ્રશ્ન એ છે કે આની શરૂઆત થઈ ક્યાંથી? ફેક વેડિંગ : દુબઈથી અમદાવાદ સુધી છેલ્લા છ મહિનાથી ચાલુ થયેલા આ ટ્રેન્ડની શરૂઆત થઈ હતી સૌથી પહેલાં દુબઈમાં. ત્યાં પહેલી વાર આ ફેક વેડિંગનો કોન્સેપ્ટ શરૂ થયો અને જબ્બરજસ્ત રિસ્પોન્સ મળ્યો. તે ફેક વેડિંગમાં લોકોએ એટલી મજા અને ધૂમધામ કરી કે તેનો અવાજ છેક ભારત સુધી પહોંચ્યો. અને બસ, આપણાં જુવાનિયાઓએ આ ટ્રેન્ડને પણ ખોબલે ખોબલે વધાવી લીધો. મુંબઈ, દિલ્હી, નોઇડા, પુણે સહિત પૂરા ઈન્ડિયામાં ફેક વેડિંગ થવા માંડ્યા અને ઇન્ટરનેટ પર વીડિયોની વણઝાર થઈ. એકાદ મહિના પહેલાં ગુજરાતમાં આ હવા ઘૂસી અને સુરતમાં થયાં પહેલાં ફેક વેડિંગ. સુરતથી અમદાવાદ દૂર નહોતું, થોડા જ દિવસોમાં અમદાવાદમાં પણ રંગેચંગે ફેક વેડિંગની શરણાઈઓ વાગી. ચલો આ આ એક્સપિરિયન્સ આપણા સિટીને પણ કરાવીએ પહેલાં આપણે સુરતના ફેક વેડિંગના ઓર્ગેનાઇઝર આયુષ મિસ્ત્રી સાથે વાત કરીએ. આયુષ છેલ્લાં 3 વર્ષથી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે અને છેલ્લા થોડા મહિનાથી પોતાની કંપની ચલાવે છે, જેમાં તેઓ સુરતમાં બધા જ પ્રકારની ઇવેન્ટ્સ આયોજિત કરે છે. સુરતની ઇવેન્ટ વિશે વાત કરતાં આયુષ કહે, ‘મુંબઈમાં જે મારા એક મિત્રએ ફેક વેડિંગ કરી હતી, એની સાથે પાર્ટનરશિપ કરીને જ અમે સુરતમાં આ ઇવેન્ટ કરી.’ જ્યારે અમદાવાદમાં ફેક વેડિંગ કરાવનાર નિહિરા શર્મા મૂળ જયપુરનાં છે અને છેલ્લાં 4 વર્ષથી અમદાવાદમાં રહે છે. છેલ્લાં દોઢ વર્ષથી ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ કરતી નિહિરા વર્ષે કેટલીય ઇવેન્ટ્સ કરે છે. નિહિરા કહે, ‘દુબઈમાં જ્યારે પહેલી વાર આ ઇવેન્ટ યોજાઇ ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે, મારે આ ઇવેન્ટ અમદાવાદમાં કરવી છે.’ ફેક વેડિંગની વિધિનું ટાઈમટેબલ સાંજે 6 વાગ્યે આ ખોટુકલાં લગ્નમાં વરઘોડાથી શરૂઆત થઈ. ન વર, ન ઘોડો, છતાં સેંકડો જાનૈયાઓએ બધાએ મસ્ત નાચવાનું ચાલુ કરી દીધું. ધૂમધામથી કૂદકા મારી જેન-Zનાં ટોળાં નાશિક ઢોલની સાથે એક કલાક સુધી નાચ્યાં. કલાકે પરસેવે ન્હાઈ અંતે બધાં અંદર પહોંચ્યાં. અંદર પહોંચી હૉલમાં એન્ટ્રી પહેલાં કાંડે બાંધવાનાં બેન્ડની એક યુનિક સિસ્ટમ હતી. ટિકિટ તો સરખી જ હતી, પણ રિસ્ટબેન્ડ 3 પ્રકારના... આ ઇવેન્ટનાં ટીમ મેમ્બર દીક્ષા રાજ્યગુરુ સાથે અમે વાત કરી તો ખબર પડી કે, ‘700 જાનૈયાઓમાંથી 375- 400એ તો ગ્રીન બેન્ડ જ પહેર્યા હતા. મતલબ કે તેઓ એકદમ કોરાકટ સિંગલ હતા. 200 જેટલાએ યલ્લો અને ફક્ત 70-80 લોકોએ જ રેડ બેન્ડ પહેર્યા.’ યાને કે આ ફેક વેડિંગ એ લગ્ન કમ અને જીવનસાથી પસંદગી મેળો વધુ હતો! સિંગલ આવો અને પાર્ટનર શોધો ઇન શોર્ટ, ફેક વેડિંગમાં જેન-Zએ પોતાનો પાર્ટનર શોધવો હતો. બેન્ડ પહેરી જેવા અંદર પહોંચો એટલે મહેંદીની રસમ ચાલુ થાય. છોકરીઓ મહેંદી મુકાવે અને થોડી વારમાં ફરી બધાં જુવાનિયાઓ મન મૂકીને નાચ્યાં. 8 વાગ્યા બાજુ શરૂ થયો જમણવાર. સુપ-સ્ટાર્ટરથી શરૂ કરી, પાણીપુરી અને જાતભાતના ચાટ અને પછી ચટાકેદાર છોલે કુલ્ચે,અને બીજી જાતભાતની વાનગીઓ જમીને ડિઝર્ટમાં આઇસક્રીમ, અને છેલ્લે? અફ કોર્સ, પાન! કોઈ રિલેટિવ્સના રિસાવાની ઝંઝટ જ નહીં રિલેટિવ્સ વિનાના જમણવારમાં કોઈએ પણ કોઈ ખામી ન કાઢી અને ઝટપટ ઝટપટ બધું ઝાપટી ટોળું પહોંચ્યું મોટ્ટા હૉલમાં… ફુલ ક્લબની વાઈબ આપતા જમ્બો હૉલમાં હાઇ વૉલ્ટેજ DJની સાથે નાચવાનું ચાલુ કર્યું અને છેક 11 વાગ્યા સુધી બધાં નાચ્યાં. અંદરનો વિશાળ હૉલ કોઈ ડિસ્કો થેકમાં કન્વર્ટ થઇ ગયો. અને હા, વચ્ચે 20 મેમ્બરની ડાન્સ ટીમને બોલાવવામાં આવી હતી, જેમણે લડકીવાલે VS લડકેવાલેનો ડાન્સ કર્યો અને રાત્રે 11:30 એ ધીમે ધીમે વિદાય સમારંભ શરૂ થયો ને બધાએ સાથે વિદાય લીધી. માંડવાના દિવસે જેટલું હોય એ બધું જ કરવાનું + વરઘોડો જ્યારે સુરતની ઇવેન્ટમાં પર્ફેક્ટ વેડિંગ ડેકોરેશન સાથે 7 વાગે એન્ટ્રી થતાં જ જાતભાતના ફોટોબુથમાં ફોટોઝ પાડી, બાદમાં હલ્દી સેરેમની સહિત સંગીત અને DJ પાર્ટી. DJ માટે પણ સુરતના અમીરોના સૌથી ફેમસ ‘DJ ટેન્ગોઝ’ અને મુંબઈના ફેમસ ‘DJ સનગોડ’ને બોલાવ્યા હતા. ઇન શોર્ટ, લગ્નમાં સંગીત(માંડવા)ના દિવસે જે જે ઇવેન્ટ્સ હોય એ બધી જ ઇવેન્ટ સુરતીઓએ માણી. એક મહિનાની તૈયારી કરી ગોઠવી નાખી ફેક વેડિંગ 5-6 કલાકની આ ફેક વેડિંગની તૈયારી તો એક મહિના પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. નિહિરા કહે, ‘ઇવેન્ટ ડેના ઠીક એક મહિના પહેલાં જ મને આનો વિચાર આવ્યો હતો અને એક-બે દિવસમાં જ બધી તૈયારી કરી નામ લોન્ચ કરી દીધું હતું.’ જ્યારે સુરત વિશે વાત કરતાં આયુષ કહે, ‘અહીં સૌથી અઘરું હતું લોકોને જાણ કરવાની કે આવી પણ વસ્તુ હોય. લોકોને ફેક વેડિંગ વિશે જ કોઈ માહિતી નહોતી. સોશિયલ મીડિયા પર માર્કેટિંગ શરૂ કર્યું અને ફાઇનલી ઇવેન્ટ સક્સેસ ગઈ.’ ‘હું તો ફ્રાન્સથી આવી છું’ અરે ફક્ત અમદાવાદ જ નહિ, અહીં તો ફ્રાન્સ

What's Your Reaction?






