અજબ-ગજબ: પોટી વેચીને લાખોની કમાણી:લગ્નમાં આમંત્રણ ન મળ્યું તો HRને ફરિયાદ કરી, ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ-વ્યૂઝ માટે બિલાડીની હત્યા; જાણો 5 રસપ્રદ સમાચાર
એક કેનેડિયન પુરુષ પોતાની પોટીને વેચીને લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. આ દરમિયાન અમેરિકામાં એક છોકરીએ લગ્નમાં આમંત્રણ ન આપવા બદલ HRને ફરિયાદ કરી. 1. પોટી વેચીને લાખો કેવી રીતે કમાઈ શકાય? 2. લગ્નમાં આમંત્રણ ન મળવા બદલ HRને ફરિયાદ કેમ કરી? 3. યુરોપિયન સ્પેસ એજન્સી નકલી સૂર્યગ્રહણ કેવી રીતે કરી રહી છે? 4. કેરળના માણસે પોતાની પાલતું બિલાડીને કેમ મારી? 5. યુવાનનું શરીર 28 વર્ષ સુધી કેવી રીતે હેમખેમ મળ્યું? દુનિયાભરના લોકો બધી પ્રકારની વસ્તુઓ ખરીદી-વેચીને પૈસા કમાય છે, પણ કેનેડાની એક વ્યક્તિ પોતાની પોટી વેચીને લાખો કમાઈ રહી છે. હા ભાઈ, હા પોટી વેચીને. આજકાલ મેડિકલ સાયન્સમાં સ્ટૂલ (પોટી) એટલે કે મળના ડોનેશનની માગ ઝડપથી વધી રહી છે. હકીકતમાં એનો ઉપયોગ ક્લોસ્ટ્રિડિયમ ડિફિસિલ (C ડિફ), ક્રોહન રોગ અને અલ્સેરેટિવ કોલાઇટિસ જેવા ગંભીર આંતરડાના રોગોની સારવાર માટે થાય છે. આ રોગો માટે ફેકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ (FMT)ની જરૂર પડે છે. આમાં સ્વસ્થ ડોનરના મળને દર્દીના આંતરડામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી સારા બેક્ટેરિયાનો વિકાસ થઈ શકે. બ્રિટિશ કોલંબિયાના ચિલીવેકમાં રહેતો આ માણસ કહે છે કે તે દરરોજ સવારે એક ખાસ બાઉલમાં પોતાનો મળ એકઠો કરે છે અને એને હ્યુમન માઈક્રોબ્સ નામની કંપનીને વેચે છે. તે આમાંથી દર મહિને 15 હજાર ડોલર એટલે કે લગભગ 13 લાખ 12 હજાર રૂપિયા કમાય છે. એક વર્ષમાં આ આંકડો 1 કરોડ 59 લાખ 61 હજાર રૂપિયા થાય છે. જો તમારો સાથીદાર તમને તેના લગ્નમાં આમંત્રણ ન આપે તો તમે શું કરશો? હવે ખરાબ તો લાગશે, પણ શું કરી શકો? પરંતુ અમેરિકામાં એક છોકરીએ આ અંગે HRને ફરિયાદ કરી. સોશિયલ મીડિયા સાઇટ Reddit નામની EntitledPeopleની એક મહિલા યુઝરે લખ્યું, 'મારી એક મહિલા સહકર્મી સાથે સામાન્ય વાતચીત હતી. અમે ક્યારેય સાથે લંચ પણ નહોતું કર્યું. જ્યારે તેને મારા લગ્ન વિશે ખબર પડી ત્યારે તેણે પૂછ્યું કે શું તેને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાંભળીને મેં હસીને કહ્યું- ના, ફક્ત થોડા નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.' 'થોડા સમય પછી HRએ મને બોલાવી. ત્યાં મને ખબર પડી કે તેણે મારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે તેને જાણીજોઈને ફંક્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી અને હું ઓફિસમાં અસ્વસ્થતાભર્યું વાતાવરણ બનાવી રહ્યો છું. મેં HRને કહ્યું કે આ એક ખૂબ જ વ્યક્તિગત ફંક્શન છે, એનો ઓફિસ કે સાથીદારો સાથે કોઈ લેવાદેવા નથી. આખો મામલો સમજ્યા પછી HRએ પણ માથું માર્યું. મને સમજાતું નથી કે શું તે ખરેખર એવું વિચારી રહી હતી કે HR મને લગ્નમાં આમંત્રણ આપવા દબાણ કરશે.' યુરોપિયન સ્પેસ એજન્સી નકલી સૂર્યગ્રહણ કરી રહી છે. હા અને એના દ્વારા એ સૂર્યના વાતાવરણના સૌથી બહારના સ્તર, એટલે કે કોરોનાનો અભ્યાસ કરી રહી છે. હકીકતમાં સૂર્યની સપાટીનું તાપમાન લગભગ 5500°C છે. એ જ સમયે બાહ્ય સ્તર કોરોનાનું તાપમાન 20 લાખ °C છે, પરંતુ આ સ્તર ફક્ત પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન જ દેખાય છે. હવે સમસ્યા એ છે કે પૂર્ણ સૂર્યગ્રહણ કેટલાંક વર્ષોમાં ફક્ત થોડી મિનિટો માટે જ થાય છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકો પૃથ્વી પરથી આ સ્તરનો અભ્યાસ કરી શક્યા ન હતા. આ કારણસર યુરોપે 'પ્રોબા 3' મિશન હેઠળ એના બે ઉપગ્રહ મોકલ્યા છે. બંને ઉપગ્રહ એકબીજાથી 150 મીટરના અંતરે 1.27 લાખ કિમી પ્રતિ કલાકની ઝડપે સીધી રેખામાં ફરે છે. આમાંથી એક ઉપગ્રહ બીજા માટે સૂર્યને ઢાંકીને પૂર્ણ સૂર્યગ્રહણ જેવી પરિસ્થિતિઓ બનાવે છે. આ ઉપગ્રહો અઠવાડિયામાં બેવાર સિમ્યુલેટેડ સૂર્યગ્રહણ કરીને સૂર્યના બાહ્ય સ્તરનો અભ્યાસ કરી રહ્યા છે, જોકે આ સિમ્યુલેટેડ સૂર્યગ્રહણ પૃથ્વી પરથી દેખાતું નથી અને ન તો તેની પૃથ્વી પર કોઈ અસર થાય છે. સોશિયલ મીડિયા પર પોતાની પહોંચ વધારવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસો કરે છે. કેટલાક વિચિત્ર કામો કરે છે તો કેટલાક અદ્ભુત કન્ટેન્ટ બનાવે છે, પરંતુ કેરળના પલક્કડ જિલ્લામાં શાજીર નામની એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ અને વ્યૂઝ મેળવવા માટે એક બિલાડીને ક્રૂરતાથી મારી નાખી અને તેના એકાઉન્ટ પર એક વીડિયો સ્ટોરી શેર કરી. એટલું જ નહીં, તેણે મૃત બિલાડીના શરીરના ટુકડા કરી નાખ્યા. જેક લિવરથી તેનું માથું કચડી નાખ્યું. શાજીર વ્યવસાયે ટ્રક-ડ્રાઈવર છે. તેણે આ વીડિયો પોતાની ટ્રકમાં શૂટ કર્યો. વીડિયોમાં જોવા મળે છે કે શાજીરે બિલાડીને ખોરાક આપવા માટે પોતાની પાસે બોલાવી હતી. તેણે એને થોડું ખોરાક આપ્યો અને પછી તેને મારી નાખી. આ વીડિયો વાઇરલ થતાં ભારે રોષ ફેલાયો હતો અને પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 325 અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ 11(1) હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો કેરળમાં નહીં, પરંતુ તામિલનાડુના કોઈમ્બતોર શહેરમાં શૂટ કરવામાં આવ્યો હતો. શાજીરની ધરપકડ કરવામાં આવી છે અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સ્કેન કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનના કોહિસ્તાન ક્ષેત્રમાં 28 વર્ષ પહેલાં ગુમ થયેલા એક યુવાનનો મૃતદેહ સંપૂર્ણપણે સલામત મળ્યો હતો. હકીકતમાં એક માણસ તેના કેટલાક મિત્રો સાથે લેડી વેલી ગયો હતો. પર્વતો અને હિમનદીઓના પ્રવાસ દરમિયાન તેમને અચાનક એક મૃતદેહ દેખાયો. એ શરીર સંપૂર્ણપણે હેમખેમ હતું. તેનાં કપડાં પણ ફાટેલા ન હતાં. કપડાંની તપાસ કરતાં તેમને એક ઓળખપત્ર મળ્યું. એના પર 'નસીરુદ્દીન' નામ લખેલું હતું. હવે આ લોકો ચોંકી ગયા, કારણ કે ઓળખપત્ર પરથી ખબર પડી કે લાશ 28 વર્ષથી ત્યાં છે. જ્યારે આ મામલો પોલીસના ધ્યાનમાં આવ્યો ત્યારે પુષ્ટિ થઈ કે નસીરુદ્દીન 28 વર્ષ પહેલાં ગુમ થઈ ગયો હતો. જોકે તેના પરિવારે ક્યારેય ગુમ વ્યક્તિનો રિપોર્ટ નોંધાવ્યો નહોતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નસીરુદ્દીનની હત્યા તેના ભાઈએ કરી હતી. એ સમયે પોલીસ માટે એ દૂરના વિસ્તારોમાં પહોંચવું મુશ્કેલ હતું અને પીડિત પક્ષે પણ રિપોર્ટ નોંધાવ્યો નહોતો. આવી સ્થિતિમાં પોલીસ માટે કંઈ કરવું મુશ્કેલ હતું. નસીરુદ્દીનનો મૃતદેહ જ્યાંથી મળ્યો હતો એ આખો વિસ્તાર હંમેશાં બરફથી ઢંકાયેલો રહે છે. લાશ આટલા લાંબા સમય સુધી બરફમાં દટાયેલી રહી અને ઠંડીને કારણે બગડી ન હતી. આ વ

What's Your Reaction?






