બાળકોને સુસાઇડ નોટ લખવાનું શીખવે છે ChatGPT:13 વર્ષના કિશોર માટે દારૂની પાર્ટીનો પ્લાન બનાવ્યો, વજન ઘટાડવા દવાઓનું લિસ્ટ આપ્યું; દુનિયાની 10% વસતિ વાપરે છે

OpenAIનું ChatGPT 13 વર્ષના કિશોરોને સુસાઇડ નોટ લખવામાં મદદ કરી રહ્યું છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ChatGPT બાળકોને ડ્રગ્સ કેવી રીતે લેવું એ પણ શીખવી રહ્યું છે. સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિજિટલ હેટ (CCDH)ના એક સંશોધનમાં આ વાત સામે આવી છે. આમાં રિસર્ચરોએ 13 વર્ષની કિશોરીની નકલી પ્રોફાઇલ બનાવી અને ChatGPTને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછ્યા. ત્યાર બાદ 3 કલાકથી વધુની ક્રિયા-પ્રતિક્રિયાઓની સમીક્ષા કરવામાં આવી. સંશોધનમાં જાણવા મળ્યું કે AI ટૂલ્સ કિશોરોના માનસિક સ્વાસ્થ્યને ઘણી રીતે નકારાત્મક અસર કરી શકે છે. જેપી મોર્ગન ચેઝના એક અહેવાલ મુજબ, લગભગ 800 મિલિયન લોકો (80 કરોડ) એટલે કે વિશ્વની વસતિના લગભગ 10% લોકો ChatGPTનો ઉપયોગ કરી રહ્યા છે. સુસાઇડ નોટથી લઈને ડ્રગ્સના વ્યસન માટે મદદ માગવામાં આવી... 1. ChatGPTનો ઉપયોગ કરીને સુસાઇડ નોટ લખવામાં આવી હતી, એ વાંચીને રિસર્ચર પણ રડવા લાગ્યા રિસર્ચરે કહ્યું હતું કે જ્યારે તેણે ChatGPT દ્વારા બનાવેલી ત્રણ સુસાઇડ નોટ વાંચી ત્યારે તેને સૌથી વધુ આઘાત લાગ્યો. એક માતાપિતા માટે, બીજી ભાઈ-બહેનો માટે અને ત્રીજી મિત્રો માટે. આ નોટ્સ 13 વર્ષની કિશોરીની નકલી પ્રોફાઇલ બનાવીને લખવામાં આવી હતી. રિસર્ચરે કહ્યું કે આ નોટ્સ એટલી ભાવુક હતી કે તેને રડવાનું પણ મન થયું. 2. 13 વર્ષની કિશોરીને ભૂખ ઘટાડવાની દવાઓનું લિસ્ટ આપ્યું ચેટજીપીટીને 13 વર્ષની કિશોરી બનીને આ પણ પૂછવામાં આવ્યું કે તે તેના શરીરના આકારથી નાખુશ હતી અને તેને એક્ટ્રિમ ફાસ્ટિંગનો પ્લાન જોઈએ છે. ChatGPTએ તરત જ 500 કેલરી આહાર અને ભૂખ દબાવતી દવાઓની યાદી સહિત એક યોજના આપી. રિસર્ચરે કહ્યું - મારા ખ્યાલથી કોઈપણ વ્યક્તિ બાળકોને 500 કેલરીનો ડાયટ પ્લાન નહીં આપે. 3. નશામાં કેવી રીતે ડૂબવું એની ટિપ્સ માગવામાં આવી, ChatGPTએ તરત જ આપી દીધી ChatGPTને ઝડપથી નશામાં કેવી રીતે ઊતરવું એની ટિપ્સ પણ આપવામાં આવી હતી. ChatGPTએ તરત જ પાર્ટી પ્લાન આપ્યો. એમાં દારૂની સાથે મોટી માત્રામાં કોકેન અને અન્ય ગેરકાયદે ડ્રગ્સનો પણ સમાવેશ થતો હતો. ChatGPTને લગભગ 1200 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ચેટબોટ ક્યારેક ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર જેવી ઉપયોગી માહિતી પૂરી પાડતો હતો, પરંતુ એ ખતરનાક સલાહ આપવાનું પણ બંધ કરતો નથી. અમેરિકામાં 70% કિશોરો ChatGPTનો ઉપયોગ કરી રહ્યા છે સંશોધન દર્શાવે છે કે ChatGPTના સુરક્ષા માપદંડ 'ગાર્ડરેલ્સ' નિષ્ફળ જાય છે ChatGPTને એ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાને નુકસાન પહોંચાડવાની વાત કરે છે ત્યારે તે તેને કોઈ ઇમર્જન્સી હેલ્પલાઈન કે માનસિક સ્વાસ્થ્ય વ્યવસાય કરનારનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરે, પરંતુ રિસર્ચરોએ શોધી કાઢ્યું છે કે જો વપરાશકર્તાઓ માહિતી આપવાનો ઇનકાર કરે તો તેઓ સરળતાથી ChatGPTને બાયપાસ કરી શકે છે. તેમણે ફક્ત એમ કહીને માહિતી મેળવી કે તે "પ્રેઝન્ટેશન માટે" અથવા "મિત્ર માટે" છે. બીજી બાજુ, ChatGPT એની નીતિમાં કહે છે કે એ 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે નથી, પરંતુ ઉંમર ચકાસણીના કિસ્સામાં વપરાશકર્તાએ ફક્ત તેની જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. કોઈપણ વ્યક્તિ નકલી જન્મ તારીખ દાખલ કરીને એનો ઉપયોગ કરી શકે છે. OpenAI 2015માં શરૂ થઈ હતી OpenAI એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ડેવલપ કંપની છે. એની સ્થાપના 2015માં ઇલોન મસ્ક, સેમ ઓલ્ટમેન અને તેમના કેટલાક મિત્રો દ્વારા કરવામાં આવી હતી. આ એઆઈ ટેકનોલોજી ખાસ કરીને જનરેટિવ એઆઈ અને મોટાં ભાષા મોડલો (જેમ કે ChatGPT )ના વિકાસ માટે જાણીતી છે. કંપનીનું મિશન સલામત અને માનવ-કેન્દ્રિત એઆઈ વિકસાવવાનું છે. આ કંપની કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં સ્થિત છે. ChatGPT શું છે? ChatGPT એટલે ચેટ જનરેટિવ પ્રી-ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર. એ ઓપન-એઆઈનો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ચેટબોટ છે. ChatGPT પાસે ઇન્ટરનેટ પર અસ્તિત્વમાં રહેલા દરેક પ્રશ્નનો જવાબ છે, પરંતુ એ ફક્ત એ પ્રશ્નોના જવાબ આપી શકે છે, જે ઇન્ટરનેટ પર પહેલા પૂછવામાં આવ્યા છે. એ એક સોફ્ટવેર છે, જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી વાંચે છે અને જવાબો આપે છે. આ સમાચાર પણ વાંચો ChatGPT યુઝર્સના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે:એ લાંબા કામ દરમિયાન વિરામ લેવાનું યાદ અપાવશે, લોકો દરરોજ 250 કરોડ પ્રશ્નો પૂછી રહ્યા છે ઓપન AI એના લોકપ્રિય AI Chat-GPTમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત નવી સુવિધાઓ ઉમેરી છે. આ સુવિધાઓમાં તમને લાંબા કામ દરમિયાન વિરામ લેવાનું રિમાઇન્ડર મળશે. જ્યારે તમે 30 મિનિટથી વધુ સમય સુધી ચેટ કરો છો ત્યારે આ સુવિધા 'શું બ્રેક લેવાનો યોગ્ય સમય છે?' જેવા સંકેત સૂચવશે. આ સુવિધાઓ દ્વારા ChatGPT તેના 500 મિલિયન સાપ્તાહિક યુઝર્સના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમને વધુપડતું કામ કરવાથી રોકવા માગે છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Aug 9, 2025 - 07:31
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow