ઉજવણી:સિવિલની નર્સીસ બહેનોએ રક્ષાબંધનની ઉજવણી કરી
સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દાયકાથી નર્સીસ બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાય છે રક્ષાબંધન પર્વ નર્સીંસ બહેનોએ દર્દીઓની બહેનની ભૂમિકા નિભાવી દર્દીઓને રક્ષાસૂત્ર બાંધીને તેમના ઉત્તમ સ્વાસ્થ્યની કામના પણ કરી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધન, નર્સીસ બહેનો દર્દીઓ, તબીબો, સિવિલના સિક્યુરિટી સ્ટાફ, રેસિડેન્ટ તબીબો, સફાઈકર્મીઓ, સહકર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉમંગભેર ઉજવણી કરે છે. આ પરંપરાને આગળ વધારતા આ વર્ષે પણ નવી સિવિલની નર્સીસ બહેનોએ સિવિલના વિવિધ વિભાગોના વડાઓ, મેડિકલ ઓફિસર્સ, 108ના કર્મચારીઓ તેમજ જુદા જુદા વોર્ડમાં દાખલ દર્દીઓ, પથારીવશ દર્દીઓને પણ રાખડી બાંધી હતી.

What's Your Reaction?






