'મને સ્વાઇન ફ્લૂ થયો ત્યારે CM હોવા છતાં ખડેપગે રહ્યો':વિજય રૂપાણીનાં બહેનનો મીડિયામાં પહેલો ઇન્ટરવ્યૂ, ભાસ્કરને કહ્યું- આ વખતે એ નથી, તેની યાદો છે

એની સ્માઇલ જ મારા માટે બધું હતી.... એ નાનો હતો ત્યારે હું હંમેશા તેને મારી સાથે રાખતી.... એવી એકપણ રક્ષાબંધન નથી જેમાં અમે ન મળ્યા હોય અને મેં તેને રાખડી ન બાંધી હોય. અમે બધી રક્ષાબંધન સાથે જ ઉજવી છે. હવે એ નથી, ફક્ત તેની યાદો જ છે..... દુનિયા જેને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામે ઓળખતી એ ચારૂબહેન માટે ખાલી વિજય હતો. ચારૂબહેન એટલે વિજય રૂપાણીના સગા મોટા બહેન, આખું નામ ચારૂબહેન મહીપાલભાઇ શાહ. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું અવસાન થતાં ભાઇ બહેનની આ જોડી હવે તૂટી ગઇ છે. ચારૂબહેન ક્યારેય કોઇ મીડિયા સામે આવ્યા નથી. આજે રક્ષાબંધન છે ત્યારે તેમણે દિવ્ય ભાસ્કરને ખાસ ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેમણે નાના ભાઇ વિજય સાથે જોડાયેલી યાદો વાગોળી હતી અને રસપ્રદ કિસ્સાં કહ્યા હતા. ભાસ્કર સાથેની વાતચીતમાં ચારૂબહેન ક્યારેક ભાવુક થઇ ગયા તો ક્યારેક તેમના ગળે ડૂમો ભરાઇ આવ્યો હતો. 7 ભાઇઓ અને 4 બહેનો એમ કુલ 11 સંતાનોમાં ચારૂબહેનનો નંબર 10મો અને વિજય રૂપાણીનો નંબર 11મો હતો. બહેનોમાં ચારૂબહેન સૌથી નાના હતા જ્યારે ભાઇઓમાં વિજયભાઇ. અત્યાર સુધીમાં એવી એકપણ રક્ષાબંધન નહોતી જેમાં ચારૂબહેને વિજય રૂપાણીને રાખડી બાંધી ન હોય. આ પહેલી એવી રક્ષાબંધન છે જેમાં ચારૂબહેન ભાઇ વિજયના કાંડા પર રાખડી નહીં બાંધી શકે. ચારૂબહેનની લાગણી વાંચો તેમના જ શબ્દોમાં.... રક્ષાબંધન ભાઇ બહેનના પ્રેમનો તહેવાર છે. હું ખૂબ જ દુઃખ અનુભવી રહી છું. વિજયનો એવો જ આગ્રહ રહેતો કે હું સૌથી નાનો છું એટલે તું જ મને પહેલી રાખડી બાંધજે. આ વખતે એ નથી એટલે મારે ફક્ત તેના સંભારણા જ યાદ કરવાના રહેશે. દર વખતે અમે સવારે 8, 8:30 વાગ્યા આસપાસ ભાઇ-ભાભી (વિજય રૂપાણી અને અંજલિબહેન) જ્યાં પણ હોય ત્યાં પહોંચી જતાં અને રાખડી બાંધતા. ભાઇ-ભાભી અમને ખૂબ જ પ્રેમથી આવકારતા. રાખડી બાંધતી વખતે હું તેને કહેતી કે રક્ષે રક્ષે રાખડી.... બેની રાખે બાધા આખડી.... વીરા રેજે સુખી મારા.... તારા દુઃખ બધા મારા અને મારા સુખ બધા તારા.... હંમેશા અમે તેને ખુશ જોવા માંગતા હતા. એ અમને શુભેચ્છા પાઠવતો અને સ્માઇલ આપતો એટલે અમને બધું જ મળી જતું હતું. તેને એકદમ નાની અને બારેય મહિના તેના હાથમાં રહી શકે તેવી કમ્ફર્ટેબલ રાખડી ગમતી હતી, તેને મોટી રાખડીઓ ન ગમતી. હંમેશા હું જ તેને રાખડી બાંધવા જતી હતી પણ ગયા વર્ષે તે પોતે મારે ત્યાં રાખડી બંધાવવા આવ્યો હતો. આ વખતે તેની યાદમાં હું રક્ષાબંધનના દિવસે દેરાસરમાં ભગવાનની આંગી કરાવીશ, પૂજા કરાવીશ અને નાના બાળકોને ચીજવસ્તુઓ ભેટમાં આપીશ. હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને વારંવાર તેને યાદ કરૂં છું કે તેનો આત્મા જ્યાં પણ હોય તેને શાંતિ મળે. એકપણ એવી રક્ષાબંધન નથી જેમાં અમે ન મળ્યા હોય અને મેં તેને રાખડી ન બાંધી હોય. અમે બધી રક્ષાબંધન સાથે કરી છે. તેનો આગ્રહ એવો હતો કે ભાઇબીજના દિવસે તે મારે ત્યાં જમવા આવતો. તે ગમે તેટલો વ્યસ્ત હોય પણ ભાઇબીજની સાંજે આવી જ જતો. મારે અને વિજયને વિશેષ બનતું હતું, વિજયને મારા પ્રત્યે વિશેષ લાગણી હતી. જ્યારે તે મુખ્યમંત્રી તરીકે ચૂંટાયો અને પહેલી ભાઇબીજ આવી ત્યારે તેનો સામેથી મને ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે ચારુ, હું અને તારા ભાભી બન્ને સાથે મળીને ભાઇબીજનું જમવા તારા ઘરે આવીશું. પ્રોટોકોલ સાથે તે જમવા માટે આવ્યો હતો, આખી સોસાયટી ભેગી થઇ હતી. અમે લોકોએ તેનું અભિવાદન કર્યું હતું. 10 મિનિટ સુધી તેણે બધા સાથે મુલાકાત કરી હતી. વિજય મુખ્યમંત્રી હતો ત્યારે હું અને બીજા બધા ગર્વ અનુભવતા કે મારો ભાઇ મુખ્યમંત્રી છે. મારી સોસાયટીના લોકોને પણ ગર્વ થતો કે મુખ્યમંત્રીના બેન અમારી સોસાયટીમાં જ રહે છે. વિજય જ્યારે મારા ઘરે આવતો ત્યારે તે એકદમ રિલેક્સ મૂડમાં રહેતો. મને, મારા દીકરા અને વિજય-અંજલિભાભીને ગીત ગાવાનો શોખ હતો એટલે અમે લોકો જમ્યા પછી ગીતો ગાવા બેસતા. વિજયને મારી પૌત્રીઓ સાથે રમવાની બહુ મજા આવતી. એ બાળક સાથે બાળક જેવો થઇ જતો. તેને હેમંતકુમારના ગીતો ખૂબ ગમતા હતા. બેકરાર કર કે હમે યુ ન જાઇએ..... આ ગીત તેને ખૂબ ગમતું હતું. અમે જ્યારે રંગૂન રહેતા ત્યારે મારા બાપુજીને ચોખાનો બિઝનેસ હતો, અમારે ખૂબ સારૂં હતું પણ ત્યાં યુદ્ધ થતાં અમે આવતા રહ્યા હતા. નાના હતા ત્યારે તેણે ક્યારેય કોઇ જીદ નહોતી કરી, અમે બધા ભાઇ બહેનો સમય પ્રમાણે અનુકૂળ થઇને રહેતા હતા. સાતમ-આઠમનો મેળો આવે ત્યારે અમે બન્ને ભાઇ બહેન રમકડાં માટે સવારે એકલાં નીકળતા હતા. મેળામાં બધા સ્ટોલ ફરીને અમે નક્કી કરી લેતા કે આપણે શું લેવું છે. રાત્રે અમે પેરેન્ટ્સ સાથે જતાં અને પછી રમકડાં લેતા હતા. હું જ્યારે પિકનિકમાં જતી ત્યારે ઘરેથી મિઠાઇ તેમજ બીજો નાસ્તો આપતા. હું પિકનિકમાંથી મિઠાઇ પાછી લાવતી અને એ મિઠાઇ હું વિજયને ખવડાવતી ત્યારે મને આનંદ થતો. મને થતું કે મારા ભાઇએ મારી સાથે ખાધું. હું મારી કોઇ ફ્રેન્ડને ત્યાં જઉં તો તેને મારી સાથે લઇ જતી. વિજય નાનો હતો ત્યારે હું હંમેશા તેને મારી સાથે જ રાખતી. ભાઇ-ભાભીએ મા-બાપની જેમ અમારી ખૂબ જ સંભાળ રાખી છે. વિજય જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મને સ્વાઇન ફ્લૂ થયો હતો. એ દરમિયાન હું 11 દિવસ હોસ્પિટલમાં રહી હતી. એ સમયે ભાઇ-ભાભી ખડેપગે મારી સાથે રહ્યા હતા અને મને જીવતદાન આપ્યું હતું. આનાથી વિશેષ તો શું ગિફ્ટ હોઇ શકે? વિજયને કાજુકતરી અને ચોળાફળી ભાવતી હતી એટલે હું એ બેય વસ્તુ લઇને જતી. હું 15-20 દિવસે તેને મળવા જઉં ત્યારે તે મને પૂછતો કે ચોળાફળી લાવી છો તું? અમે જૈન સમાજમાંથી આવીએ છીએ. જૈન સમાજમાં હંમેશા કરૂણા પર વધારે ધ્યાન આપવામાં આવે છે. વિજયમાં આદ્યાત્મિકતા ખૂબ જ હોવાથી કરૂણાભાવ ખૂબ હતો. તેને દરેક માનવીની ચિંતા હતી. તેણે કોઇ દિવસ પોતાના પદ માટે અભિમાન નથી કર્યું. પોતાના પદના કારણે દરેક માનવીને કેવી રીતે ઉપયોગી થઇ શકાય તેનું તેણે હંમેશા ધ્યાન રાખ્યું છે. તેણે કોઇ માટે એવું નથી રાખ્યું કે હું તમને નહીં મળું. તે નાનામાં નાના માણસને પણ મળતો હતો. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે, કોરાના હતો ત્યારે તેણે નાના માણસને મળીને તેની મુશ્કેલીઓ સાંભળી હતી. જ્યારે પુજિતનું અવસાન

Aug 9, 2025 - 07:30
 0
'મને સ્વાઇન ફ્લૂ થયો ત્યારે CM હોવા છતાં ખડેપગે રહ્યો':વિજય રૂપાણીનાં બહેનનો મીડિયામાં પહેલો ઇન્ટરવ્યૂ, ભાસ્કરને કહ્યું- આ વખતે એ નથી, તેની યાદો છે
એની સ્માઇલ જ મારા માટે બધું હતી.... એ નાનો હતો ત્યારે હું હંમેશા તેને મારી સાથે રાખતી.... એવી એકપણ રક્ષાબંધન નથી જેમાં અમે ન મળ્યા હોય અને મેં તેને રાખડી ન બાંધી હોય. અમે બધી રક્ષાબંધન સાથે જ ઉજવી છે. હવે એ નથી, ફક્ત તેની યાદો જ છે..... દુનિયા જેને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામે ઓળખતી એ ચારૂબહેન માટે ખાલી વિજય હતો. ચારૂબહેન એટલે વિજય રૂપાણીના સગા મોટા બહેન, આખું નામ ચારૂબહેન મહીપાલભાઇ શાહ. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું અવસાન થતાં ભાઇ બહેનની આ જોડી હવે તૂટી ગઇ છે. ચારૂબહેન ક્યારેય કોઇ મીડિયા સામે આવ્યા નથી. આજે રક્ષાબંધન છે ત્યારે તેમણે દિવ્ય ભાસ્કરને ખાસ ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેમણે નાના ભાઇ વિજય સાથે જોડાયેલી યાદો વાગોળી હતી અને રસપ્રદ કિસ્સાં કહ્યા હતા. ભાસ્કર સાથેની વાતચીતમાં ચારૂબહેન ક્યારેક ભાવુક થઇ ગયા તો ક્યારેક તેમના ગળે ડૂમો ભરાઇ આવ્યો હતો. 7 ભાઇઓ અને 4 બહેનો એમ કુલ 11 સંતાનોમાં ચારૂબહેનનો નંબર 10મો અને વિજય રૂપાણીનો નંબર 11મો હતો. બહેનોમાં ચારૂબહેન સૌથી નાના હતા જ્યારે ભાઇઓમાં વિજયભાઇ. અત્યાર સુધીમાં એવી એકપણ રક્ષાબંધન નહોતી જેમાં ચારૂબહેને વિજય રૂપાણીને રાખડી બાંધી ન હોય. આ પહેલી એવી રક્ષાબંધન છે જેમાં ચારૂબહેન ભાઇ વિજયના કાંડા પર રાખડી નહીં બાંધી શકે. ચારૂબહેનની લાગણી વાંચો તેમના જ શબ્દોમાં.... રક્ષાબંધન ભાઇ બહેનના પ્રેમનો તહેવાર છે. હું ખૂબ જ દુઃખ અનુભવી રહી છું. વિજયનો એવો જ આગ્રહ રહેતો કે હું સૌથી નાનો છું એટલે તું જ મને પહેલી રાખડી બાંધજે. આ વખતે એ નથી એટલે મારે ફક્ત તેના સંભારણા જ યાદ કરવાના રહેશે. દર વખતે અમે સવારે 8, 8:30 વાગ્યા આસપાસ ભાઇ-ભાભી (વિજય રૂપાણી અને અંજલિબહેન) જ્યાં પણ હોય ત્યાં પહોંચી જતાં અને રાખડી બાંધતા. ભાઇ-ભાભી અમને ખૂબ જ પ્રેમથી આવકારતા. રાખડી બાંધતી વખતે હું તેને કહેતી કે રક્ષે રક્ષે રાખડી.... બેની રાખે બાધા આખડી.... વીરા રેજે સુખી મારા.... તારા દુઃખ બધા મારા અને મારા સુખ બધા તારા.... હંમેશા અમે તેને ખુશ જોવા માંગતા હતા. એ અમને શુભેચ્છા પાઠવતો અને સ્માઇલ આપતો એટલે અમને બધું જ મળી જતું હતું. તેને એકદમ નાની અને બારેય મહિના તેના હાથમાં રહી શકે તેવી કમ્ફર્ટેબલ રાખડી ગમતી હતી, તેને મોટી રાખડીઓ ન ગમતી. હંમેશા હું જ તેને રાખડી બાંધવા જતી હતી પણ ગયા વર્ષે તે પોતે મારે ત્યાં રાખડી બંધાવવા આવ્યો હતો. આ વખતે તેની યાદમાં હું રક્ષાબંધનના દિવસે દેરાસરમાં ભગવાનની આંગી કરાવીશ, પૂજા કરાવીશ અને નાના બાળકોને ચીજવસ્તુઓ ભેટમાં આપીશ. હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને વારંવાર તેને યાદ કરૂં છું કે તેનો આત્મા જ્યાં પણ હોય તેને શાંતિ મળે. એકપણ એવી રક્ષાબંધન નથી જેમાં અમે ન મળ્યા હોય અને મેં તેને રાખડી ન બાંધી હોય. અમે બધી રક્ષાબંધન સાથે કરી છે. તેનો આગ્રહ એવો હતો કે ભાઇબીજના દિવસે તે મારે ત્યાં જમવા આવતો. તે ગમે તેટલો વ્યસ્ત હોય પણ ભાઇબીજની સાંજે આવી જ જતો. મારે અને વિજયને વિશેષ બનતું હતું, વિજયને મારા પ્રત્યે વિશેષ લાગણી હતી. જ્યારે તે મુખ્યમંત્રી તરીકે ચૂંટાયો અને પહેલી ભાઇબીજ આવી ત્યારે તેનો સામેથી મને ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે ચારુ, હું અને તારા ભાભી બન્ને સાથે મળીને ભાઇબીજનું જમવા તારા ઘરે આવીશું. પ્રોટોકોલ સાથે તે જમવા માટે આવ્યો હતો, આખી સોસાયટી ભેગી થઇ હતી. અમે લોકોએ તેનું અભિવાદન કર્યું હતું. 10 મિનિટ સુધી તેણે બધા સાથે મુલાકાત કરી હતી. વિજય મુખ્યમંત્રી હતો ત્યારે હું અને બીજા બધા ગર્વ અનુભવતા કે મારો ભાઇ મુખ્યમંત્રી છે. મારી સોસાયટીના લોકોને પણ ગર્વ થતો કે મુખ્યમંત્રીના બેન અમારી સોસાયટીમાં જ રહે છે. વિજય જ્યારે મારા ઘરે આવતો ત્યારે તે એકદમ રિલેક્સ મૂડમાં રહેતો. મને, મારા દીકરા અને વિજય-અંજલિભાભીને ગીત ગાવાનો શોખ હતો એટલે અમે લોકો જમ્યા પછી ગીતો ગાવા બેસતા. વિજયને મારી પૌત્રીઓ સાથે રમવાની બહુ મજા આવતી. એ બાળક સાથે બાળક જેવો થઇ જતો. તેને હેમંતકુમારના ગીતો ખૂબ ગમતા હતા. બેકરાર કર કે હમે યુ ન જાઇએ..... આ ગીત તેને ખૂબ ગમતું હતું. અમે જ્યારે રંગૂન રહેતા ત્યારે મારા બાપુજીને ચોખાનો બિઝનેસ હતો, અમારે ખૂબ સારૂં હતું પણ ત્યાં યુદ્ધ થતાં અમે આવતા રહ્યા હતા. નાના હતા ત્યારે તેણે ક્યારેય કોઇ જીદ નહોતી કરી, અમે બધા ભાઇ બહેનો સમય પ્રમાણે અનુકૂળ થઇને રહેતા હતા. સાતમ-આઠમનો મેળો આવે ત્યારે અમે બન્ને ભાઇ બહેન રમકડાં માટે સવારે એકલાં નીકળતા હતા. મેળામાં બધા સ્ટોલ ફરીને અમે નક્કી કરી લેતા કે આપણે શું લેવું છે. રાત્રે અમે પેરેન્ટ્સ સાથે જતાં અને પછી રમકડાં લેતા હતા. હું જ્યારે પિકનિકમાં જતી ત્યારે ઘરેથી મિઠાઇ તેમજ બીજો નાસ્તો આપતા. હું પિકનિકમાંથી મિઠાઇ પાછી લાવતી અને એ મિઠાઇ હું વિજયને ખવડાવતી ત્યારે મને આનંદ થતો. મને થતું કે મારા ભાઇએ મારી સાથે ખાધું. હું મારી કોઇ ફ્રેન્ડને ત્યાં જઉં તો તેને મારી સાથે લઇ જતી. વિજય નાનો હતો ત્યારે હું હંમેશા તેને મારી સાથે જ રાખતી. ભાઇ-ભાભીએ મા-બાપની જેમ અમારી ખૂબ જ સંભાળ રાખી છે. વિજય જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મને સ્વાઇન ફ્લૂ થયો હતો. એ દરમિયાન હું 11 દિવસ હોસ્પિટલમાં રહી હતી. એ સમયે ભાઇ-ભાભી ખડેપગે મારી સાથે રહ્યા હતા અને મને જીવતદાન આપ્યું હતું. આનાથી વિશેષ તો શું ગિફ્ટ હોઇ શકે? વિજયને કાજુકતરી અને ચોળાફળી ભાવતી હતી એટલે હું એ બેય વસ્તુ લઇને જતી. હું 15-20 દિવસે તેને મળવા જઉં ત્યારે તે મને પૂછતો કે ચોળાફળી લાવી છો તું? અમે જૈન સમાજમાંથી આવીએ છીએ. જૈન સમાજમાં હંમેશા કરૂણા પર વધારે ધ્યાન આપવામાં આવે છે. વિજયમાં આદ્યાત્મિકતા ખૂબ જ હોવાથી કરૂણાભાવ ખૂબ હતો. તેને દરેક માનવીની ચિંતા હતી. તેણે કોઇ દિવસ પોતાના પદ માટે અભિમાન નથી કર્યું. પોતાના પદના કારણે દરેક માનવીને કેવી રીતે ઉપયોગી થઇ શકાય તેનું તેણે હંમેશા ધ્યાન રાખ્યું છે. તેણે કોઇ માટે એવું નથી રાખ્યું કે હું તમને નહીં મળું. તે નાનામાં નાના માણસને પણ મળતો હતો. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે, કોરાના હતો ત્યારે તેણે નાના માણસને મળીને તેની મુશ્કેલીઓ સાંભળી હતી. જ્યારે પુજિતનું અવસાન થયું ત્યારે વિજયે પુજિતના નામે ટ્રસ્ટ બનાવ્યું હતું. આ ટ્રસ્ટ આજે 400 બાળકોની જવાબદારી ઉઠાવે છે. વિજય હંમેશા કહેતો કે જે છેવાડાનો માનવીને છે તેને દરેક વસ્તુ મળવી જ જોઇએ. તેણે હંમેશા છેવાડાના માનવીનું ધ્યાન રાખ્યું છે. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે મારા દીકરાએ જ મને જાણ કરી હતી. મારો દીકરો જ વિજયને મુકવા ગયો હતો. મારો દીકરો જ્યારે ઓફિસે પહોંચ્યો ત્યાં જ દસ મિનિટમાં તેનો મને ફોન આવ્યો કે મમ્મી, આવી દુર્ઘટના ઘટી છે, તમે જલ્દી ટીવી ચાલુ કરો. એ સમયે હું મારી 2 પૌત્રીઓને જમાડી રહી હતી. દુર્ઘટના બન્યા પછી મૃતદેહની ઓળખ કરવા માટે મારૂં DNA લીધું હતું કારણ કે એ સમયે ઋષભ અને સોનુ હાજર નહોતા. અંજલિભાભી અહીંયા (ભારતમાં) નહોતા અને વિજયને જનરલી બહારનું ખાવાનું ઓછું ભાવતું હતું એટલે મેં દુર્ઘટનાના આગલા દિવસે જ તેને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે વિજય તું લંડન જવાનો છે તો હું તને નાસ્તો બનાવીને આપું? તારે કંઇ લઇ જવું છે? તો વિજયે ના પાડી હતી અને કહ્યું હતું કે ચારુ, મહારાજે બધું જ બનાવ્યું છે, તું મારૂં ટેન્શન ન કર. વિજયને મારા હાથની ભાખરી બહુ ભાવતી હતી. જ્યારે પણ જીવનમાં કોઇ મુશ્કેલી આવી ત્યારે વિજય હંમેશા સાથે ઊભો રહ્યો છે. મારા દીકરા માટે પ્રેરણા, ગુરૂ એ બધું જ એના મામા (વિજય રૂપાણી) હતા. વિજય સંગઠનમાં રહેનારો જીવ હતો. તેણે કોઇ દિવસ કોઇ ઇચ્છા રાખી નહોતી. પક્ષ જે આપે તેમાં જ એ સંતોષ માનતો હતો. એક કાર્યકર તરીકે કામ કરવામાં તેને આનંદ થતો હતો. જો એ રાજકારણમાં ન આવ્યો હોત તો મોટો બિઝનેસમેન હોત. આ પણ વાંચો વિજયભાઈએ ધ્રોલનાં ભાઈ-બહેનની આજીવન સંભાળ રાખી 2 મહિના પહેલાં રૂપાણી 'બોઇંગ'ની કોકપીટમાં બેઠા હતા જેને જોતાં જ વિજયભાઇ ભેટી પડતા એ તુષારે કહ્યું, હવે મારો જીવ બળે છે

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow