''વિનાશ કરીને વિકાસ ન થઈ શકે'':સોમનાથ કોરિડોરનું કામ રોકેટગતિએ શરૂ થતાં લોકોના જીવ તાળવે; 8 મંદિર સહિત 384 મિલકતો હટાવવા કવાયત
સોમનાથ ટ્ર્સ્ટ પાસે બહુ ખુલ્લી જગ્યા છે. ત્યાં કોરિડોર બનાવવો હોય તો બનાવે, અમે અમારી બાપ-દાદાની મિલકતો આપવાના નથી. મારા પપ્પાએ મરણ મૂડીમાંથી આ મકાન બનાવ્યું છે. હવે મકાનો લઈ લેવાની વાત કરે છે. અમે અમારું મકાન આપવાના નથી. મારું ને મારા પાર્ટનરનું ઘર આ હોટલ પર જ ચાલે છે. એ પાડી નખાશે તો અમારું થશે શું? આ શબ્દો સોમનાથના રહેવાસીઓના છે. વાત જાણે એમ છે કે જે રીતે ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર થયો. જે રીતે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો, હવે સોમનાથમાં પણ કોરિડોર બનાવવાની ગતિવિધિ ચાલુ કરી દેવાઈ છે. એ પણ રોકેટગતિએ. કોઈને કાંઈ અંદાજ નહોતો ને અચાનક વહિવટી તંત્રની ટીમ સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં ત્રાટકી. દરેકને અલ્ટીમેટમ આપી દેવાયું કે, તમારા ઘર, હોટેલ, દુકાનો ખાલી કરવાની તૈયારી રાખજો. રેવન્યૂ વિભાગની ટીમે સર્વે પણ ચાલુ કરી દીધો.સોમનાથ મંદિર આસપાસ રહેતા હજારો લોકોના જીવ તાળવે ચોંટી ગયા. અચાનક આ શું થઈ ગયું? અમારું ઘર લઈ લેશે તો જઈશું ક્યાં? અમારી હોટેલ લઈ લેશે તો કમાશું કેવી રીતે? અમારી દુકાન છીનવાઈ જશે તો બે ટંકનું રાંધી નહિ શકીએ... સોમનાથ કોરિડોરની ગતિવિધિ શરૂ થઈ ને રહેવાસીઓનો રોષ પણ રોકેટ ગતિએ વધ્યો. સોમનાથના રહેવાસીઓ શું કહે છે? નાયબ કલેક્ટરનું શું કહેવું છે? આ કોરિડોર માટે કેટલી જગ્યા જોઈશે? દિવ્ય ભાસ્કરે સોમનાથ પહોંચીને વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. સોમનાથમાં મંદિર આસપાસની 25 હજાર ચોરસ મીટર જમીન સંપાદિત કરવાની છે. આની કાર્યવાહી શરૂ થતાં જ નગરજનોમાં રોષ તીવ્ર બની રહ્યો છે.જેનું પાછળનું એક કારણ એ છે સોમનાથ ટ્રસ્ટ કે વહિવટી તંત્ર કોરિડોરને લઈને કોઈપણ જાતની સાચી હકીકત લોકોને જણાવી રહ્યું નથી.તો બીજી બાજુ સ્થાનિક તંત્ર દ્વારા કોરિડોરને લગતી કામગીરી અવિરત ચાલી રહી છે. જેના લીધે સમગ્ર શહેરમાં કોરિડોરને લઈ અસમંજસની પરિસ્થિતિ પ્રવર્તી છે. છેલ્લા ઘણા સમયથી સોમનાથ મંદિર કોરિડોરની ચર્ચાઓ ચાલી રહી છે પણ કોરિડોર અંગે આજદીન સુધી કોઈ પારદર્શક વિગતો સરકાર,સોમનાથ મંદિર ટ્રસ્ટ કે વહિવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. કોરિડોરને લઈ પ્રાથમિક પ્લાન આયોજન સહિતની તમામ બાબતો લોકોથી યેનકેન પ્રકારે છુપાવવામાં આવી રહી છે. છેલ્લા આઠેક મહિનાથી કોરિડોરની ગતિવિધિ તેજ બની હોય તેમ સ્થાનિક કક્ષાએ મંદિર ટ્રસ્ટ અને વહિવટી તંત્ર વચ્ચે મેરેથોન બેઠકો યોજાઈ રહી છે. કોરિડોર માટે જરૂરી જમીન સંપાદનની કામગીરીને અગ્રતા આપી પ્રભાસ પાટણના લોકો સાથે કલેકટર, નાયબ કલેકટર, એસ.પી. સહિત ઉચ્ચ અધિકારીઓ વારંવાર બેઠકો યોજી રહ્યા છે. અત્યારે તંત્રે 384 જેટલી મિલકતો સંપાદન કરવા માટેની યાદી તૈયાર કરી છે. આ 384માં 70 જેટલી હોટલ ગેસ્ટહાઉસ, તેમજ જુદા જુદા સમાજોની વાડી, જમાત ખાના જેમકે લોહાણા મહાજન સમાજ, ભોય સમાજ, રાજપૂત સમાજ, મન્સૂરી સમાજ જમાત, પટણી સમાજ જમાત આમ પાંચ જેટલી વાડી - જમતો જે ટ્રસ્ટ અથવા તો વ્યકિગત માલિકીની છે.આ ઉપરાંત 20થી વધુ દુકાનો તેમજ બાકીના હિન્દુ મુસ્લિમ સમાજના લોકોના રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે. આ મામલે નાયબ કલેકટર વિનોદ જોશીએ જણાવ્યું હતું કે, સોમનાથ કોરિડોરનું કામ સરકારની સૂચનાથી હાથ ધરવામાં આવ્યું છે. કોરિડોર બનાવવા માટે સોમનાથ મંદિર આસપાસની 25 હજાર ચો.મી. વિસ્તારની 384 આસમીઓની મિલકતોનું અધિગ્રહણ કરવાનું આયોજન છે. આ મિલકતોનું સંપાદન વેચાણથી રાખવાનું આયોજન છે.જેથી અત્યાર સુધી કોઈ મિલકત ધારકને નોટીસ આપી નથી.સરકાર દ્વારા મિલકતોનું અધિગ્રહણ કરવાની કિંમત નક્કી કરવા બેઠકો થઈ રહી છે. તેમાં જે કિંમત નક્કી થશે તેની મિલકત ધારકોને જાણ કરવામાં આવશે. કોરિડોરને લઈ લોકો પોતાની વેદના અને હૈયા વરાળ લોકો સમક્ષ ઠાલવી રહ્યા છે.આ તમામ કાર્યવાહી સરકારની સૂચના અનુસાર થઈ રહી છે. સોમનાથ મંદિર નજીક ભોંયવાડાના નાકા પર દુકાન ધરાવતા અનિલભાઈ ટાંકે દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારી ચાર પેઢીથી અહીં દુકાન છે, દુકાન-મકાન બધું સરકાર લઈ લેવાની વાત કરે છે. અમે સરકારને આપવા માંગતા નથી. અમે અહીં જિંદગી કાઢી છે અને મહિને 20-25 હજાર કમાતા હોય અને અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. અમારે અમારી મિલકત આપવાની તૈયારી નથી. ભોંયવાડાના નાકે દુકાન ધરાવતા કેતનભાઈ દેવાણી એ જણાવ્યું હતું કે,આ દુકાન અમારી માલિકીની છે. 40 વર્ષથી અહીં વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. કોરિડોરમાં અમારી દુકાન પણ લઈ લેવાશે એ વાતથી અમારો પરિવાર સતત ચિંતિત છે. મારી વૃદ્ધ માતા સતત રડ્યા કરે છે. અમને ચિંતા એ છે કે અમારો ધંધો વેપાર છીનવાઈ જશે તો અમે શું કરીશું. અમે કોઇપણ ભોગે એક ટકોય અમારી મિલકત આપવા માંગતા નથી. જૂના સોમનાથ મંદિર નજીક હોટલ શિવ ધરાવતા માલિક ઉલ્હાસ પાઠકે જણાવ્યું હતું કે, સોમનાથ કોરિડોર પ્રોજેકટ અંતર્ગત સંપાદનમાં અમારી હોટલ પણ આવી જાય છે. આ હોટલના અમે બે ભાગીદારો છીએ. બંને મળીને પરિવારના 13-14 સદસ્યો છે. પરિવારના જીવન નિર્વાહનું એકમાત્ર સાધન આ હોટલ છે. જો આ હોટલ જતી રહે તો અમે નિરાધાર થઈ જશું. તંત્ર દ્વારા વારંવાર બોલાવવામાં આવે છે અને અમારી મિલકત અધિગ્રહણ કરવાની વાત કરે છે, હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવી નથી. અમે અમારી મિલકત આપવા માંગતા નથી પરંતુ છતાં પણ કોઈ પણ સંજોગોમાં સરકારને અમારી મિલકત લેવી જ હોય તો તેનું યોગ્ય વળતર આપવું જોઈએ અથવા અમારું પુનઃ સ્થાપન કરવું જોઈએ. પ્રભાસ પાટણના લાંબી શેરી વિસ્તારમાં રહેતા જાગૃતિબેન દેસાઈ એ જણાવ્યું હતું કે, અમારે મકાન આપવું જ નથી. અમારી બાપ દાદાની ચાર-ચાર પેઢીઓથી આ રહેણાંક છે જે અમે છોડવા માંગતા નથી. કોરિડોરની કોઈ જરૂરિયાત નથી. સોમનાથ ટ્રસ્ટ પાસે પૂરતી જમીન છે. સંકડાશ હોય ત્યાં કોરિડોરની જરૂર હોય, અહીં કોઈ સંકડાશ નથી. છતાંય સરકાર દબાણ પ્રેશર કરીને બધાના મકાન લઈ લેવા માંગે છે. નોટિસ વગર મકાન પાડવાની વાત ગેરકાયદેસર છે. નોટિસ મળે તો પણ અમારે અમારા જમીન આપવી જ નથી, ગમે તે થાય. લાંબી શેરી માં જ રહેતા ઉષ્માબેન દેસાઈએ પણ આક્રોશભેર જણાવ્યું હતું કે,વિનાશ કરીને વિકાસ ના કરાય. આ મકાન મારા પિતાએ તેની મરણમૂડીમાંથી બનાવ્યું છે. અમે કોઈ પણ સ

What's Your Reaction?






