10 લાખ લોકો પાણી માટે તરસ્યા:પાણી પુરવઠા વિભાગ પાસે ટેન્કર છે પણ પાણી નહીં!, ફાયર વિભાગ પાસે માત્ર 7 ટેન્કર અને 200નું વેઇટિંગ

વડોદરા શહેરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ગત રાતથી અને આજે સવારે પણ મોટાભાગના વિસ્તારોમાં પાણીકાપ છે. જેના કારણે 10 લાખ લોકોને અસર થઈ રહી છે, બીજી તરફ પાણી પુરવઠા વિભાગ લોકો સુધી પાણી પહોચાડવામાં નિષ્ફળ નીવડ્યું છે. લોકો પાણી માટે પૈસા ખર્ચવા પણ તૈયાર છે, છતાં પણ એક એક ટેન્કર માટે કલાકોનું વેઇટિંગ બતાવી રહ્યું છે. કોર્પોરેશને આ અંગેની જાહેરાત તો કરી હતી પરંતુ, જરૂરિયાત સમયે પાણી પહોચાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. પાણીની ટેન્કરના બુકિંગ માટે ઇમરજન્સીની જેમ ફાયર વિભાગના કોલ રણકી રહ્યા છે. 10 લાખ લોકોને પાણીકાપની અસર વર્તાઈ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા શહેરીજનોને પાણી મળી રહે તે માટે રૂપિયા લઈ પાણી પહોચાડવામાં આવે છે, સાથે જ્યાં શહેરમાં પાણીની જરૂરિયાત હોય ત્યાં પાણી પુરવઠા વિભાગ દ્વારા બજેટ આધારે ટેન્કરના માધ્યમથી પહોચાડવામાં આવે છે. પરંતુ આજે 10 લાખ લોકોને પાણીકાપની અસર વર્તાઈ છે, ત્યારે લોકો એક એક ટેન્કર માટે તરસી રહ્યા છે. આજે પાણી પુરવઠા વિભાગ તો નિષ્ક્રિય રહ્યું છે પરંતુ, લોકો ફાયર વિભાગમાં રૂપિયા ભરવા છતાં પાણી કલાકો વિતવા છતાં લોકો સુધી પહોંચી નથી રહ્યું. ફાયર વિભાગમાં 250થી વધુ ટેન્કરોનું બુકિંગ ફાયર વિભાગમાં અત્યારે 250થી વધુ ટેન્કરનું બુકિંગ ચાલી રહ્યું છે. તેઓનું કહેવું છે કે, આજે નહીં કાલે ટેન્કર મળશે. ત્યારે સવાલ થાય છે કે, જો પ્રજાને વેરાનું વળતર આપવામાં તો તંત્ર નિષ્ફળ રહ્યું છે પરંતુ, પૈસા ભરવા છતાં પણ પાણી નથી મળી રહ્યું. ત્યારે જો ઇમરજન્સી ટેન્કર પૈસા ભરવા છતાં લોકોને ન મળી શકતું હોય તો શા માટે બુકિંગ કરવામાં આવી રહ્યું છે? તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. '50 ટકા પાણી જ બંધ છે તો પાણી ક્યાંથી ભરાય' આ અંગે પાણી પુરવઠા અધિકારી ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે, કામગીરી ચાલી રહી છે, પાણી પુરવઠા વિભાગ દ્વારા કોન્ટ્રાક આધારે પાણીની ટેન્કરો ફાળવવામાં આવે છે. અમારા દ્વારા ખુબજ જરૂરિયાત હોય ત્યારે પાણી આપવામાં આવે છે, પરંતુ હાલમાં 50 ટકા પાણી જ બંધ છે તો પાણી ક્યાંથી ભરાય! હાલમાં અમે ટેન્કર આપી નથી રહ્યા, પાણી નથી તો ટેન્કર ક્યાંથી ભરીએ. આ અંગે અમે સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આજે ચારથી પાંચ કનેક્શન આપવાના છે જે ખૂબ જ સારી કામગીરી છે. પાણી પુરવઠા વિભાગને આગોતરું આયોજન કરવાનું કહેવામાં આવ્યું હતું. આ બાબતે હું વાત કરું છું. ફીડર નળીની કામગીરીને કારણે પાણી પુરવઠો ખોરવાયો વડોદરા શહેરના આશરે 10 લાખ નાગરિકોને ગત રોજ અને આજે પાણીનો પુરવઠો મળ્યો નથી. મહીસાગર નદી પર આવેલા રાયકા પાણીના સ્ત્રોતથી આવતી જૂની 1354 મી.મી. વ્યાસની ફીડર નળીને નવી 1524 મી.મી. વ્યાસની ફીડર નળી સાથે જોડવાની કામગીરીને કારણે પાણી પુરવઠો ખોરવાયો છે. આ શટડાઉનની અસર શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં પાણી પુરવઠો આપતા મથકો પર જોવા મળી રહી છે. કયા કયા પાણીકાપ

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow