ઓરિએન્ટ ક્લબમાં મારામારી:મેમ્બરશિપ રદ થતાં બે ગ્રુપ વચ્ચે બબાલ, બહારથી માણસો બોલાવી ક્લબના સેક્રેટરીને પહેલા માળેથી મારતા મારતા નીચે લાવ્યા

અમદાવાદના એલિસબ્રિજમાં આવેલા ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભૂપેન્દ્ર શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ થતાં બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે મારામારી મામલે બે અલગ અલગ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ક્લબમાં તોડફોડ થઈ ઓરિએન્ટ ક્લબના સભ્ય ભદ્રેશ શાહની મેમ્બરશિપ રદ કરવાને લઈને ભદ્રેશભાઈની ક્લબના અન્ય સભ્યો સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ભદ્રેશભાઈએ બહારથી બોલાવેલા માણસોએ ક્લબમાં આવીને મારામારી અને તોડફોડ કરી હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભદ્રેશભાઈ અને તેમનો પરિવાર તથા અન્ય લોકો અને ક્લબના સભ્યો અને અન્ય લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવ દરમિયાન ક્લબમાં તોડફોડ પણ થઈ હતી અને કેટલાક લોકોનો સામાન પણ ગુમ થયો છે. બંને પક્ષે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી ભદ્રેશભાઈએ ક્લબના દિવ્યાંગ શાહ,રાજેન્દ્ર ત્રિવેદી અને રાજુ નારંગ વિરુદ્ધ મારામારી અને તોડફોડની ફરિયાદ નોંધાવી છે.જ્યારે ક્લબના મેમ્બર દિવ્યાંગ શાહે ભદ્રેશ શાહ તેમના દીકરા ભૂમિલ શાહ,ભદ્રેશભાઈની પત્ની, ભદ્રેશભાઈની દીકરી અને તેમને બહારથી બોલાવેલા 10થી 15 માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ક્લબના સેક્રેટરીને પહેલા માળેથી મારતા મારતા નીચે લાવ્યા ઓરિએન્ટ ક્લબના સભ્ય અજીતભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ક્લબમાં લગભગ કેટલાક લુખ્ખા તત્વો ખુલ્લી તલવારો અને હથિયારો સાથે ધસી આવ્યા હતા.આ હુમલાખોરોએ ક્લબમાં ભારે તોડફોડ કરી હતી અને મારપીટ પણ કરી હતી. હુમલામાં કમિટી મેમ્બર દિવ્યાંગભાઈને એટલો માર મારવામાં આવ્યો કે તેમને મારતા મારતા બહારથી અંદર લાવવામાં આવ્યા અને અંદર પણ માર મારવામાં આવ્યો હતો.તેમને અન્ય કમિટી મેમ્બરો વિશે પણ પૂછપરછ કરી હતી. ક્લબના સેક્રેટરીને પહેલા માળેથી મારતા મારતા નીચે લાવવામાં આવ્યા હતા અને તેમની ચેન, ઘડિયાળ તથા પાકીટ સહિત ઘણું બધું લૂંટાઈ ગયું હતું. રેસ્ટોરન્ટની અંદરથી પ્લેટો પણ તોડી નાખવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow