કોર્ટનો ચુકાદો:જાપ્તામાંથી આરોપી ભાગવાના કેસમાં પોલીસ કર્મીઓ નિર્દોષ

વાંસદા તાલુકામાં વાંસદાની જયુ. કસ્ટડીમાં કાચા કામના કેદી અરવિંદ ઉર્ફે દાઢી માધુભાઈ દેશમુખને પેટમાં દુ:ખાવો તથા ગભરામણ થયાનું ખોટું બહાનું કાઢી અન્ય આક્ષેપિત કે જે ગાર્ડ ઉપર હાજર હોય તેઓએ કાચા કામના કેદીને લોકઅપમાંથી બહાર કાઢી જેલમાં પંખા નીચે બેસાડતા તેઓને ધક્કો મારી સબજેલમાંથી ભાગી ગયો હતો. જેથી તેઓ વિરૂદ્ધ વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ચાલવા પર આવતા આક્ષેપીતો તરફે સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ મહિડાની સાથે યોગેશ ચૌધરી અને સિનિયર એડવોકેટ નેવિલ પટેલ હાજર થયા હતા. આ કેસ ચાલી જતાં ફરિયાદ પક્ષ તેમનો કેસ "શંકાથી પર’ સાબિત કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા તેમજ ભાગી ગયેલ આક્ષેપિત અન્ય ગુનામાં જયુ. કસ્ટડીમાં જ હોય અને તેઓનો કબ્જો અન્ય સહઆક્ષેપિતના કબ્જામાં જ હોય તેમજ અન્ય સહઆક્ષેપિતોની બેદરકારીના કારણે બનાવ બન્યો હોય તે સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ નિવડ્યો હતો. સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ મહિડાની દલીલો તથા રજૂ કરાયેલ સુપ્રીમ, ગુજરાત હાઇકોર્ટ તથા અન્ય હાઇકોર્ટના ચૂકાદાઓને માન્ય રાખી વાંસદાના ન્યાયધીશ આર.આર.બારીયાએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow