ભરૂચમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે બેઠક:નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને વાલીયા ખાતે 78મા સ્વતંત્રતા પર્વની તૈયારીઓની સમીક્ષા
ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે 15 ઓગસ્ટના રોજ યોજાનાર મુખ્ય કાર્યક્રમની રૂપરેખા અનુસાર તબક્કાવાર આયોજન કરવા સૂચન કર્યું હતું. તેમણે તમામ વિભાગોને રાષ્ટ્ર પર્વની ઉજવણીને શાનદાર બનાવવા તાકીદ કરી હતી. 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી વાલીયા ખાતે સિતારામ સેવા ટ્રસ્ટના કંપાઉન્ડમાં કરવામાં આવશે. કલેક્ટરની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી સંબંધિત તમામ પાસાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

What's Your Reaction?






