હાશ! હવે અમદાવાદ-મુંબઈ NHના ટ્રાફિકમાંથી મુક્તિ:જાંબુવા નદી પરના સાંકડા બ્રિજ પરના બંને તરફ રોડ ચકાચક કર્યા, નવા બ્રિજનું કામ પણ શરૂ, વાહનો સડસડાટ દોડવા લાગ્યાં

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર દોઢ મહિનામાં સાત વખત ટ્રાફિકજામ થયો હતો. એને પગલે દિવ્ય ભાસ્કરે ટ્રાફિકજામની સ્થિતિનું સતત રિપોર્ટિંગ કર્યું હતું. એને પગલે આ મામલો કેન્દ્રીય માર્ગ અને પરિવહનમંત્રી નીતિન ગડકરી સુધી પહોંચતાં તેમના આદેશ બાદ જાંબુઆ નદી પરનો સાંકડા બ્રિજ પર નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકજામથી રાહત મળી છે. બીજી તરફ નેશનલ હાઈવે 48 પર જાંબુવાબ્રિજથી દુમાડ ચોકડી સુધી 11 બ્રિજ પર પાંચથી લઈને 20 ફૂટ સુધીના ખાડા પડ્યા હતા. દિવ્ય ભાસ્કરના આ અહેવાલ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી કામે લાગી છે અને 11 બ્રિજ પર રોડનું સમારકામ શરૂ કર્યું છે. આ હાઇવે પર 19 જૂને પણ ભારે ટ્રાફિકજામ થયો હતો. ત્યાર બાદ 26 જૂન, 28 જૂન, 29 જૂન, 23 જુલાઈ, 24 જુલાઈ અને 28 જુલાઈના દિવસે પણ ટ્રાફિકજામ થયો હતો. આમ, 39 દિવસમાં 7 વાર ટ્રાફિકજામ થયો હતો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર છેલ્લાં પાંચ વર્ષથી લોકો ટ્રાફિકજામની સમસ્યાથી ત્રસ્ત છે. આ વર્ષે પણ છેલ્લા દોઢ મહિનામાં સાત વખત ટ્રાફિકજામ થયો હતો, જેમાં 10થી 15 કિલોમીટરનો ટ્રાફિકજામ થતો હતો. આ મામલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ખખડાવ્યા હતા અને ઝડપથી ટ્રાફિકજામની સમસ્યાનો નિવારણ લાવવા માટે કહ્યું હતું. આ ઉપરાંત વડોદરા જિલ્લા કલેકટર પણ અધિકારીઓને નોટિસ આપી હતી. ત્યાર બાદ વડોદરા શહેર પોલીસ કમિશનર, RTO અને નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓએ જાંબુવાની મુલાકાત લીધી હતી અને ઝડપથી ટ્રાફિકજામની સમસ્યાનું નિવારણ લાવવા માટે પોલીસ કમિશનર સૂચના આપવામાં આવી હતી. આ પણ વાંચો: 23 જુલાઈએ મુંબઈ-અમદાવાદ NH પર ખાડાને કારણે લાગેલો 15 KMનો ટ્રાફિકજામ સાંકડા બ્રિજ પર બંને તરફ રોડ પર કાર્પેટિંગ કરાયું ત્યાર બાદ જાંબુવા નદી પરના સાંકડા બ્રિજ પર બંને તરફ રોડ પર કાર્પેટિંગ કરી દેવામાં આવ્યું છે અને વાહનો સડસડાટ દોડી રહ્યાં છે. આ પહેલાં બ્રિજ ઉપર ખાડા પડી જતાં વાહનો ધીમી ગતિએ ચાલતાં હતાં, તેથી 15 કિમી લાંબો ટ્રાફિકજામ થતો હતો, પરંતુ હવે નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે, જેથી હાલપૂરતી વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળી ગઈ છે. દુમાડ ચોકડી સુધી કમર તૂટે એવા ખાડા હતા બીજી તરફ દિવ્ય ભાસ્કરની ટીમે 5 દિવસ પહેલાં જાંબુવાના સાંકડા બ્રિજથી લઇને દુમાડ ચોકડી સુધીના 25 કિમીના હાઇવે પર આવેલા 11 બ્રિજ પર જઇને રિયાલિટી ચેક કર્યું હતું, જ્યાં 5 ફૂટથી લઇને 20 ફૂટના લાંબા અને એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા જોવા મળ્યા હતા, જેમાં વાહન ચલાવતા લોકોની કમર પણ તૂટી જાય એવી સ્થિતિ હતી. 11 બ્રિજ પર ખાડા માપતાં મેજરમેન્ટ પણ ટૂંકી પડી દિવ્ય ભાસ્કરે NH-48 પરના 11 બ્રિજ પર ખાડા માપતાં મેજરમેન્ટ પણ ટૂંકી પડી હતી. આ અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી જાગ્યું છે અને આ 11 બ્રિજ પર રોડનું સમારકામ શરૂ કર્યું છે, જેથી અહીં પણ લોકોને હવે રાહત થશે. આ ઉપરાંત જાંબુવા નદી પર નવા બ્રિજની કામગીરી પણ ઝડપથી થઈ રહી છે. એક વર્ષમાં આવીને તૈયાર કરી દેવામાં આવશે એવી બાંયધારી તંત્ર દ્વારા આપવામાં આવી છે. વાંચો: NH-48 પરના 11 બ્રિજ પર ખાડા માપતાં મેજરમેન્ટ ટૂંકી પડી 'દિવ્ય​​​​ ભાસ્કરનો આભાર, જાંબુઆ પાસે ટ્રાફિકના પ્રોબ્લેમ પર સુધી પહોંચાડ્યા' સ્થાનિક અજયભાઈ પંચાલે જણાવ્યું હતું કે હું દિવ્ય ભાસ્કરનો આભાર માનીશ કે જેમણે અમારી સાથે રહીને નેશનલ હાઇવે પર જાંબુઆ પાસે ટ્રાફિકના પ્રોબ્લેમ ઉપર સુધી પહોંચાડ્યા, જેથી નેશનલ હાઈવે ઓથોરિટીને ખબર પડી કે અહીં નેરો બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા બહુ વધારે પડતી છે અને એ લોકોએ હવે સારું કાર્પેટિંગ કર્યું છે. એના કારણે અત્યારે ટ્રાફિકજામની સમસ્યા બિલકુલ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોષી દિલ્હીમાં હતા, એટલે તેમણે કેન્દ્રીય માર્ગ અને પરિવહન નીતિન ગડકરી સુધી સમસ્યાની વાત પહોંચાડી હતી અને જાંબુવાબ્રિજની ટ્રાફિકની સમસ્યા બહુ મોટી છે અને એનું જલદીથી નિરાકરણ લાવવામાં આવે, જેથી નવા બ્રિજની કામગીરી પણ ઝડપથી થઈ રહી છે અને એપ્રિલ 2026 સુધીમાં કાર્યરત થઈ જશે, એવી અમને બાંયધરી આપેલી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં પાંચ પાંચ વર્ષથી લોકો ટ્રાફિકજામની સમસ્યાથી ત્રસ્ત છે, એમ છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેને પગલે લોકો હેરાનપરેશાન હતા. હવે તંત્ર જાગ્યું છે, ત્યારે ફરીથી લોકોને હેરાન ન થવું પડે એ માટે તંત્ર સજાગ રહે એવી લોકો માગ કરી રહ્યા છે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow