ઘરેબેઠાં મફતમાં મેળવો ડૉક્ટરની સલાહ:3 સ્ટેપમાં જાણો A to Z પ્રોસેસ; હોસ્પિટલની લાંબી લાઈન, ડોક્ટરની મોંઘી ફી અને સમયની માથાકૂટ થઈ દૂર
ગુજરાતની જનતાને હોસ્પિટલની લાંબી લાઈનો, ડોક્ટરની મોંઘી ફી અને આવવા-જવાનો સમય... આ બધી માથાકૂટમાંથી હવે છુટકારો મળી શકે છે. જો તમને આ વિશે ખબર નથી, તો કદાચ તમારા પૈસા અને સમય બંને બગડી રહ્યા છે. કેન્દ્ર સરકારની 'ઈ-સંજીવની' યોજના એક એવું ઓનલાઈન OPD પોર્ટલ છે, જેના દ્વારા તમે ઘરે બેઠા નિષ્ણાત ડોક્ટરની સલાહ બિલકુલ મફતમાં મેળવી શકો છો. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ વડીલોને થશે, જેમને વારંવાર હોસ્પિટલ સુધી જવામાં શારીરિક તકલીફ પડતી હોય છે. આ સુવિધાને કારણે મુસાફરીનો ખર્ચ, કલાકોનો સમય અને હોસ્પિટલમાં ચેપ લાગવાનું જોખમ, આ ત્રણેયમાંથી બચી શકાય છે. કઈ રીતે મેળવશો આ સેવાનો લાભ? આ માટે બે રસ્તા છે, એક ઓનલાઈન અને બીજો ઓફલાઈન. રીત 1: જેઓ સ્માર્ટફોન વાપરે છે (ઓનલાઈન) જેમની પાસે સ્માર્ટફોન છે, તેમના માટે આ પ્રક્રિયા ખૂબ જ સહેલી છે. ફક્ત ત્રણ સ્ટેપમાં તમે ડોક્ટર સાથે વાત કરી શકો છો: રીત 2: જેમની પાસે સ્માર્ટફોન નથી (ઓફલાઈન) જે લોકોને ઓનલાઈન પ્રક્રિયા અઘરી લાગતી હોય તેમના માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. તમારે ફક્ત તમારા ગામ કે શહેરના નજીકના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર જવાનું છે. ત્યાં હાજર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) ને મળો. તેઓ તમારી માહિતી લઈને તમારો ઈ-સંજીવની કેસ બનાવી આપશે અને તમને વર્ચ્યુઅલી ડોક્ટર સાથે જોડી આપશે. ટૂંકમાં, હવે દવાખાને પહોંચાય એમ ન હોય કે પૈસાની તકલીફ હોય, તો પણ સારવાર અટકશે નહીં. આ ઉપયોગી માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ આ સરકારી સુવિધાનો લાભ લઈ શકે. આવી જ સીધી ફાયદાવાળી વિગતો માટે જોતા રહો ભાસ્કર એક્સપ્લેનર. વધુ માહિતી માટે સૌથી ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ

What's Your Reaction?






