માર માર્યાનો મામલો:બોટાદના પાંચપડામાં પૈસા બાબતે ભાઈએ બહેન-પિતાને માર માર્યો

બોટાદમાં પૈસા જેવી બાબતને લઈ ભાઈએ બહેન અને પિતાને માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ રાધાબેન વેદાણી સોલારની કંપનીમા મજુરી કામે જતા હતા અને છેલ્લા 6 મહીનાથી તેઓએ કામે જવાનુ બંધ કરી દીધેલ. તેઓ આનંદધામ ગ્રીનસીટી ખાતેના મકાને એકલાં રહે છે. છેલ્લા 6 મહીનાથી ફરિયાદીનાં ભાભી અસ્મિતાબેન ફરિયાદીના ઘરે જ રહેતા હોય, આ કામના આરોપી શખસ જ્યારે છેલ્લા 6 મહિનાથી કોઈ કામ ધંધો કરતાં ન હોય અને તેને રૂપીયાની જરૂર હોય જેથી અવારનવાર ઘરે આવીને હેરાનગતિ માથાકુટ કરતા હોય અને શનિવારે ઘરે આવી આરોપીએ તેના પિતાને જેમફાવે તેમ ગાળો આપી લાકડું લઈ મારવા દોડી ફરિયાદીને ધક્કો દઈ પાડી દઈ માથામાં પાટું મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતા, અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે દોડધામ મચી ગઇ હતી.ઇજાગ્રસ્તને સારવાર માટે દવાખાને મોકલાયા હતા. આ બનાવ અંગે રાધાબેને તેના ભાઈ રસિક નારાયણભાઈ વેદાણી વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ પોલીસે ફરિયાદને પગલે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા અને શખસ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow