'આટલો ઘમંડ ગુંડાઓ સાથે કરો તો રૂડાં લાગો':MLA ઈટાલિયા-મહિલા PSI વચ્ચે તડાફડી, CM ભૂપેન્દ્ર પટેલ PM મોદીને મળ્યા, ગુજરાતમાં નવાજૂનીના એંધાણ
PMને મળવા CM દિલ્હી જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખના નામ અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે. સાથે જ મંત્રીમંડળ વિસ્તરણ અંગે પણ ચર્ચાની શક્યતા દેખાઈ રહી છે. શુક્રવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા જલ્દી પૂરી કરવાનો નિર્ણય થયો છે. જે જોતાં રવિવારે કે સોમવારે આ માટેની પ્રક્રિયાને લઈને કોઈ મોટા સમાચાર મળી શકે તેમ છે. નવા પ્રમુખ માટે સૌરાષ્ટ્રમાંથી અથવા તો ઉત્તર ગુજરાતમાંથી નામ પસંદ કરી શકાય છે. પ્રદેશ પ્રમુખની જાહેરાત પછી મંત્રીમંડળનું કામ હાથ પર લેવાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો CMએ ખેડૂતોને રૂ. 1,118 કરોડનો 20મો હપ્તો આપ્યો આજે(2 ઓગસ્ટ)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો 'પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ' કાર્યક્રમ યોજાયો. રાજ્ય અને જિલ્લાકક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને લાઇવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડની રકમનો 20મો હપતો, DBT મારફત સહાય વિતરણ કરવામાં આવ્યો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઈટાલિયા-PSI વચ્ચે જીભાજોડી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારી અનાજના થઈ રહેલાં કાળાં બજાર મામલે વિસાવદર પોલીસ સ્ટેશને 1 ઓગસ્ટે રાત્રિના ધામા નાખતાં મામલો ગરમાયો હતો. ઈટાલિાયાએ અનાજમાફિયાઓ સામે ગુનો નોંધવાની માગ કરી હતી તો બીજી તરફ પોલીસે આ મામલો ચોરીનો ન હોવાથી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવા કહ્યું હતું. તો ગોપાલ ઈટાલિયાએ ફરિયાદની માગ યથાવત્ રાખી હતી. આ સમયે જ મેંદરડાનાં મહિલા PSI એસ.એન.સોનારા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી. ગોપાલ ઈટાલિયા લોકોને ભેગા કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યા બાદ તેમણે કહ્યું હતું કે તો મને જેલમાં પૂરી દો. 1 ઓગસ્ટે રાત્રિના ચારેક કલાક સુધી વિરોધપ્રદર્શન થયા બાદ મોડીરાત્રે ઈટાલિયા અને તેના સમર્થકો પોલીસ સ્ટેશનથી રવાના થયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સ્વ.વિજય રૂપાણીની અનદેખી 111 તસવીરનું પ્રદર્શન અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ માટે રાજકોટની શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલરી ખાતે તેમની અનદેખી 111 તસવીરનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેને નિહાળવા માટે આજે સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ, પુત્રવધૂ પહોંચ્યાં હતાં. અહીં વિજયભાઈની હસ્તી અને અલગ અંદાજ સાથેની તસવીરોને જોઈને પરિવારજનોનું હૈયું ભરાઈ ગયું હતું, જેમાં પુત્રવધૂ રડી પડી હતી. તો સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આ તસવીરો નિહાળી તેમના વ્યક્તિત્વને યાદ કરી સ્વ.વિજયભાઈના અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટેનું તસવીર પ્રદર્શન હોવાનું જણાવ્યું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 1500 કરોડના કૌભાંડમાં ભાવનગરમાં EDના ધામા છેલ્લા 6 વર્ષના સૌથી મોટા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા શોધી કાઢવામાં આવેલા 'પમ્પ એન્ડ ડમ્પ' કૌભાંડ થકી રૂ. 1500 કરોડની નાણાકીય હેરફેર કરનાર ભાવનગરના હનીફ શેખ ઉર્ફે ખાટકીના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ ત્રાટકી હતી. હનીફના ઘરમાં 1 ઓગસ્ટથી શરૂ કરાયેલી તપાસ 2 ઓગસ્ટ સવાર સુધી ચાલી હતી. આજે સવારે ભાવનગરના અજય ટોકિઝ વિસ્તારમાં આવેલા હનીફના ઘર પરથી તપાસ પૂર્ણ કરી રવાના થઈ હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આપઘાત કરનાર શિક્ષકની પત્ની અને તેના પ્રેમીની પોલીસે ઘરપકડ કરી સુરતના જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષકે 2 વર્ષ અને 8 વર્ષના બે પુત્રને ઝેર આપી પોતે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં પત્નીના લગ્નેતર સંબંધને પગલે મૃતકે આ પગલું ભર્યું હોવાનું સામે આવતાં પોલીસે આરોપી પત્ની ફાલ્ગુની અને તેના પ્રેમી, ખેતીવાડી વિસ્તરણ અધિકારી નરેશ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસ સામે ફાલ્ગુનીએ રડતાં-રડતાં કબૂલ્યું કે 'મારી ભૂલ થઈ ગઈ સાહેબ, અલ્પેશ વારંવાર શંકા કરતો અને એના કારણે તેનું સ્મોકિંગ અને ડ્રિંક્સ પણ વધી ગયું હતું.' આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મહિલા નેતાઓની ગેરહાજરીમાં પતિઓએ લોકાર્પણ કર્યું રાજકોટના ત્રંબામાં આવેલી કસ્તુરબા ધામની નવી તાલુકા શાળાના લોકાર્પણમાં ભાજપના મહિલા નેતાઓની જગ્યાએ તેઓના પતિઓએ હાજરી આપી રિબિન કટ કરી તકતીનું અનાવરણ કરાતા વિવાદ સર્જાયો છે. સરકારી સ્કૂલના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં પહેલાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન પટેલનું નામ ન હોવાથી સ્કૂલના આચાર્ય પર દબાણ લાવીને પોતાના નામ લખાવ્યાં હતાં. બાદમાં શાળાના લોકાર્પણ સમયે તેઓ ગરહાજર રહી તેઓની જગ્યાએ તેઓના પતિઓએ રિબિન અને તકતીનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ગેરહાજર રહ્યાં હતાં અને તેમના પતિ રિબિન કટ કરવા પહોંચી ગયાં હતાં. ત્યારે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે, પ્રવિણાબેન રંગાણીના પતિ સંજય રંગાણી, અલ્પાબેન પટેલના પતિ મુકેશ પટેલ અને ભાનુબેન બાબરિયાના પતિ મનહર બાબરિયાએ કઈ હોદ્દાના આધારે હાજરી સ્કૂલ લોકાર્પણની રિબિન કાપી અને તકતીનું અનાવરણ કર્યું? આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો એનીમિયા-ન્યૂમોનિયાના કારણે 3 બાળસિંહના મોત અમરેલીના જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક ત્રણ દિવસ પહેલા શંકાસ્પદ રોગના કારણે 3 બાળસિંહના મોત થયા હતા. વનવિભાગની પ્રાથમિક તપાસમાં એનીમિયા અને ન્યૂમોનિયાના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે. ચોમાસાની ઋતુમાં ભેજવાળા વાતાવરણના કારણે ઈતરડી( સૂક્ષ્મ જીવાત)નું પ્રમાણ વધી જતું હોય છે. જે

What's Your Reaction?






