લંડનના કુમકુમ મંદિરમાં એકાદશીના દિવસે ભગવાનને પવિત્રાના હિંડોળામાં ઝુલાવ્યા:સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું - જીવનમાં સુખ-દુઃખ આવે છે, દુઃખ સમયે હતાશ ન થવું જોઈએ

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ લંડન ખાતે શ્રાવણ સુદ એકાદશીના દિવસે ભગવાનને પવિત્રાના શણગાર કરવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનને પવિત્રાના કલાત્મક હિંડોળામાં વિરાજમાન કરી ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે હિંડોળો જેમ આગળ અને પાછળ જાય છે તેમ જીવનમાં સુખ અને દુઃખ પણ આવતા હોય છે. તેઓ જતા પણ હોય છે. તેથી જ્યારે જીવનમાં દુખ આવે ત્યારે હતાશ ન થવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર વિશ્વાસ રાખી ભક્તિ કરવી જોઈએ. આમ કરવાથી જીવનમાં આવેલા દુઃખો પણ દૂર થાય છે. તેથી આનંદમાં રહી ભગવાનની ભક્તિ કરવી જોઈએ.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow