મોડાસાના ટીંટોઇ ગામે શંકાસ્પદ યુવક ઝડપાયો:નાની દીકરીઓને ખરાબ ઈશારા કરતો હોવાનો આરોપ લગાવી ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો, પોલીસને સોંપ્યો
મોડાસાના ટીંટોઇ ગામે એક શંકાસ્પદ યુવકને ગ્રામજનોએ ઝડપી પોલીસને સોંપ્યો છે. ગત રાત્રે ગામના પ્રજાપતિ વાસ વિસ્તારમાં આ 25 વર્ષીય યુવક નાની દીકરીઓને બોલાવી ખરાબ ઈશારા કરતો હતો. આ બાબતની જાણ ગામના યુવકોને થતાં તેમણે યુવકની પૂછપરછ શરૂ કરી હતી. સંતોષકારક જવાબ ન મળતા ગ્રામજનોએ તેને મેથીપાક ચખાડ્યો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવક ઉત્તરપ્રદેશનો હોવાનું બહાર આવ્યું છે. તેની થેલીમાંથી નમકીનના ખાલી રેપર અને ચોકલેટ જેવી વસ્તુઓ મળી આવી છે. પોલીસ હવે વધુ તપાસ ચલાવી રહી છે. આ યુવક ક્યાંથી આવ્યો અને શું કરે છે તે અંગે પોલીસની વધુ તપાસ બાદ જ માહિતી મળી શકશે.

What's Your Reaction?






