રેલવે ટ્રેક પર 5 સિંહ હતા'ને ટ્રેન આવી ગઈ!,VIDEO:જૂનાગઢ-વેરાવળ પેસેન્જર ટ્રેનના ચાલકે ઈમરજન્સી બ્રેક મારી દેતા દુર્ઘટના ટળી, ચાર મહિનામાં 29 સિંહના જીવ બચાવાયા

જૂનાગઢથી વેરાવળ જતા મીટરગેજ રેલવે રૂટ પરથી પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જ ત્રણ બાળસિંહ સાથે એક સિંહ પરિવાર ટ્રેક પર જ આરામ ફરમાવી રહ્યો હોય લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી હતી. સમયસૂચકતાથી ટ્રેનને તાત્કાલીક અટકાવી દેવાતા પાંચ સિંહનો જીવ બચ્યો હતો. છેલ્લા ચાર મહિનામાં જ આ રીતે રેલવે ટ્રેક પર આવી ગયેલા 29 જેટલા સિંહના જીવ બચાવાયા હોવાનું રેલવેતંત્રએ જણાવ્યું છે. જૂનાગઢ-વેરાવળ મીટરગેજ લાઈન પરનો બનાવ 4 ઓગસ્ટે સવારે પેસેન્જર ટ્રેન નં.52946 જ્યારે જૂનાગઢથી વેરાવળ તરફ જઈ રહી હતી, ત્યારે કિમી નં. 11/01 થી 11/02 વચ્ચે લોકોપાયલટે ટ્રેક પર એક પુરુષ સિંહ, એક સિંહણ અને તેમના ત્રણ બચ્ચાંઓને સૂતાં જોયા હતા. લોકો પાયલટે સમયસૂચકતા વાપરી તુરંત જ ટ્રેનની ઈમરજન્સી બ્રેક મારી દીધી હતી અને અટકાવી દીધી હતી. ટ્રેનના ગાર્ડ દ્વારા તરત વનવિભાગને જાણ કરાઈ હતી. વનવિભાગના ટ્રેકરે ઘટનાસ્થળે પહોંચી સિંહ પરિવારને દૂર કર્યો ઘટનાની જાણ વનવિભાગની ટીમને થતા ટ્રેકર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને રેલવે ટ્રેક પર આરામ ફરમાવી રહેલા સિંહ પરિવારને દૂર કર્યા હતા.સિંહ પરિવાર પરથી સંપૂર્ણ ખતરો દૂર થયા બાદ ટ્રેનને આગળ લઈ જવામાં આવી હતી. અકસ્માત નિવારવા લોકો પાયલટને સૂચના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તારમાંથી રેલવે લાઈન પસાર થતી હોય ભૂતકાળણાં અનેક અકસ્માતના બનાવ બની ચૂક્યા છે. અનેકવાર સિંહના મોત પણ નિપજ્યા છે. આ પ્રકારના બનાવો અટકાવવા માટે ટ્રેનની સ્પીડ કંટ્રોલમાં રાખવામાં આવી રહી છે આ ઉપરાંત ટ્રેનના લોકો પાયલટને પણ આ બાબતે ખાસ તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવેલી છે. છેલ્લા ચાર મહિનામાં 29 સિંહના જીવ બચાવવામાં આવ્યા છે. જ્યારે એક વર્ષમાં 159 જેટલા સિંહના જીવ બચ્યા છે. સિંહના આ સમાચાર પણ વાંચોઃ સાવજ રિક્ષા સામે આવી ઊભો રહેતા બધાના શ્વાસ થંભ્યા ​​​​​​​જૂનાગઢના ગિરનાર પર્વતના જંગલોમાં વસવાટ કરતા અભયરાજ સિંહનો આશ્ચર્યજનક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ગિરનારના જંગલમાંથી એક ડાલામથ્થો સિંહ સીધો બિલખા રોડ તરફ આવી ચડ્યો હતો. શિકારની શોધમાં જંગલની બોર્ડર પાર કરી આ સાવજ રોડ ક્રોસ કરવા માગતો હોય તેમ રોડ નજીક આવી પહોંચ્યો હતો. જેના કારણે રસ્તા પરથી પસાર થનારા વાહનચાલકો થોભી ગયા અને સાવજનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.​​​​​​​(સંપૂર્ણ સમાચાર વાંચો) રેલવેટ્રેક આસપાસ સિંહની અવરજવર પર AIથી નજર ગુજરાતમાં રેલવેટ્રેક પર સર્જાતા સિંહના અકસ્માતને ઘટાડવા માટે રેલવે વિભાગે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. રેલવે વિભાગ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે 50 કિમીના વિસ્તારમાં AI બેઝ્ડ ઈન્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ડિવાઇસના કારણે રેલવેટ્રેકની 50 મીટરમાં સિંહ આવતાં જ ટ્રેનના પાઇલટ અને વન વિભાગના અધિકારીને જાણ થઈ જશે, જેથી સંભવિત અકસ્માતને નિવારી શકાશે.​​​​​​​ (સંપૂર્ણ સમાચાર વાંચો)

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow