દારૂ પીવાના રૂ.50 ન આપતાં વૃદ્ધની હત્યા:યુવકે પહેલા સિમેન્ટ બ્લોકથી માથામાં ઘા માર્યા, ભાગવા જતાં નીચે પડ્યા ને છાતી પર બેઠી છરીના આડેધડ ઘા માર્યા

ભાવનગરમાં આજે (7 ઓગસ્ટ) સવારે કરચલીયા પરા વિસ્તારમાં રહેતા વૃદ્ધે યુવકને દારૂ પીવાના 50 રૂપિયા ન આપતા ઝઘડો કરી માથાના ભાગે સિમેન્ટના બ્લોકના બે ઘા માર્યા હતાં. આ બાદ વૃદ્ધ હિંમત દાખવીને ભાગવા જતાં નીચે પડતાની સાથે જ આરોપી યુવકે છાતી પર બેઠી છરીના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. ગંભીર હાલતમાં વૃદ્ધને સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પૈસાને લઈને શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કરચલીયા પરા રૂખડીયા હનુમાન મંદિર નજીક રહેતા છનાભાઈ ગોરધનભાઈ ગોહેલ (ઉં.વ.60) આજે સવારે 8 વાગ્યે સાયકલ લઈને સુભાષનગર આવાસ યોજના નજીકથી પસાર થઈને કામે જઈ રહ્યા હતાં. આ સમયે ડેવિડ નામના યુવકે છનાભાઈ પાસેથી દારૂ પીવાના પૈસા માગ્યા હતાં. જેમાં છનાભાઈએ પૈસા આપવાની મનાઈ કરતા આરોપીએ ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં ઉશ્કેરાઈ જઈને જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા જ ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ પોલીસનો સ્ટાફ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવથી લોકોના ટોળેટોળા પણ એકત્ર થઈ ગયા હતા. છનાભાઈ એકદમ સીધા-સાદા માણસ હતાઃ પ્રકાશ ગોહેલ આ મામલે સ્થાનિક પ્રકાશ ગોહેલએ જણાવ્યું હતું કે, છનાભાઈ ગોહેલ અમારે ત્યાં મજૂરી કામ કરતા હતાં. દરરોજ તેના ઘર કરચલીયા પરાથી સુભાષનગર આવાસ યોજના આ રૂટ ઉપર ચાલતા હતાં. તેઓને કોઈપણ જાતનું વ્યસન નહોતુ અને એકદમ સીધા-સાદા માણસ હતાં. અહીંના રહેવાસી ડેવિડ નામના છોકરાએ છનાભાઈને ઉભા રાખી દારૂ માટે 50થી 100 રૂપિયા માંગ્યા હતા. પૈસા આપવાની ના પાડતા બ્કલોથી માથાના ભાગે બે ઘા માર્યા, ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ થોડાક આગળ જઈને છનાભાઈ પડી જતા તેઓની છાતી ઉપર બેસી યુવકે છરીના બે-ત્રણ ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે અમે પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી આ ઘટના અંગે ભાવનગરના સિટી ડીવાયએસપી આર. આર. સિંધાલએ જણાવ્યું હતું કે, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટી આવાસ યોજના પાસે પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી કે, છગનભાઈ ગોહેલ નામની વ્યક્તિ છે તે સાયકલ લઈને જઈ રહ્યા હતા, તે વેળાએ આવાસ યોજના પાસે ડેવિડ મનસુખભાઈ મકવાણાએ તેને રોક્યા હતાં અને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ડેવિડે છનાભાઈને છરીનો ઘા ઝીંકી દેતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં દાખલ કરતા તેનું મૃત્યુ થયું છે. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow