વલસાડમાં રાત્રે અંધારપટ છવાયો:તિથલ રોડ સહિત મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટો બંધ રહી, વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

વલસાડ શહેરના તિથલ રોડ સહિત મુખ્ય માર્ગો પર ગતરાત્રે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ છવાઈ ગયો હતો. આ કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના પોશ વિસ્તાર તિથલ રોડ સહિતના મુખ્ય માર્ગો પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી હતી. જેને લઇને સ્થાનિકોએ બ્લેક આઉટ જેવો અહેસાસ કર્યો હતો. નોકરી, ધંધા કે રોજગારથી પરવારીને રાત્રે ઘરે પરત ફરતા લોકોને આ અંધારપટને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી આ સમસ્યા પર ધ્યાન આપે. તેઓ ઈચ્છે છે કે આગામી દિવસોમાં ઝડપથી સ્ટ્રીટ લાઈટની સેવા પુનઃ શરૂ થાય જેથી નાગરિકોને તેનો લાભ મળી શકે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow