ગીર સોમનાથમાં ટીબી નાબૂદી માટે 100 દિવસનું મહાઅભિયાન:15,000 લોકોના એક્સ-રે અને 40,000નું સ્ક્રીનિંગ, મોબાઈલ વાન દ્વારા ગામડાઓમાં તપાસ

ગીર સોમનાથ જિલ્લામાં ટીબી રોગને નાબૂદ કરવા માટે 100 દિવસનું વિશેષ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં વણ શોધાયેલા ટીબીના દર્દીઓને શોધી તેમને પૂરતી સારવાર આપવાનો છે. આ પ્રયાસથી ટીબીના રોગનો ફેલાવો અટકાવવા અને આ રોગથી થતા મૃત્યુ ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ગીર સોમનાથને ટીબી મુક્ત જિલ્લો બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અભિયાન અંતર્ગત આશા બહેનો, આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવી ટીબી ચેમ્પિયન્સ ઘરે-ઘરે જઈને લોકોની તપાસ કરી રહ્યા છે. જે વ્યક્તિઓમાં ટીબીના લક્ષણો જોવા મળે છે, તેમની યાદી બનાવી યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જિલ્લા ક્ષય અધિકારી ડૉ. શીતલ રામના જણાવ્યા અનુસાર, આ અભિયાન 19 મે 2025થી શરૂ થયું છે. આરોગ્ય કર્મચારીઓ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ, 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, ભૂતકાળમાં ટીબી થયેલા દર્દીઓ અને તેમના સગાઓ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને પીએસસી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેમના એક્સ-રે કરી ટીબીનું નિદાન કરવામાં આવે છે. આ ઉપરાંત મોબાઈલ એક્સ-રે વાન દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 15,000 વ્યક્તિઓના એક્સ-રે કરવામાં આવ્યા છે અને 40,000થી વધુ લોકોનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જિલ્લા ક્ષય વિભાગ દ્વારા ગ્રામ્ય સ્તરથી લઈને શહેરી વિસ્તારો સુધી આ સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનથી ટીબીના દર્દીઓને શોધી તેમને સમયસર સારવાર આપી શકાશે અને જિલ્લાને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય હાંસલ કરી શકાશે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow