35 ભજન મંડળીએ ભાગ લીધો:નવસારીમાં યોજાયેલ ભજન સ્પર્ધામાં અજરાઇ સામરાવાડીનું મૃદંગ ગ્રુપ પ્રથમ
લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ નવસારી અને રામજી મંદિર ટ્રસ્ટ નવસારીના સહયોગથી રામજી મંદિરના હોલમાં 9મી ભજન સ્પર્ધા યોજવામાં આવી હતી. ક્રિષ્નાસિંહ પરમારના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ નવસારી પ્રેસિડેન્ટ રાજશ્રી ખરાદીએ સૌને આવકાર આપ્યો હતો. રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ દેવેશ પટેલના સૌજન્યથી યોજાયેલી આ ભજન સ્પર્ધાનું સંચાલન સોનિયા પટેલ ( પ્રોજેક્ટ ચેરમેન) દ્વારા કરવામાં આવ્યું હતું. ભજન સ્પર્ધામાં નવસારી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની 35 ભજન મંડળીઓએ કૃતિની રજૂઆત કરી હતી. ભજન સ્પર્ધાના નિર્ણાયક તરીકે જીગર પટેલ અને નયનાબેન પટેલ સેવા આપી રહ્યાં હતા. ઝોન ચેરમેન આશાબેન પટેલ અને રિજિયન ચેરમેન ભાવિન પટેલે ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. ભજન સ્પર્ધાનું પરિણામ અજરાઇ સામરાવાડી મૃદંગ ગ્રુપ પ્રથમ, નવસારી સુહાની ગ્રુપ દ્વિતીય અને ઇંટાળવાનું સહજાનંદ ગ્રુપ તૃતીય વિજેતા બન્યું હતું. સાંઈ મુરલી મંડળ, કેદાર ભૂમિ ગ્રુપ અને દમણીયા સોની મંડળ નવસારીને આશ્વાસન ઇનામ અપાયું હતું. મરોલીના જય અંબે ભવાની મંડળની નમ્રતા પટેલને બેસ્ટ ગાયિકાનું ઇનામ આપવામાં આવ્યું હતું.

What's Your Reaction?






