આપઘાત:અંજારમાં યુવતીએ ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ

અંજારની મેઘમાયા સોસાયટી બહાર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતીએ રહસ્યમય સંજોગો વચ્ચે પોતાના ઘરે પંખામાં કેબલ બાંધી ફાંસો ખાઇ લઇ જીવન ટુંકાવી લીધું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, અંજારની મેઘમાયા સોસાયટી બહાર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી 18 વર્ષીય હર્ષિતા રમેશભાઇ મહેશ્વરીએ મંગળવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં રહસ્યમય સંજોગો વચ્ચે પોતાના ઘરમાં જ પંખામાં વાયર બાંધી ફાંસો ખાઇ લીધો હોવાનું મૃતદેહ રામબાગ હોસ્પિટલ લઇ આવનાર મીર રમેશભાઇ મહેશ્વરીએ તબીબને જણાવતાં તબીબે અંજાર પોલીસને જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી કયા કારણોસર અંતિમ પગલું ભરાયું તે જાણવા તપાસ હાથ ધરી છે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow