ગ્લોબલ ગુજરાતીના ગ્લોબલ ગરબા:અમેરિકામાં ફક્ત 9 દિવસ નહીં, મહિનો કે દોઢ મહિનો સુધી ગરબા રમાય છે

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્ક સાઇટ પર અત્યારે રિલ્સનું ફિચર ધૂમ મચાવે છે. સોશિયોલોજિસ્ટ અને સાયકોલોજિસ્ટ એની મન અને મગજ પર થતી આડ અસર સામાજિક સંબંધો પર થતી અસરની ગમે તેટલી બૂમો પાડે છતાં! એમાંય દેશ વિદેશના ગુજરાતીઓમાં કઇ રીલ્સ ધૂમ મચાવે છે એ પ્રશ્નનો જવાબ શું હોઇ શકે ? બહુ સહેલો જવાબ છે ને? જી હાં, વિશ્વના અલગ અલગ જગ્યાએ રમાતા ગરબા અને દાંડિયાની રીલ્સ! ગરબાએ વિદેશમાં ધૂમ મચાવી ન્યૂયોર્કના ટાઇમ સ્ક્વેર પર રમાતા ગરબામાં ધોળીયા અમેરિકન પોલીસને ગરબે રમતા જોઇને કે ઓસ્ટ્રેલિયાના કોઇ હોલમાં રમતા દાંડિયામાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા પોલીસ કે અન્ય સ્ટાફને જોઇને દુનિયા આખીના ગુજરાતીઓ વગર ગરબે હિલોળે ચડે છે કે જોયું અમારા ગરબા ગ્લોબલ બની ગયાં! આખી દુનિયા જાણે છે એમ આપણે ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ ઉત્સવ પ્રિય લોકો છે અને વિશ્વના કોઇપણ ખૂણે જઇએ, આપણા તહેવારો, ખાણી પીણી અને જલસો આપણા કરતાં વહેલા પહોંચી જાય. એમાંય ખાસ કરીને વિદેશમાં જુલાઇ મહિનો પત્યો નથી કે વિવિધ સોશિયલ નેટવર્ક સાઇટ્સ, એપ્સ, ગ્રોસરી સ્ટોર પર લોકલ કોમ્યુનિટી રેડિયો અને ટીવી પર એક મહિનો ઉપર રમાતા ગરબા અને દાંડિયાની જાહેરાતો જોવા મળે. વિદેશમાં રમાતા ગરબા અને દેશમાં રમાતાં દાંડિયામાં ખૂબ ફરક હોય છે. હવે લોનમાં પણ ગરબા રમાય છે પહેલો ફરક કે અહીં મોટાભાગે ગરબા શાળા, જિમ કે કોમ્યુનિટી હોલના હોલમાં રમાતાં હોય છે. જો કે હવે કેલિફોર્નિયા કે ન્યૂયોર્ક, ન્યૂજર્સી જેવા વધારે ગુજરાતીઓ ધરાવતા રાજ્યોમાં ગરબા બહાર લોનમાં પણ રમાડવાના શરુ થઇ ગયા છે. બીજો ફરક એ છે કે અહીં ગરબા ભારતની જેમ સળંગ નવ દિવસ નથી રમાતાં પણ મહિનો કે દોઢ મહિનાના દરેક શનિ-રવિ રમાય છે કારણ કે અમેરિકા ખૂબ મોટો દેશ છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરીના દિવસોમાં સમય ઘણો જાય. ગાયકો મહિના સુધી ધૂમ મચાવે છે ગરબામાં ગ્લોબલાઇઝેશનના કારણે સાચે સમય અને અંતર ખરી પડ્યું છે અને દેશમાંથી મોટા ભાગના જાણીતા ગરબા અને દાંડિયા ગાયકો મહિના સુધી ધૂમ મચાવવા અહીં આવી જાય છે. ફાલ્ગુની પાઠક, કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, પાર્થ ઓઝા, ગીતા રબારી, વડોદરાના પ્રખ્યાત આર્કીના ગાયકો અચલ મહેતા અને નવો યૂથ આઇકોન રોકસ્ટાર આદિત્ય ગઢવી, કિર્તીદાન ગઢવી વિદેશમાં પણ ખેલૈયાઓને મજા મજા કરાવે છે અને અઢળક પૈસા વળતરરૂપે કમાઇને અહીંથી જાય છે. વિદેશીઓને પણ ગરબાનું ઘેલુ લાગ્યું આપણને એ જાણીને ખૂબ ગર્વ થાય જ કે આપણા શેરી ગરબા ગ્લોબલ બની ગયા છે. એ ફક્ત ગુજરાતીઓ સુધી સીમિત નહીં રહેતા વિદેશીઓ અને દરેકે દરેક વિદેશમાં વસતા ભારતીય સમુદાયોમાં ખૂબ ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. અને યસ, ગરબાના મંડપની બહાર સ્ટોલમાં મળતું ખીચું, ફાફડા જલેબી, ગાંઠિયા એ અહીં પણ પગપેસારો કર્યો છે અને નવરાત્રિમાં બ્રેક દરમિયાન ખેલૈયા એની જ્યાફત ઉડાવતા ઠેર ઠેર જોવા મળે છે. પરંપરાગત ગરબામાં ગ્લેમર ભલે ઉમેરાયું હોય પણ નવી પેઢીના વિદેશી બાળકો જે કદાચ ગુજરાતી ભાષા બરાબર નથી બોલી શકતા પણ ગરબાના લય બરાબર ઝીલીને, રમીને ભારત અને વિદેશને જોડતું ચોક્કસ રાખે છે. ગ્લોબલ ગુજરાતીથી લઇને ગ્લોબલ ગરબા એટલે જ ગુજરાત. જય જય ગરવી ગુજરાત!

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow