હુમલાની ઘટના:માય ગામે માતા-પુત્ર ઉપર ધોકા અને પાઇપથી હુમલો
ભચાઉના માય ગામે જમીન વિવાદમાં ચાલતા કોર્ટ કેસ મુદ્દે 8 લોકોએ માતા અને પુત્ર ઉપર હુમલો કર્યો હતો. લખાવટ ગામે રહેતા ધનાભાઇ મેઘાભાઇ ઉદરીયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ માતા અમુલીબેન અને ભાઇ ભરત સાથે માય ગામે પોતાના કબજાની વાડીએ હતા ત્યારે ટ્રેક્ટર લઇને આવેલા શંકર રણછોડ કોલી, ઉમેશ મહેશ કોલી, નવઘણ જેરામ કોલી, પોપટ શંકર કોલી, લાખા શંકર કોલી, ખીમીબેન શંકર કોલી, મંજુબેન જેરામ કોલી અને જેરામ રણછોડ કોલીએ આવી જમીન વિવાદના ચાલતા કોર્ટ કેસ બાબતે બોલાચાલી કરી તેમના તથા માતા ઉપર પાઇપ, અને ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

What's Your Reaction?






