બદલી કરાઈ:ભાવ.કસ્ટમ્સ વિભાગમાં ઇન્સ્પેક્ટરોની બદલી
કસ્ટમ્સ વિભાગ દ્વારા ભાવનગર કસ્ટમ્સ ડિવિઝનમાં સુપ્રિન્ટેન્ટ્સ અને ઇન્સપેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે. સુપ્રિન્ટેન્ડન્ટમાં તળાજાના મોતીલાલ પરથીહારને મહુવા, પોરબંદરના શૈલેષ ચાવડાને અલંગ, રીઝવાન લોહિયાને જામનગરથી અલંગ, ડિવિઝન ભાવનગરથી હેમાબેનને અલંગ, અબ્દુલવાહીદ શેખને ભાવનગરથી પિપાવાવ, ભાવનગરના સુમા ફિલીપ્સને અમરેલી, ખુરશીદ શેખને ભાવનગરથી પિપાવાવ, અનિલ શર્માને મહુવાથી સિક્કા, અલંગના ડિમ્પલ વન્દરાને ભાવનગર, અલંગના પ્રશાંત કટારીયાને ભાવનગર, સુધીર સિન્હાને ભાવનગરથી જામનગર, અમદાવાદથી વી.કે.મીનાને ભાવનગર, દિનેશ મીનાને અમદાવાદથી ભાવનગર, કૈલેશ ગોહિલને વડોદરાથી તળાજા ખાતે પોષ્ટિંગ અપાયું છે. ઇન્સપેક્ટરોમાં જામનગરથી શશીભુષણ ઠાકુરને અલંગ, પંકજ પાઠકને જોડીયાથી અલંગ, વિરેશ પાઠકને ભાવનગરથી અમરેલી, પ્રદીપકુમારને ભાવનગરથી પિપાવાવ, મન્તુને અલંગથી ભાવનગર કસ્ટમ્સમાં, વિકાસકુમાર ગુપ્તાને અલંગથી જામનગર, મુકેશ સૈનીને અમરેલીથી ભાવનગર, દેવન્દરને અમદાવાદથી અલંગ, રાજકુમારને વડોદરાથી ભાવનગર કસ્ટમ્સ, સંજયકુમાર ગુપ્તાને વડોદરાથી ભાવનગર કસ્ટમ્સ હાઉસ, જીતેન્દ્રકુમારને વડોદરાથી ભાવનગર બદલી કરવામાં આવી છે.

What's Your Reaction?






